થોડું ચલાવી લેતા પણ શીખો!!
હું અને સીલ્લુ પાંચમા ધોરણથી બારમા ધોરણ સુધી સાથે ભણ્યા. અમારા બંને વચ્ચે દોસ્તી પણ સારી. પણ લગ્ન પછી બંને વચ્ચે કોઈ કોન્ટેક્ટ ન રહ્યો, એનું કારણ સીલ્લુના માથે ખૂબ જવાબદારી. જોઈન્ટ ફેમિલી અને એના એકલીના માથે જવાબદારી. દિયર પોતાના લગ્ન પછી જુદો રહેવા ગયો. દીકરો પણ મોટો થઈને વહુ સાથે બીજા શહેરમાં સેટ થઈ…
