ધ ઝોરાસ્ટ્રિયન ડ્રામેટિક સોસાયટી

મરહુમ ખોરીના ‚સ્તમ સોહરાબના ખેલને આધારે એ આખો ખેલ લખ્યો હતો, મગર તે તમામ ખેલ બેતબાજી અને ઉંચી કીસમના ગાયનોથી મઢી લીધો હતો. ઉંચી કીસમના ગાયનોનો ઉપયોગ કરવાની ફરજ એટલા માટે પડી હતી કેમ કે મરહુમ દાદાભાઈ ઠુઠીએ ઉર્દુ ઝબાનમાં અલાદીનનો ઓપેરા રચી વિકટોરિયા કલબ પાસે તે સ્ટેજ કરાવ્યો હતો, અને પોતે તેમાં અબનેઝાર-જાદુગરનો ભાગ ભજવતા હતા! દાદાભાઈનો તે દેખાવ દમામદાર હતો, તેવરનું કદાવર કદ અને ગાયન ગાવાની સઘળી ઢબછબ અને અવાજે, લોકો ઉપર જબરી અસર કરી હતી. એ નાટકમાં દાદાભાઈએ સઘળા ગાયનો ચૂંટી ચૂંટીને ઉસ્તાદીથી મુકયાં હતાં, અને તે સઘળા તે વખતના લોકપ્રિય મુનશી રોનકે જોડયા હતા. હવે જ્યારે અલાદીન જેવો ધરખમ ઓપેરા ઉંચી કીસમના ગાયનો સાથે રજૂ થતો રહે, ત્યારે આ અદના સેવકને હાથે રચાયલો એક ઓપેરા, નજીવી અને સહેલી રાહ ઉપર રચાય, તે લોકોને કેમ પસંદ પડવાના હતા, એવો મને શક પડયો હતો! આ અને એવા જ બીજા સબબને લીધે ‚સ્તમ-સોહરાબનો ઓપેરા, વિકટ રાગોવાળી નવી નવી ચીજો ઉપર મેં જોડયો હતો અને તે આ ઝોરાસ્ટ્રિયન ડ્રામેટિક સોસાયટીના સારે ભાગ્યે મળી આવેલા કેળવાયેલા જરથોસ્તી ખેલાડીઓએ ભજવ્યો હતો.

મરહુમ ખેલાડી બેરામજી કલેકટરે, એ ખેલમાં ગુરગીનનો ભાગ, ઘણી જ સિફતભરી રીતે રજૂ કીધો હતો અને તે એક રમૂજનું અચ્છું સાધન થઈ પડયું હતું. વળી મરહુમ બેરામજી કાત્રકે, પહેલવાન વઝીરનો ભાગ ભજવી, લોકની પ્રશંસા મેળવી હતી. પેસ્તનજી કાંગા પાદશાહ કૈકાઉસ થયા હતા અને મરહુમ ‚સ્તમજી બામજી, અફરાસિયાબ વઝીરના પહેલવાન હોમાન બની, એવાં તો કરતૂકભરી રીતે પોતાના પાખંડ સોહરાબ ઉપર ચલાવી તેને ભંભેર્યો હતો કે ‚સ્તમ બામજી, હોમાન તરીકે સ્ટેજ ઉપર જેવો દાખલ થતો હતો, જેવો જ લોકો તેને હડધૂત-શેમ-શેમના પુકારોથી વધાવી લેતા હતા! ‚સ્તમ બામજી ખેલાડી તરીકે ગોયા એક બેધારી તલવાર હતી કેમ કે જેમ તે ગંભીર પ્રકારનાં પાત્રો અસરકારક રીતે રજૂ કરતો હતો, તેમ જ હાસ્યરસ પાર્ટ પણ તે તેટલી જ સરસ રીતે કરતો હતો.

રતાઈ મદમનો ફારસ:

જેમ બીજી ત્રીજી કલબોના મદદગારો, તેઓને ઉત્તેજન આપવા તૈયાર થઈ ગયા હતા. તેમ આ ઝોરાસ્ટ્રિયન ડ્રામેટિક સોસાયટીને ઉંચકી આપનાર કોઈ હતું નહીં. અંતે ખેલની છેવટે એક સંસારી ફારસ કરાવવા, મરહુમ પેસુ પેટ્રીજ પોતાનો લખેલો રતાઈ મદમનો ફારસ આપવા તૈયાર થઈ ગયો હતો! તે તપાસી જોઈ અંતે કાંઈક ફેરફારો સાથે કરવાની તૈયારી કીધી હતી. એ ફારસમાં એક મોબેદ કાંઈક રમૂજી પાત્ર રજૂ કરતો હતો. લોકલાગણી ફારસ જોવા વિશેષ હતી. એ ફારસમાં ‚સ્તમ બામજીએ પોતાની મરજીથી મજકૂર મોબેદનો પાર્ટ ભજવ્યો હતો, મગર તેમાં ઉલટ અને ઉમંગથી દોરાવાઈ જઈ ‚સ્તમ બામજીએ એવો તો કાંઈક છબરડો કીધો હતો. કે કોટની બજારગેટ સ્ટ્રીટના દાદાઓની પાર વગરની ખફગી, ‚સ્તમે તેમ જ આ ઝોરાસ્ટ્રિયન ડ્રામેટિક સોસાયટીએ ખેંચી લીધી હતી! આ ‚સ્તમજી બામજીએ તે વખતની નાટકી ચળવળોમાં પોતાની જવાનીના જોમમાં એવાં એકાદ બે પરાક્રમો કીધા હતા.

