સીઆવક્ષની બાનુ ફીરંગીઝ
સીઆવક્ષ પોતાની સાવકી માતા સોદાબેના ફરેબથી કંટાળેલો હતો. વળી તેના બાપ કૌસે પહેલે તેના તરફ શક દેખાડયો હતો તેથી તે નાખુશ થયો હતો. તેથી જ્યારે અફ્રાસીઆબે ઈરાન ઉપર હુમલો લાવવાની તૈયારી કીધી, ત્યારે તે તકનો લાભ લઈ તેણે પોતાનું વતન છોડી બહાર લડાઈપર જવા માંગ્યું. કૌસે તેને રૂસ્તમની સાથે લડાઈ પર મોકલ્યો. તેણે લડાઈમાં ફત્તેહ…
