શિરીન

‘શું બોલ્યો?’

ને બીજી ઘડીએ તો ફિરોઝ ફ્રેઝર એક વાઘની અદાએછ સામ તલાટીના આંગ પર ધસી જઈ તેને ગળચીમાંથી પકડી લીધો, કે પોતાનાં જાન માટે તરફળિયાં મારતો તે જેમ તેમ દમ ભરતો બોલી પડયો.

‘મને…મને છોડ, ને ફિરોઝ ફ્રેઝર હું…હું તને બધી ખરી વાત જણાવીશ.’

‘તું બોલેબોલ જૂઠો હોવાથી મને તારી વિગત જાણવીજ પથી, સામ તલાટી.’

ને તે જ ઘડીએ મોલી કામા તેઓને શોધતી ત્યાં આવી લાગી કે સભ્યતાને ખાતર ફિરોઝ ફ્રેઝરે તેને છોડવો જ પડયો.

મોલી કામાના કટોકટ ઘડીએ ત્યાં આવ્યાથી સામ તલાટીને વધુ જ હિંમત આવી ગઈ ને તેને તુમાખીથી જણાવી દીધું.

‘હવે મોલી પોતે અત્રે હોવાથી તું તેણીને પૂછી શકશે, ને ફિરોઝ ફ્રેઝર આજે મેં મારી આંખોએ તેણીને કોઈ લોફર જેવા મરદ સાથ એક ખાલી ઘેરમાંથી બહાર નીકળતાં જોઈ ને તું ધારેછ એટલી કંઈ તેણી નિર્દોષ નથી.’

‘મોઢું સંભાળીને વાત કરજે સામ તલાટી.’

‘હું સોગંદથી ખ‚ં છે તે કહું છું. ને જો એ શિરીન વોર્ડને તારાથી છુપાવ્યું હોય તો તેણી તુંને ઠગી રહીછ, ફિરોઝ ફ્રેઝર.’

એ સાંભળી ફિરોઝ ફ્રેઝરનો ચહેરો હદથી જયાદા રાતો મારી જઈ, હોઠો બીદી તેને ઝનૂનથી કહી સંભળાવ્યું.

‘ફકત એક લેડીનું માન હું હાલમાં જાળવી રહ્યોછ, કારણ મીસ કામાન હાજરીમાં હું તારા જેવા હલકટના દીલ પર આવી શકતો નથી. નહીં તો સામ તલાટી તારો તોટો પીસી તારા હાડકાનો ખુરદે ખુરદો હું હમણાં કરી નાંખતે.’

કે એ સાંભળી સામ તલાટીએ પણ તુચ્છકારથી જણાવી દીધું.

‘ફિરોઝ ફ્રેઝર, તું મને હમણાં જુઠો માનેછ પણ જ્યારે કુધ તું પોતે તારી આંખોએ તેઓને સાથે જોય, ત્યારે મને યાદ કરી તારાં મનમાં જ વિચારી લેજે કે એ તારી શિરીન વોર્ડન કેટલી બધી ઈનોસન્ટ છે તે.’

‘ભવિષ્યમાં કંઈબી બોલે તો ખૂબ સંભાળીને બોલજે, સામ તલાટી.’

ને પછી મોલી કામાને એક નમન કરી ઝપાટાબંધ ફિરોઝ ફ્રેઝર ત્યાંથી વિદાય થઈ ગયો.

અલબત્ત, સામ તલાટીએ કહેલો એકબી બોલ તે માની શકયો જ નહીં કારણ સર્વને માહિત હતું કે કેટલો બધો જૂઠો, નીચ ને બદમાશ મરદ હતો.

ને બીજીબી એક ચીજ ફિરોઝ ફ્રેઝરને ખબર હતી કે સામ તલાટી ઘણાં વરસોનો પોતાની મીઠી શિરીનનાં પ્યારમાં હોવાથી ફકત અદેખાઈને માર્યો તેણી સામે જુઠા તહોમત મૂકીને ‘ડરબી કાસલ’ના શેઠને ઉશ્કેરી મુકવા માંગતો હતો.

અને બીજી ઘડીએ ફિરોઝ ફ્રેઝરે તે વાત પોતાનાં મનમાંથી કહાડી નાખી, કલબનાં બીજા મેમ્બરો સાથ ભળી પણ ગયો.

પણ અફસોસ, તે છતાં ને તે જ ઘડીએ વહેમનાં એક નાના કીડાએ ફિરોઝ ફ્રેઝરનાં જિગરમાં પ્રવેશ લઈ પોતાની જગ્યાં ત્યાં લઈ લીધી.

આતવારનો તે દિવસ પણ આવી પુગો કે જે શિરીન વોર્ડનનાં જીવનનાં તખતા ઉપર સર્વથી નેહસ્ત તરીકે લખાઈ ચૂકો.

ફિરોઝ ફ્રેઝર ને સામ તલાટીની મુલાકાતને પણ વચ્ચે ચાર દિવસ પસાર થઈ ગયા, ને તે દરમ્યાન શિરીન વોર્ડન પોતાનાં વહાલાને ખાસ એકાંતમાં મળી શકીજ નહીં.

સેનચરી કલબની મીટીંગનાં બીજે દિવસે ફિરોઝ ફ્રેઝર પોતાનાં અગત્યનાં કંઈ કામસર માયસોર ઉપડી ગયો ને છેક આતવારની સવારે પાછો બેંગ્લોર આવી પુગ્યો.