 (વધુ આવતા અંકે)

Similar Posts

  • હસો મારી સાથે

    બસમાં યુવતી આવીને ઉભી રહી એટલે પાસેની બેઠક પરથી યુવાન ઉભો થવા ગયો. યુવતીએ કહ્યું: ‘બેસી રહો ઉઠવાની જરૂર નથી. મારે તમારો ઉપકાર નથી જોઈતો. બેસી જાવ. ‘પણ બહેન મારૂં ઉતરવાનું સ્ટોપ આવ્યું છે, મારે ઉતરવુંજ પડશે.

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    18 May, 2019 – 24 May, 2019

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 25મી જૂન સુધી ચંદ્ર જેવા શાંત ગ્રહની દિનદશા ચાલશે તેથી તમારા બધાજ કામો સારી રીતે કરી શકશો. પ્લાન બનાવીને કામ કરશો. મનગમતી વ્યક્તિ તરફથી સારા સમાચાર જાણવા મળશે. નવા કામ કરી શકશો. નાની મુસાફરી કરી શકશો. ઘરવાળાના મદદગાર થશો. દરરોજ 101નામ ભણી…

  • ફરોકશીની પ્રાર્થના

    ફરોકશીની પ્રાર્થનાનો હેતુ મૃતકોના ફ્રવશીઓને યાદ કરવા, બોલાવવા અને તેમને માન આપવાનોે છે. આફ્રિંગનની જેમ, તે સામાન્ય રીતે ફળો, ફૂલો, દૂધ, વાઇન અને પાણી જે આતશને ચઢાવવામાં આવે છે. ફ્રવશી એ પદાર્થમાં રહેલી શક્તિ અથવા આધ્યાત્મિક સાર છે, જે તેને વધવા માટે સક્ષમ બનાવે છે. તે દરેક વસ્તુમાં સહજ ભાવના છે, નિર્જીવ અથવા સજીવ, જે…

  • જરથુસ્ત્ર: માનવજાતના મસીહા

    અહુરા મઝદાએ મહાન જરથુસ્ત્રને સમગ્ર માનવજાની ઉપર મુકયા. તેઓએ ચમકીલા-ગૌરવશાળી તિશ્ટ્રયની જેમ જ જીવનના પથ પર દીવાદાંડી સમાન કાર્ય કર્યુ. તેઓએ હમેશા સત્ય સચ્ચાઈ અને ભલાઈનો જ રાહ લીધો. જરથુસ્ત્રે ધ્રુવના તારા સમાન માનવની શોધ છે. તેઓ માનવીના જીવનના પ્રકાશ સમાન છે. તેઓ સતત પ્રભાવ પાથરીને ઉજાસને વધારે છે. તેઓ આનંદ-શાંતિ-આશા અને જીવનનો શાશ્ર્વત બોધ…

  • હસો મારી સાથે

    બસમાં આંખ બંધ કરીને કેમ બેઠા છો? તબિયત બરાબર નથી? તબિયત બરાબર છે પરંતુ બસમાં વૃધ્ધો અને સ્ત્રીઓને ઉભેલા હું જોઈ શકતો નથી. *** ડોકટર સાહેબ અબજારમાં મળતાં મીઠાઈ, ફરસાણ ખાવામાં કાંઈ વાંધો ખરો? ડોકટર: નારે મારા જીવનનો આધાર તો એ જ છે. *** તમે નાટકના અભિનેતા હોવા છતાં શાકાહારી રહ્યા એ નવાઈ કહેવાય! એમાં…

  • હસો મારી સાથે

    શિક્ષક: ઈગ્લીંશ સ્કુલમાં ચિંટુ, મને વોટરનો કેમિકલ ફોર્મ્યુલા કહે. ચિંટુ: એચ, આઈ, જે, કે, એલ, એમ, એન, ઓ… શિક્ષક: આ શું બકે છે? ચિંટુ: સાહેબ, ગઈ કાલે તો તમે જ કહ્યું હતું ‘એચટુઓ’.