કાળા ટાપુના જવાન પાદશાહની વાર્તા
તેણી પોતાના ઓરડામાં જઈ બેઠી અને એક દુખ્યારી સ્ત્રીનો અવતાર ધરી એક આખુ વર્ષ પોતાના યારના મરણને માટે શોક અને રૂદનમાં કાઢયું. તે મુદત ગુજરવા બાદ મહેલની વચ્ચોવચમાં એક કબરસ્તાન બાંધવાની મારી રજા માગી કે તેમાં તેના બાકીના દીવસો ગુજારે. મે તેણીની અરજ પણ ના પાડી નહીં. તેણીએ ત્યાં એક ભપકાદાર મહેલ બાંધ્યો તેની ઉપર…