શિરીન વોર્ડન પણ તે દરમ્યાન સાંજના પોતાની બે કલાકની છૂટીમાં પોતાના વહાલાઓને ‘વોર્ડન વિલા’માં મળી આવતી. એક સાંજે ફરી ઘણે વખતે તેણી તે ટેકરી ઉપર આવેલાં ‘દુ:ખીઓના મંદીર’ની મુલાકાતે જઈ પૂગી.

તેણીને ઘણે દિવસે ને આટલી ખુશાલ જોતાં તે ગુ‚જી પણ પહેલાં એક પળ વિચારમાં પડી ગયા, પછી તેમને પૂછી લીધું.

(ક્રમશ)

Similar Posts

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    13 November – 19 November 2021

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 25મી ડિસેમ્બર સુધી ધર્મના દાતા ગુરુની દિનદશા ચાલશે. ગુરુની કૃપાથી હાલમાં તમારા ધનને સારી જગ્યાએ વાપરવામાં સફળ થશો. ગુરુની કૃપાથી લીધેલા કામને પૂરા કર્યા વગર મુકશો નહીં. ઘરમાં વડીલવર્ગને માન પાન આપવાથી તેમના આર્શિવાદ મેળવશો. હાલમાં ‘સરોશ યશ્ત’ ભણજો. શુકનવંતી તા. 14…

  • ડબ્લ્યુઝેડસીસીની 2020ની ગ્લોબલ કોન્કલેવ

    આપણા સમુદાયની સેવા માટે જાણીતા વૈશ્ર્વિક સ્તરે પ્રખ્યાત ડબ્લ્યુઝેડસીસી – વલ્ડ જરથુસ્તી ચેમ્બર ઓફ કોમર્સ તેના 4-દિવસીય (2 જાન્યુઆરીથી 5, 2020 સુધી) 19 વર્ષ પૂરા થયાની ખુશાલીમાં મહારાષ્ટ્રના લોનાવલામાં ‘ગ્લોબલ કોન્કલેવ 2020’ની ઉજવણી થઈ હતી. લગભગ 200 સભ્યો અને અતિથિઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. બીજે દિવસે નવસારીના વડા દસ્તુરજી, કેકી રાવજી મેહરજીરાણાની આગેવાની હેઠળ…

  • શિરીન

    તે બેટો પોતાની નજર નીચે જમીન પર રાખી, પોતાના હાથની અદબવાળી કશું જ બોલી શકયો નહીં કે ફરી તે માતાએજ ઝનુનથી બોલવા માંડ્યું. ‘દીકરાના આવા બાદશાહી મહેલ કરતા મારા ગરીબડા ધણીની ઝુપડીમાં હું ઘણી સુખી હતી, કારણ ત્યાં માન ને ઈજ્જત હતા.’ ને પછી તે માતા વધુ બોલી શકીજ નહીં. એકદમ હાર્ટમાં દુખાવો થઈ આવી…

  • પેશાબ વેળા બળતરા

    ઘણી વ્યકિતઓને પેશાબ વેળા પેશાબની જગ્યાએ બળતરા થાય છે અને પેશાબ પણ ખૂબ ગરમ-ગરમ આવે છે. પેશાબ વેળા બળતરાની ફરિયાદ લાંબા દિવસો સુધી સહી ન શકાય તેવી અને તાત્કાલિક ઉકેલ માગે તેવી હોય છે. વરિયાળી અને સાકરનું સમભાગ ચૂર્ણ બનાવી તે જ દિવસમાં ચારેક વાર ચાવી-ચાવીને સેવન કરવાથી પેશાબ વેળા બળતરા અને સાથે મૂત્રાવરોધની ફરિયાદ…

  • બેજનની બાનુ મનીજેહ

    બેજનનો અ વિલાપ અને જારી ખોદાતાલાએ સાંભળી તેની ઉપર મેહર કીધી. પીરાન વજીરનું તે જગ્યાએ આવવું થયું. તેણે કોઈને ફાંસી ચઢાવવાની તૈયારી જોઈ પુછયું કે ‘પાદશાહની ઈતરાજી કોણ પર ઉતરી છે? કસરેવજે જવાબ આપ્યો કે ‘આ બેજન છે, કે જે તુરાનના શાહનો દુશ્મન છે.’ એ સાંભળી પીરાને ઘોડાને એડ મારી અને તુરત બેજન આગળ આવ્યો,…

  • બહમન મહિનાનું સ્વાગત – શાણપણની ઉજવણી

    બહમન (પહલવી વહમન)નો પવિત્ર મહિનો શરૂ થઈ ગયો છે. અવેસ્તામાં, બહમનને સંસ્કૃત વાસુ માનસની જેમ વોહુ (સારા) મન તરીકે ઓળખવામાં આવે છે. વોહુ મન દ્વારા જ શાણપણ પ્રાપ્ત કરી શકાય છે. તેથી, બહમનના આ પવિત્ર મહિનામાં ચાલો શાણપણની ભાવના અથવા સાર ઉજવીએ. અહુરા મઝદા દ્વારા બનાવવામાં આવેલ બ્રહ્માંડની પ્રકૃતિ એવી છે કે તે ન તો…