કથા ગણેશ ચતુર્થીની

ભારતીય સંસ્કૃતિમાં હિંદુઓ નવા કાર્ય સરખી રીતે પૂરાં થાય તે માટે સૌ પ્રથમ શ્રી ગણેશની વંદના કરે છે. માટે કોઈ પણ કાર્યની શરૂઆત શ્રી ગણેશની પૂજાથી શરૂ થાય છે.

શ્રી ગણેશ પૂજા ખૂબ જ મહત્વપૂર્ણ અને કલ્યાણકારી છે. ભલે તે કોઈ કાર્યની સફળતાને માટે કે પછી સમૃધ્ધિને માટે કે પછી અચાનક જ કોઈ સંકટમાં પડેલ દુ:ખોના નિવારણ માટે હોય. અર્થાત જ્યારે ક્યારેક કોઈ વ્યક્તિને કોઈ અનિષ્ટની આશંકા હોય કે પછી તેને વિવિધ શારીરિક કે આર્થિક કષ્ટ ઉઠાવવા પડી રહ્યા હોય તો તેણે શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક કોઈ યોગ્ય અને વિદ્વાન બ્રાહ્મણના મદદથી શ્રી ગણેશની આરાધના અને પૂજન કરવુ જોઈએ.

આ વર્ષે ગણેશ ચતુર્થી 13મી સપ્ટેમ્બર 2018ના રોજ આવે છે જેને ગણેશ ચતુર્થી,  તરીકે ઉજવવામાં આવે છે. આ દર વર્ષે ભાદરવા મહિનાની શુક્લ ચતુર્થીના રૂપમાં ઉજવવામાં આવે છે. ચતુર્થી તિથિના રોજ શ્રી ગણેશની ઉત્પત્તિ થઈ હતી.

કહેવાય છે કે ભગવાન શિવ સ્નાન માટે હિમાલયથી ભીમબલી નામની જગ્યાએ ગયા. આ તરફ પાર્વતીએ પોતાના ઉબટનમાંથી એક પૂતળુ બનાવી તેમા પ્રાણપ્રતિષ્ઠા કરી તેનું નામ ગણેશ રાખ્યું અને તેને ગુફાની બહાર બેસાડી દીધા. થોડા સમય બાદ ભગવાન શંકર આવ્યા તો તેમને ગણેશે અંદર જતા અટકાવ્યા. આથી ભગવાન શંકર ક્રોધિત થયા અને ગણેશનું માથું કાપી નાખ્યું. પાર્વતી શિવને આ કરતા જોઈ દંગ રહી ગયા.

જ્યારે શિવે સમગ્ર વાત કહી સંભળાવી તો પાર્વતી વિલાપ કરવા લાગી અને બોલી કે તે તો મારો પુત્ર હતો. હવે તમે કેમેય કરીને મારા પુત્રને જીવીત કરો. ભગવાન શંકર ધર્મસંકટમાં પડી ગયા, આ તો પ્રકૃતિ વિરુદ્ધનુ કાર્ય છે. બરાબર તે જ સમયે એક હાથણીને પ્રસવ થયો હતો. શંકરજીએ તે હાથણીના બચ્ચાનું માથું કાપીને ગણેશને લગાડી દીધું. આ રીતે ગણેશજીનો પુર્નજન્મ થયો.

આ ઘટના ભાદરવાની શુકલ ચતુર્થીના દિવસે બની. આથી આ દિવસથી ગણેશજીનું વ્રત શરૂ કરવાનું મહત્વ છે. આ દિવસે લોકો ઘરમાં ગણપતિની મૂર્તિ લઈ આવે છે અને 11 દિવસ તેમની પૂજા કરી આ વ્રત કરવામાં આવે છે. લગભગ બધા જ હિન્દુઓ આ તહેવારને મનાવે છે. ગલી ગલીઓમાં પણ માંડવા બાંધી ગણેશની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે. માનવામાં આવે છે કે તેમની પૂજા કરતા તમામ સંકટો

હટી જાય છે અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *