તમે યુગથી યુગ અને વયથી વયમાં એક સમાન છો

Dasturji Dr. Manekji Naserwanji Dhalla
Dasturji Dr. Manekji Naserwanji Dhalla

તમે પરિવર્તન વિહિન છો, અહુરા મઝદા, અત્યારે અને હમેશા એક સમાન છો તમે ગુણાતીત (ભૌતિક વિશ્ર્વની મર્યાદાઓથી પર) છો અને બધાને ચલાવો છો છતાં તમે કોઈનાથી સંચાલિત નથી અનેકવિધ પરિવર્તનો વચ્ચે તમે એકલા જ પરિવર્તન વિહિન તથા અકબંધ-કોઈ અસર પામ્યા વિનાના છો. આસપાસનું બધું જ ક્ષય પામે છે પડવા માટે વૃધ્ધિ પામે છે. મૃત્યુ પામવા માટે જ જન્મે છે તથા દરેક જગ્યાએ સતત બદલાતી ઘટનાનું સાક્ષી છે. તમે એકલા જ એવા છો જે કયારેય બદલાતા નથી હે નિર્વિકાર (અચળ-સ્થિર) ઈશ્ર્વર!

દિવસ પછી રાત આવે છે. વસંત પછી ઉનાળો આવે છે. સ્વસ્થતા પછી માંદગી આવે છે. સમૃધ્ધિ પછી પડતી, જવાની પછી બુઢાપો, જીવન પછી મૃત્યુ.

નામ અને કિર્તી, મહાનતા અને ગોૈરવ, થોડા સમય માટે તેજ અને પછી ઝાંખપ, કિલ્લાઓ અને મહેલો, કિલ્લા પરના મિનારા અને ઉંચુ મકાન તેમનું માથું સ્વર્ગ સામે ઉંચુ કરે છે. અસ્થિર થઈ અને પછી ગબડી પડવા માટે જ સિંહાસનો (તખ્ત) અને સામ્રાજ્યો તેમની ઉન્નતિમાં ભયંકર થઈ જાય છે. પણ છેલ્લે તો માટીમાં મળી જઈ ભુલાઈ જવા માટે જ.

પરિવર્તનો વચ્ચે પરિવર્તન વિહિન છો તમે..પોતે ચલિત ન થઈને બધાને ચલાવનાર છો તમે યુગથી યુગ અને વયથી વયમાં એક સમાન છો તમે. અંતવિહિન સમય માટે પણ તમે એ જ છો હમેશા એક સમાન અને સર્વદા તમે તો તમે જ છો, હે નિર્વિકાર (અચળ-સ્થિર) અહુરા મઝદા!

Similar Posts

  • ફિલ્ડ માર્શલ સામ માણેકશાને શ્રદ્ધાંજલિ

    27મી જૂન, 2022 ના રોજ, જે ફિલ્ડ માર્શલ સામ માણેકશાની પુણ્યતિથિ નિમિત્તે, મુંબઈમાં કોલાબા છાવણી ખાતે એચ કયુ એમ જીઅને જી એરિયા દ્વારા પુષ્પાંજલિ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં સામ બહાદુર (સામ ધ બ્રેવને) શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. તેઓ પ્રેમપૂર્વક જાણીતા હતા – ભારતના સર્વકાલીન યુદ્ધના મહાન અનુભવીઓમાંના એક. આ કાર્યક્રમનું સંકલન સામાજિક કાર્યકરો…

  • સૌથી મોટી ટીપ

    ટેબલ ઉપર વાનગીની ટ્રે લઈને આવેલો સુખદેવ ટેબલ પરના મહેમાનો જોઈને હેબતાઈ ગયો. સામે હેબતાઈ જવાઈ તેવું કારણ પણ હતું પોતાના શાળાના સમયના ખાસ મિત્રો. મોટા મોટા ઉધોગપતિઓના ઠાઠમાં અને પોતે એક વેઈટરના રૂપમાં. સહેજે પચીસ વર્ષ પછી આ ચહેરાઓને જોઈ રહ્યો હતો. પેલા ચાર જણાએ કદાચ એને ઓળખ્યો ન હતો કે પછી ઓળખવા માંગતા…

  • હાસ્યની શક્તિ

    એવું કહેવાય છે કે, હસો અને દુનિયા તમારી સાથે હસે છે! પરંતુ આ દિવસોમાં આપણે આપણા માતા-પિતા અને દાદા-દાદી કરતા ઓછા હસીએ છીએ. આ એક સમાજમાં આધુનિક જીવનની ધમાલને કારણે છે જે સંપૂર્ણપણે તણાવગ્રસ્ત છે. હસવાથી અને સ્મિત કરવાથી તમારા સ્વાસ્થ્યમાં ગંભીર સુધારો થાય છે. જો તમે સમાન સ્વાસ્થ્ય સમસ્યાઓ ધરાવતા બે દર્દીઓને જુઓ, તો…

  • બાઈ પી.એમ. પટેલ ગર્લ્સ શાળાના નવા મકાનનું ઉત્સાહપૂર્વક ઉદઘાટન

    સુરત પારસી પંચાયત સંચાલિત શાળા બાઈ પી. એમ પટેલ ગર્લ્સ સ્કુલ છેલ્લા 106 વર્ષથી કાર્યરત છે. તા. 7-6-18ના રોજ જુ. કે. થી 12 ધોરણ સુધીની શાળાના નવા મકાનનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં જશનની પવિત્ર ક્રિયામાં સુરત પારસી પંચાયતના પ્રમુખ જમશેદજી દોટીવાલા તેમજ ટ્રસ્ટી દારાયસ માસ્ટર, યઝદી કરંજીયા, કેશ્મીરા દોરદી  તેમજ સીઈઓ રોહિન્ટન મહેતા અને…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    21 July, 2018 – 27 July, 2018

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. પહેલા ત્રણ દિવસજ મંગળની દિનદશામાં પસાર કરવાના બાકી છે. તેથી 24મી સુધી બોલવા ઉપર ખૂબ કંટ્રોલ રાખજો. તમારૂં સાચુ બોલવું બીજાને કડવું ઝેર જેવું લાગશે. બાકી 24મીથી બુધની દિનદશા ધીરે ધીરે આવતા 56 દિવસમાં તમારા બગડેલા કામને સુધારી દેશે. બુધ તમને વાણીયા…

  • ડોસાભાઈ રાંડેલિયાનો રોમિયો જુલીએટ

    ડોસાભાઈ રાંડેલિયાએ રોમિયો જુલીયેટનો નાટક લખ્યો અને તે ભજવવાનો હક શેક્સિપિયર કલબને આપ્યો પણ એ ખેલ લખ્યા પછી મરહુમ રાંડેલિયાએ તે નાટકના લખનાર તરીકે પોતાનું ખ‚ં નામ આપવાને બદલે ડેલટાના તખલ્લુસ હેઠળ તે ખેલના લખનારને જણાવ્યો હતો એનું કારણ મરહુમ રાંડેલિયાએ નાટક લખ્યા પછી તેવણે એવું જણાવ્યું હોય કે રોમિયો જુલીયેટનો નાટક જે તેવણે ઈ.સ….