આબાન પરવેઝ તુરેલ

એક ધનાઢય માણસે ધંધામાથી નિવૃત્તિ લીધી પત્ની વરસો પહેલા ગુમાવી દીધી હતી. સંતાનમાં બે પુત્રીઓ હતી. પુત્ર હતો નહીં. બન્ને પુત્રીઓને પરણાવી દીધી હતી. બન્ને જમાઈઓ અને પુત્રીઓ પિતાની ખૂબ સારી સેવા કરતી હતી જેથી પિતા ખુશ હતા ખૂબ સંતૃષ્ટ હતા. તેમને લાગ્યું જમાઈઓ અને દીકરીઓ સારા છે. તેઓ મારી આટલી સારી સેવા કરે છે, પછી મારે આ ધન મિલકતની શી જ‚ર છે. આમેય હું વૃધ્ધ થઈ ગયો છું. કેટલા વરસ જીવવાનો છું? મારી હાજરીમાં જ બન્ને દીકરીઓને મિલકત વહેંચી આપુ તો સા‚ં. આમ વિચારી તેણે પોતાની તમામ મિલકત, ધશ્ર, જર-ઝવેરાત બન્ને પુત્રીઓને વહેંચી આપ્યું પોતાના માટે કંઈ જ રાખ્યું નહીં તેની અપેક્ષા હતી કે દીકરી અને જમાઈ આ ભાગ મળતા તેની વધુ સારી રીતે સેવા કરશે પરંતુ તેની અપેક્ષાથી અવળું થયું. જમાઈ અને દીકરીઓ જે અગાઉ મિલકત મળે તે આશયથી બાપની જે સેવા કરતા હતા. તેમાં ઓટ આવી અને સેવા કરવાનું બંધ કરી દીધું. બાપ મુંઝાયો હવે તેને ટંક ભોજન પણ સા‚ં મળતું નહોતું તેને તેણે પોતાની પાસે કંઈ જ ન રાખીને મોટી ભૂલ કરી હોવાનો અહેસાસ થવા લાગ્યો પણ હતો તો આખરે વેપારીને? વેપારી બુદ્ધિ વાપરી તે તેના એક ધનિક મિત્ર પાસે ગયો અને તેને વિનંતી કરી. અને માત્ર ત્રણ દિવસ માટે દસ હજાર ડોલર ઉધાર લીધા  અને ટેબલ પર અવાજ થાય તેમ ગણવા માંડયા. બંધ ‚મમાંથી આ અવાજ આવતાં બન્ને જમાઈઓ અને દીકરીઓને અવાજ શેનો આવે છે અને તેમનો બાપ શું કરે છે તે જાણવાની ઈંતેજારી થઈ. તેમણે બારણાંની તિરાડમાંથી અંદર ડોકિયા કરવા માંડયા. બાપને તો આ જ જોઈતું હતું. તેણે ડોલરનો ઢગલો કરી થોડા થોડા ટ્રેઝરીમાં ભરવા માંડયા. છોકરાઓ સમજી ગયા કે ગરીબ હોવાનો દેખાવ કરતા આ બુઢ્ઢા બાપ પાસે તો હજુ ઘણા પૈસા છે. બારણું ખોલતા જ આ સંતાનોએ પૂછયું, બાપુજી અવાજ શેનો આવતો હતો શું તમારી પાસે ઘણા બધા પૈસા છે.

હા, મારી પાસે પચ્ચીસ હજાર ડોલર છે આ પૈસા મેં ટ્રેઝરીમાં ભર્યા છે અને તેની સાથે મા‚ં વિલ રાખ્યું છે. જેમાં લખ્યું છે કે જે સંતાન મારી સૌથી વધુ સારી સેવા મૃત્યુ સુધી કરે તેને આ મિલકત મળે. આ ટ્રેઝરી મારી મૃત્યુ પછી અંતિમ વિધિઓ પૂરી થાય પછી જ ખોલવી.

વૃધ્ધ વેપારીનું નિશાન બરાબર ટાર્ગેટ પર લાગ્યું. બન્ને જમાઈઓ અને દીકરીઓ વચ્ચે આ અઢળક ધન મેળવવા સ્પર્ધા શ‚ થઈ બન્ને એક એકથી ચઢિયાતી વાનગીઓ બાપને ખવડાવે. સુંદર કીમતી વસ્ત્રો લાવી આપે. અઠવાડિયાના અંતે પોતાના વાહનોમાં પિકનિક લઈ જાય બાપ હવે આ બધુ ટેસ્ટથી માણવા લાગ્યો.

સમય પૂરો થતાં બાપનું મૃત્યુ થયું અંતિમ ઘડી સુધી તેમની સારવાર થઈ. ભવ્યાથી ભવ્ય રીતે અંતિમ વિધિ કરવામાં આવી. બધુ પતી ગયા બાદ બન્ને દીકરીઓ જમાઈઓ વચ્ચે ચડસાચડસી થઈ. એક કહે મેં બહુ સેવા કરી છે તેથી વિલ મુજબ પિતાની મિલકત મને મળે બીજી કહે મેં તારાથી વધુ સારી સેવા કરી છે. મિલકત મને મળે ઝગડો અદાલત સુધી પહોંચ્યો. ન્યાયાધીશે કહ્યું પહેલા મને વિલ જોવા દો તેમાં શું શરત છે. કેવો શબ્દપ્રયોગ કર્યો છે તે જાણ્યા સમજ્યા બાદ નિર્ણય લઈ શકાય. અદાલતમાં ન્યાયાધિશ સમક્ષ ટ્રેઝરી ખોલવામાં આવી ટ્રેઝરીમાં એક પણ ડોલર નહોતો પરંતુ એક લાકડી અને તેની નીચે એક કાગળ હતો જેમા લખ્યું હતું, ‘હું એક પિતા, જે તેના બાળકોને તેઓ પહેલાની જેવી જ તેની સેવા કરશે તેવી મુર્ખામી ભરી અપેક્ષા રાખી, મૃત્યુ પહેલાં જ પોતાનું બધુ ધન બાળકોને વહેંચી આપે છે અને ધન મળતા તેઓ પોતાના બાપને જ ભૂલી જાય છે તેથી તેઓને એક સબક ‚પ મારી છડી વારસામાં આપતો જાઉં છું.

