ડો. પેશોતન દસ્તુર હોરમઝદયાર મિરઝાં

Dr.Peshotan Dastur Hormazdyar Mirza copy શ્રી ઈરાનશાહ આતશબહેરામના વડા દસ્તુર ડો. પેશોતન દસ્તુર હોરમઝદયાર મિરઝાં કેન્સર સાથેની લાંબી અને સાહસભરી લડાઈ બાદ, ૭૨ વર્ષની વયે, મુંબઈની જસલોક હોસ્પિટલ ખાતે રવિવાર, ૨૬મી જૂન, ૨૦૧૬ (રોજ ગોશ, માહ બહમન)ના દિવસે ગુજર પામ્યા છે. આપણી કોમના સૌ કોઈ માટે આ ખોટ લાંબો સમય પુરાય એવી નથી, કેમ કે તેઓ મિત્રતાભર્યા, મદદ‚પ થવા તત્પર અને સૌ કોઈ મિત્રો, કુટુંબીઓ, દસ્તુરજીઓ, સહ-કર્મચારીઓ અને કોમ-પાસેથી પ્રેમ અને માન પ્રાપ્ત કર્યા છે.

1 copyવડા દસ્તુરજી ડો. પેશોતન મિરઝાંનો જન્મ ઉદવાડાના વિખ્યાત દસ્તુર કુટુંબમાં નવેમ્બર, ૧૯૪૪માં થયો હતો. પોતાના શૈક્ષણિક અભ્યાસ સાથે તેમણે દસ્તુર બનવાની ટ્રેનિંગ અંધેરીની એમ.એફ. કામા અથોરનાન ઈન્સ્ટિટયૂટ ખાતે લીધી હતી. તેઓ વિજ્ઞાન શાખામાં ગયા, અને મુંબઈ યુનિવર્સિટીમાંથી તેમણે કેમેસ્ટ્રીમાં ડોકટરેટ મેળવી. ઈરાનશાહ આતશ બહેરામના વડા દસ્તુરજી, સમસ્ત અંજુમન, ઉદવાડાના પદે તેમની વરણી ૧૩મી મે, ૨૦૦૪ના રોજ થઈ હતી. પારસી ટાઈમ્સને અગાઉ આપેલી એક મુલાકાતમાં વડા દસ્તુરજીએ જણાવ્યું હતું કે, ‘આપણી કોમ માટે મારી નિષ્ઠાપૂર્વકની ઈચ્છા અને પ્રાર્થના એ છે કે પારસીઓ સખત મહેનત કરીને પોતાની પસંદગીના ક્ષેત્રમાં સમૃધ્ધિને પ્રાપ્ત કરે; યોગ્ય ઉંમરે કોમમાં જ પરણે અને યોગ્ય પ્રમાણમાં કુટુંબને વિસ્તારે. આપણી ધાર્મિક ઓળખ જાળવી રાખવા આપણે પ્રયાસ કરવો જોઈએ, અને એ સાથે અન્ય કોમના લોકોને પણ પૂ‚ં માન, ન્યાય અને મિત્રતા આપવી જોઈએ, જેવું આપણા ન્યાગાનોએ કર્યુ હતું. દાદાર અહુરા મઝદા પારસી/ઈરાની જરથોસ્તી કોમના દરેક સભ્ય પર તેમના દિવ્ય આશિષો વરસાવે તથા સમસ્ત માનવ સમુદાયને પણ આ આશિષો પ્રાપ્ત થાય! આમીન!

વડા દસ્તુરજી પેશોતન મિરઝાંને

વડા દસ્તુરજી ખુરશેદજી દસ્તુરની શ્રધ્ધાંજલિ

Similar Posts

  • ‘યુ’ એ ઉજવેલા ડબલ સાલ મુબારક

    તા. 11મી સપ્ટેમ્બરની રળિયામણી સાંજે 6.30 કલાકે સર જે. જે. સ્કુલ, ફોર્ટના હોલમાં જાણીતી સંસ્થા યુએ પારસી નવાં વરસની તેમજ યુની 74મી સાલગ્રેહ ઉજવી હતી. જાણીતા સંગીતકાર વિરાફ દારૂવાલા અને એમના સાથી કલાકારોએ એક સુંદર કાર્યક્રમ રજૂ કર્યો હતો. પ્રેક્ષકગણમાં કોમ-પરકોમની ઘણી જાણીતી વ્યકિતઓએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં ભાઈ વિરાફે પુરાની ફિલ્મોના જાણીતા પરંતુ…

  • એકબીજાને ગમતાં રહીએ!

