શાહજાદાનું શું થયું?
હવે શાહજાદી જાગી ઉઠી. તેણે આંખો ઉઘાડી જોયું તો તેની મોટી અજાયબી વચ્ચે તેણે એક સુંદર ચહેરાના યુવકને, ભપકભર્યા પોષાકમાં પોતાના પલંગ આગળ બેટેલો દીઠો! તે તો થોડીવાર સુધી તેની સામે ટગર ટગર જોઈ રહી. રાજકુંવરી મનમાં વિચાર કરવા લાગી, કે તે સ્વપ્નુ જુએ છે કે ખરેખર કોઈ માણસને જુએ છે? તે જરાય ગભરાયેલી દેખાઈ…
