દરેક ગેહ માંડવાનો વખત
ગયા અંકથી ચાલુ સૌથી સરસ બંદગી કરવાનો વખત તો પાછલી રાતના લોકલ ટાઈમ 3 વાગાથી તે બામદાદ યાને સુરજ ઉગવાની આગળની 36મીનીટ સુધીનો ઉશહિન ગેહમાં, તેમજ સુરજ ઉગવાની આગલની 36મીનીટ જે હાવનની હોશબામ યાને મહેર ગણાય છે તેમાં માંથ્રવાણી ભણવાનો ઘણોજ ઉત્તમ ગણાયેલો છે, કારણ કે એ વખતે આખા દિવસની ધાંધલ ધરપચની હવામાં થતી ધ્વનીઓની…
