શાહનામાની સુંદરીઓ

જાલેજરની બાનુ રોદાબે

છુપામાંથી તેણે ગુપચુપ રીતે એમ જાહેર રીતે પેદા કર્યુ છે. બુલંદ આસમાનમાંથી તું આ સખુનનો વિચાર કરશે, તો જોશે કે એજ રીતે દુનિયાની પેદાયશ છે. જમાનો માણસ જાતથી આરાસ્તે થયો અને સઘળી ચીજો તેનાથી કિમતી બની. અગર જો જહાનમાં જોડું ન હતે તો શક્તિ છૂપી પડી રહેતે. વળી જોડાં વગર એક જવાન મર્દ ખોદાતાલાની દીન બરાબર પાળી શકે નહીં. વળી એક માણસ બુજોર્ગ તોખમનો હોય, પણ જોડાં વગર (એટલે બાયડી યા ખાવિંદ) વગર તે નહીં મળતાવડા સ્વભાવનો થાય. એક જહાન પહેલવાન ફરજંદથી રોશન રવાનનો થાય તેના કરતાં બીજું નેક શું હોય? જ્યારે માણસનો જવાનો (યાને મરવાનો એટલે બુઢાપો) વખત આવે, ત્યારે ફરજંદથી તેનો નવરોજ (નવો દહાડો) જાણે પાછો આવે છે. દુનિયામાં ફરજંદથી નામ રહે છે, કે ‘ફલાણો જાલનો છોકરો છે અને ફલાણો સામનો છોકરો છે. તેનાથી (એટલે ફરજંદથી) તાજ તખ્ત સિંગાર પામેલું રહે છે. તેનું (બાપનું) નામ જાય છે, પણ એનું (દીકરાનું) નસીબ  ચાલુ રહે છે. હવે હાલ એ સઘળો મારો અહેવાલ છે. એ બીના મારા બાગનાં ગુલ અને નરગેસ (મીસાલ) છે. મારૂં દીલ ઉઠી ગયું છે અને અકકલ જતી રહી છે. માટે કહો કે તેનો ઈલાજ શું છે? જ્યાં સુધી આ બાબતનો મને ઘણો ગમ લાગ્યો નહીં અને મારા મગજ અને મનમાં ઘણું ઓછું આવ્યું નહીં, ત્યા સુધી મે કાંઈ તમુને કહ્યું નહીં. મહેરાબના મહેલમાં મારી મહેર સઘળી લાગી છે. તેની જમીન મારે મનથી ફરતાં આસમાન માફક છે. મારૂં દિલ સીનદોખ્તની બેટીએ જીતી લીધું છે. તમો શું કહો છો? શું સામ એ કબૂલ કરશે? વળી જ્યારે મીનોચહેર પાદશાહ એ વાત સાંભળશે, ત્યારે તે મારા ભાગ પર એ જવાનીનો ખ્યાલ વિચારશે કે ગુનાહ વિચારશે? શું મોટાઓ કે નાનાઓ જ્યારે પોતા માટે જોડું શોધે છે, ત્યારે તેઓ દીન અને રિવાજના ફરમાવવા મુજબ કામ કરે છે. દાનવ આદમીએ એ બાબે કજીયો કરવો નહીં જોઈએ, કારણ એ દીનનો રાહ છે અને એમાં શરમ જેવું કાંઈ નથી. ત્યારે તમો મારા દુરઆગાહ મોબેદો આ બાબે શું કહો છો? દાનવો આ બાબતમાં શું પરિણામ જુએ છે.

જાલના આ સખુનો સાંભળી, મિજલસમાં મોબેદો અને દાનવો ચુપ રહ્યા, કારણ કે તેઓ જાણતા હતા કે મેહરાબનો વડવો જોહાક હતો અને તેથી મીનોચેરશાહને જાલ અને રોદાબેની શાદી પસંદ પડશે નહીં. સઘળાઓને ચુપ જોઈ જાલે જાણ્યું કે તેઓને આ વાત બરાબર પસંદ પડતી નથી. તેણે તેઓને કહ્યું કે ‘આ બાબતમાં શું કરવું તે બાબે તમો મને ઈલાજ સૂચવો.’ તેઓએ કહ્યું કે ‘મહેરાબ જો કે તારો બરોબરીઓ નથી, તો પણ તે બહાદુર અને શક્તિવાન છે. જો કે તે જોહાકના ટોળાનો છે, તો પણ તે આરબોનો સરદાર છે માટે તું સામ ઉપર કાગળ લખશે અને શાહ સામનો સખુન કરશે.’

આ સલાહ માન્ય કરી જાલે પોતાના બાપ સામ ઉપર કાગળ લખ્યો અને તેમાં તેની કેટલીક તારીફ કરી પોતાની હકીકત જણાવી, કે, ‘હું મહેરાબની બેટીની(મહોબત)થી રડતો થયો છુ અને જાણે રોશન આતશ ઉપર બળતો થયો છું. અંધારી રાતના સેતારાઓ મારા યાર થઈ પડયા છે (એટલે રાત્રે ઉંઘ આવતી નથી અને તારાઓને જોયા કરૂં છું) મારી હાલત દરિયાના કિનારા જેવી થઈ પડી છે (એટલે મહોબતના દુ:ખના મોજાઓ મારી ઉપર માર પડે છે) હું પોતે રંજમાં આવી પડયો છું અને સઘળા લોકો મારી હાલત પર દયા કરી રડે છે. જો કે મારા દિલ ઉપર આટલો સેતમ પડે છે તો પણ તારા ફરમાન વગર હું કાંઈ પણ કરવા માંગતો નથી. હવે તું જેહાન પહેલવાન શું ફરમાવે છે? તું આ દરદ અને સખ્તીથી મારા રવાનને છોડવ.’ જાલેજરે પોતાના બાપને વધુ યાદ આપી કે જ્યારે અલબુર્ઝ પહાડ પરથી સીમોર્ગ પાસેથી તેણે તેને કબજામાં લીધો હતો, ત્યારે ખોદાતાલા હજૂર કબૂલાત આપી હતી કે પોતે તે ફરજંદની જેબી કાંઈ ખાહેશ હશે તે બર લાવશે. તેથી જાલે બાપ પાસે માંગી લીધુ, કે તેની મહેરાબની બેટી સાથે પરણવાની હાલ જે ખાહેશ છે તે બર લાવવી.