સ્વાર્થી સંતાનો અને અતિ વિશ્ર્વાસુ પિતાઓને કોઈ પણ કોમેન્ટ વિના આ વાતા સમર્પિત.

Similar Posts

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    10 July – 16 July, 2021

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. મંગળની દિનદશા ચાલુ હોવાથી તમે સ્વભાવમાં ખુબ ચિડીયા થઈ ગયેલા હશો. નાની બાબતમાં ગુસ્સો આવશે. તમારા દુશ્મનો તમને ખોટા પાડશે. તમારી આવક કરતા ખર્ચ વધુ થતા પરેશાન થશો. મંગળને કારણે ભાઈ બહેન વચ્ચે મતભેદ પડશે. વાહન સંભાળીને ચલાવજો એકિસડન્ટ થવાના ચાન્સ છે….

  • અસ્ફંદારર્મદનો પવિત્ર મહિનો

    જેમ જેમ આપણે ઝોરોસ્ટ્રિયન કેલેન્ડરના અંતિમ મહિનાનું આગમન થાય છે તેમ તેમ આ મહિનાના અંતમાં વિદાય પામેલા આપણા પ્રિયની ફ્રવશીને આવકારવા માટે આતુર બનીએ છીએ, ચાલો અસ્પંદારર્મદ અથવા સ્પેન્દારર્મદના મહત્વ પર વિચાર કરીએ – ઝોરાસ્ટ્રિયન કેલેન્ડરનો બારમો મહિનો, જે પૃથ્વી ગ્રહના ગાર્ડિયન એન્જલને સમર્પિત છે. આપણે કેવી શ્રેષ્ઠ રીતે અસ્પંદારર્મદને અંજલિ આપી શકીએ? તે વધુ…

  • સમર વેકેશન કોચીંગ કેમ્પની શનિવારે પુર્ણાહુતિ

    તાજેતરમાં જ સુરત પારસી પંચાયત સંચાલિત સુરતની શાળાઓના વિધાર્થી તથા વિધાર્થીનીઓ માટે બે અઠવાડીયાના કોચીંગ કેમ્પનું આયોજન સુરત પારસી પંચાયત દ્રારા કરવામાં આવ્યુ હતુ. આ કેમ્પમાં સુરત પારસી પંચાયત સંચાલિત શાળાઓ ઉપરાંત શહેરની અન્ય શાળાના સ્ટુડન્ટસો સહિત દોઢસોથી પણ વધુ તાલીમાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સ્કેટીંગ, ડાન્સ, ફટબોલ, જીમ્નાસ્ટીક, વોલીબોલ તેમજ ટેબલ ટેનીસ જેવી રમતો…

  • એકબીજાને ગમતાં રહીએ!

    અરે સાયરસ, કાલે સાંજે રોશનભાભીને જવેલરીની દુકાનની અંદર જતા મેં જોયા, આવી વિકટ પરિસ્થિતિમાં પણ તું સોનુ ખરીદે છે? અરે નવીન, તારી જોવામાં કંઇક ભૂલ થતી હશે. ના સાયરસ 99% સંગિતા ભાભી જ હતા. મેં ત્યારે વાત ને ઉડાવી દીધી. પણ વાતની ગંભીરતા સમજી તેના મૂળ સુધી જવાનો મેં ઘરે પહોંચી પ્રયત્ન કર્યો. રોજના નિયમ…

  • પારસીઓનો કૂતરાઓ પ્રત્યેનો પ્રેમ અને તેમનું ધાર્મિક મહત્વ

    ખોરાક, પીણું, રમૂજ અને જીવનની બધી સારી વસ્તુઓ પ્રત્યેના અમારા પ્રેમ ઉપરાંત, પારસી સમુદાયને કૂતરાઓ પ્રત્યે વિશેષ પ્રેમ છે – જે માણસના શ્રેષ્ઠ મિત્ર તરીકે ઓળખાય છે. મોટાભાગના પારસીઓ તેમના પાલતુ કૂતરાને તેમના પ્રિય કુટુંબના સભ્ય તરીકે દેખાડે છે. ઘણા લોકો રખડતા કૂતરાઓને ક્યારેક ક્યારેક અથવા તો દરરોજ ખવડાવતા હોય છે. અમે શ્ર્વાનનેે આ જીવનમાં…

  • સીઆવક્ષની બાનુ ફીરંગીઝ

    કેટલોક વખત વીત્યા બાદ પીરાન વજીરે સીઆવક્ષ આગળ અફ્રાસીઆબની બેટી ફીરંગીઝની તારીફ કીધી. તેણે કહ્યું કે નઅફ્રાસીઆબની બેટીઓમાં તે વડી છે અને તેણીના જેવી સુંદર ચેહરા અને બાલની બીજી કોઈ સ્ત્રી તું જોશે નહીં. કદમાં તેણી સીધ્ધાં સરવ કરતા ઉચી છે; તેણીના માથા ઉપર કાળી કસ્તુરીનું તાજ છે (એટલે તેણીના માથા પર કસ્તુરી જેવા ખુશબોદાર…