લોભિયા અસલાજી
હું જ્યારે નાનો હતો ત્યારે બાપદાદાઓ પાસે સાંભળેલી વાર્તામાંથી તમને લોભિયા અસલાજીની વાત અહીં રજૂ કરૂં છું. તમને વાંચવી જરૂર ગમશે. એક હતો લોભિયો નામ હતું અસલાજી. નારગોલમાં રહેનાર અસલી, પાકા ને ખરેખર લોભિયા હતા આપણા અસલાજી. એક દિવસ અસલાજીને લીલું કોપરૂં ખાવાનું મન થયું. કહે: ‘લાવ, બજારમાં જાઉં ને ભાવ તો પૂછું?’ ‘અલ્યા નાળિયેરવાળા!…