(વધુ આવતા અંકે)

Similar Posts

  • દુઆ નામ સેતાયશ્ની

    આપણે 2019ની છેલ્લા દિવસોની સફર કરી રહ્યા છે. ચાલો આપણે આપણું દૈનિક ફરજીયાત પૂર્ણ કરવા માટે અંતિમ પ્રાર્થનાથી પ્રારંભ કરીએ (ફરજિયાત દૈનિક પ્રાર્થના પાઠ) ‘દુઆ નામ સેતાયશ્ની’. હું પ્રાર્થના કરૂં છું કૃપાળુ, ક્ષમા કરનાર અને પરમ કૃપાળુ ભગવાન અહુરા મઝદાને આનંદની મહિમા આપું છું. અહુરા મઝદાના પવિત્ર નામની પ્રશંસા જે કાયમ હતો, કાયમ છે અને…

  • ઈરાનનું પ્રાચીન આતશગાહ બાકુ ફાયર ટેમ્પલ

    અઝરબૈજાનની રાજધાનીમાં સ્થિત આતશગાહ બાકુ ફાયર ટેમ્પલ, કુદરતી ગેસ વેન્ટ પર બાંધવામાં આવ્યું હતું, અને તેનું નિર્માણ 17મી સદીના અંતમાં અને 18મી સદીની શરૂઆતમાં કરવામાં આવ્યું હતું. જો કે, એવા પુરાવા છે કે એક વખત આ સ્થળ પર એક જૂનું મંદિર હતું. આતશગાહ બાકુ ફાયર ટેમ્પલની રસપ્રદ વિશેષતા એ છે કે પારસી, હિંદુઓ અને શીખો…

  • કર્મના નિયમો

    કર્મ માફ નહીં કરે અચાનક હોસ્પિટલમાં એક એક્સીડેન્ટ કેસ આવ્યો. ડોક્ટરે સાહેબ તાત્કાલિક આઈસીયુમાં આવી એક્સીડેન્ટ કેસની જાતે તપાસ કરી. સ્ટાફને કિધુ આ વ્યક્તીને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડવી જોઇયે. રૂપિયાની લેવડ દેવડની વાતો તેમનાં પરિવાર સાથે કરવી નહીં. પંદર દિવસના રોકાણ પછી બિલ ડોક્ટર સાહેબના ટેબલ ઉપર આવ્યું. ડોક્ટરે બેલ મારી એકાઉન્ટ મેનેજરને…

  • શુધ્ધતા અને સંપૂર્ણતા એટલે ખોરદાદ

    જરથોસ્તી કેલેન્ડર પ્રમાણે ખોરદાદ એ ત્રીજો મહિનો છે જેનો અર્થ થાય છે શુધ્ધતા અને સંપૂર્ણતાના આશિર્વાદો. ખોરદાદ એ  શુધ્ધ પાણીના પ્રાયોજક સાથે સંપૂર્ણતાની ગુણવત્તાનું પ્રતિનિધિત્વ કરે છે. ખોરદાદ અને અમરદાદ માનવજીવનના અંતિમ ધ્યેયનું પ્રતિનિધિત્વ કરતા બે ખ્યાલો – સંપૂર્ણતા અને અમરત્વ. ખોરદાદ યસ્તમાં, ખોરદાદ સંદર્ભિત એમ કહેવામાં આવે છે કે બધીજ ઋતુઓ સમયસર આવે. બીજા…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    10 July – 16 July, 2021

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. મંગળની દિનદશા ચાલુ હોવાથી તમે સ્વભાવમાં ખુબ ચિડીયા થઈ ગયેલા હશો. નાની બાબતમાં ગુસ્સો આવશે. તમારા દુશ્મનો તમને ખોટા પાડશે. તમારી આવક કરતા ખર્ચ વધુ થતા પરેશાન થશો. મંગળને કારણે ભાઈ બહેન વચ્ચે મતભેદ પડશે. વાહન સંભાળીને ચલાવજો એકિસડન્ટ થવાના ચાન્સ છે….

  • Your Moonsign Janam Rashi This Week –
    14 April, 2018 – 20 April, 2018

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. સુર્યની દિનદશા ચાલુ થયેલી છે તેથી 4થી મે સુધીમાં સરકારી કામમાં સફળતા નહીં મળે. બેકીંગ જેવા કામમાં સંભાળજો. વડીલ વર્ગની તબિયત અચાનક બગડી જશે. તમારા અંગત કામો કરવામાં મુશ્કેલી આવતી રહેશે. સારી ખબર આવશે તેવી આશા રાખતા નહીં. ઘરનું વાતાવરણ સારૂં નહીં…