    અરે સાયરસ, કાલે સાંજે રોશનભાભીને જવેલરીની દુકાનની અંદર જતા મેં જોયા, આવી વિકટ પરિસ્થિતિમાં પણ તું સોનુ ખરીદે છે? અરે નવીન, તારી જોવામાં કંઇક ભૂલ થતી હશે. ના સાયરસ 99% સંગિતા ભાભી જ હતા. મેં ત્યારે વાત ને ઉડાવી દીધી. પણ વાતની ગંભીરતા સમજી તેના મૂળ સુધી જવાનો મેં ઘરે પહોંચી પ્રયત્ન કર્યો. રોજના નિયમ…

  • સુખ, દુ:ખ સમાન જેવા એટલે શું?

    ડોક્ટર સાહેબ ફરામરોઝ સોરાબજી ચીનીવાલા લખે છે કે જયારે અંગ્ર જાય અને સ્પેન્તી આવે, હમેશ્ગી આવે, સુખ દુખ સમાન જેવા લાગે તેવી ગતી આવે, ફીકરના ખોરાક ઉપર તનદરોસ્તી મેળવવાની ગતી આવે, બધુંજ ગમે – બધાંનેહ ચાહું એવી સામાન્ય ગતી આવે, ત્યારે ત્યાં હદ-માંથ્ર યસ્ની ગતીના રથવ્ય દોરો થાય છે (અહુનવદ ગાથા, હા 29, ડો. સાહેબ…

  • શેરિંગ ઈઝ કેરીંગ

    ‘એક દિવસ, શિરડીના સંત સાંઈ બાબાએ 7 વિવિધ પ્રકારના અનાજ પીસવાનું શરૂ કર્યું. તે ફક્ત 7 દાણા હતા પરંતુ તેમાંથી ભરપુર લોટ નીકળ્યો. તેમના અનુયાયીઓ ખુશ થઈ ગયા અને ગામની મહિલાઓ આશ્ચર્યચકિત થઈ ગઈ કે શું બાબા તેમને તેમના ઘરો માટે થોડો લોટ આપશે? પછી બાબાએ તેમને બોલાવ્યા અને બધાને થોડો લોટ આપ્યો. ત્યારબાદ તેમણે…

  • જરથોસ્તી સંત દસ્તુરજી જમશેદજી સોરાબજી કુકાદારા

    સંત પુષ જમશેદજી સોરાબજી કુકાદા‚નો જન્મ સુરત ખાતે રોજ જમીઆદ, માહ આવા ય.ઝ. ૧૨૦૦ના રોજ થયો હતો. એમનું મરણ મુંબઈ ખાતે રોજ બહેરામ, માહ ફરવર્દીન, ય.ઝ. ૧૨૭૦ના રોજ થયું હતું. જીવનના ૪૨ વર્ષ મુંબઈની કપાવાલા અગિયારીના પંથકી તરીકે ગાળ્યા હતાં. સાદું, સંયમી અને શિસ્ત ભર્યુ જીવન જીવી જનાર દસ્તુરજી શાકાહારી હતા. દિવસમાં એક વાર ખીચડી-ઘીનું…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    04 June – 10 June 2022

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 25મી જૂન સુધી ચંદ્રની દિનદશા ચાલશે. તમારા પોતાના અગત્યના કામ પુરા કરવામાં જરાય આળસ નહીં કરો. નાણાકીય બાબતમાં મુશ્કેલી નહીં આવે. ચંદ્રની કૃપાથી મુસાફરી કરી શકશો. તમારા મનની વાત બીજાને કહી શકશો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો. શુકનવંતી તા. 05,…