સરોશ યઝદ સાથનો સંબંધ કાય રાખવો જોઈએ તથા સરોશની ક્ષ્નુમન સાથની કુશ્તીનો જાણવાજોગ ટૂંક ખુલાસો
હવે જીંદગી દરમ્યાન સરોશ યઝદ એક અશોઈને માર્ગે ચાલનાર ઉરવાનનો દરૂજી (ખરાબ શક્તિ) સામે ચાલુ બચાવ કરે છે. તમામ જાતની 21 દરૂજીઓ જેમાંની ઘણીક દરૂજીના નામો જુદી જુદી યશ્તોમાં મળી આવે છે, તે બધી દરૂજી (અસરે-તારીકી’ યાને નાશને લગતી છે. પતેત પશેમાનીમાં જણાવેલી ‘દજી-એ-હઈર’ યાને ‘દરૂજી એ હીખ્ર’ જે બાલ, નખ, થુક, લોહી, પરૂ, ઓક,…
