લોકપ્રિય પૌરાણિક માન્યતાઓ

માન્યતા: શાહ બહેરામ વરઝાવંદ વિશ્ર્વના તારણહાર તરીકે ભવિષ્યમાં તેમનું આગમન થશે અને સુર્વણયુગનો પ્રારંભ થશે શું આ એક પૌરાણિક કથા અથવા દંતકથા છે? આ ભવિષ્યવાણી શું છે?
હકીકત: વિશ્ર્વના તમામ મુખ્ય ધર્મો તારણહારના ભાવિ આગમનમાં માને છે. હિન્દુઓ કાલકીના સ્વરૂપમાં ભગવાન વિષ્ણુના દસમા અવતારની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે, ખ્રિસ્તીઓ બીજા ખિસ્તની, મુસ્લિમો ઈમામ મેહદીની અને યહૂદીઓને તેમના મસીહાના આગમનની અપેક્ષા છે, તેવી જ રીતે, જરથોસ્તીઓ શાહ બહેરામ વરઝાવંદના આગમનની અપેક્ષા રાખે છે.
ભવિષ્યમાં જોવું તે હંમેશા મુશ્કેલીભર્યુ છે. ઘણીવાર વાસ્તવિકતાની છબી ઝાંખી પડે છે. લેખક પોતે જ્યારે કોલેજમાં હતા ત્યારે તેમણે વડીલો થકી સાંભળ્યું હતું કે હજારવર્ષની સમયાવધીના મધ્યભાગમાં શાહ બહેરામ વરઝાવંદ આપણી વચમાં હશે. અઢારવર્ષ થઈ ગયા છે આ બાબતને અને 70-80ના દાયકા પ્રમાણે ભવિષ્યવાણીનો અર્થ 2024ની સાલ પહેલા અથવા પછી આવે ત્યાં સુધી આપણે દરેક આ જગને સુંદર બનાવવા સત્ય માટે કામ કરીએ.
માન્યતા: આપણો ધર્મ એટલો સરળ અને કાલાતીત છે. જરથુસ્ત્ર સાહેબના સંદેશા મુજબ મનશ્ની, ગવશ્ની, કુનશ્ની એટલે સારા વિચારો, સારા વાકયો અને સારા કાર્યો છે. આ છતાં વધુ જાણવાની જરૂરત કેમ છે?
હકીકત: મનશ્ની, ગવશ્ની અને કુનશ્ની જેનો અર્થ છે વિચારો, વાકયો અને કાર્યો જેને સુ નો ઉપસર્ગ લાગે છે. હુમ્ત, હુખ્ત, હવરશ્ત જેમાં હુ ને સારો ગણવામાં આવે છે. પરંતુ ગાથા કહે છે આશા એટલે સત્ય અને ઉશ્તા એટલે ખુશી જે સચ્ચાઈ અને પ્રમાણિકના રસ્તે ચાલવાના માર્ગો છે.
બીજો પ્રશ્ર્ન છે કેવી રીતે નકકી કરવું કે સારૂં શું છે?
આ જગતના મોટાભાગના ધર્મો પાસે જીવનની નીતિમત્તા છે અને તેના અનુયાયીઓ તેનું અનુકરણ કરે છે. ઉદાહરણ તરીકે, જૈન ધર્મ અહિંસાને માને છે. ખ્રિસ્તી લોકો પ્રેમ અને ક્ષમામાં માને છે અને મુસલમાનો અલ્લાની ઈચ્છા ને માને છે.
જરથોસ્તીઓ શેનાથી સંકળાયેલા છે? જરથોસ્તીઓ દાનમાં માને છે, ‘પારસી જેનું બીજું નામ સખાવત’ છે. સુખ તેમને મળે છે જેે બીજાઓ માટે ખુશી માગે છે.
ઝોરાસ્ટ્રિયનીઝમ રથેસ્થાર સાથે સારી રીતે સંકળાયેલ છે જ્યાં સારા અને ખરાબ દળોના યુધ્ધમાં દરેક પુરુષ, સ્ત્રી જવાન અને વૃદ્ધ, આધ્યાત્મિક સૈનિક હોવા જરૂરી છે.
પ્રશ્ર્ન ઊભો થાય છે, આ દુષ્ટતા શું છે? શું તેઓ વાસ્તવિક અથવા કાલ્પનિક છે? શારીરિક અથવા આધ્યાત્મિક? સદનસીબે, ઝોરાસ્ટ્રિયન ગ્રંથોમાં નોંધપાત્ર પ્રમાણમાં, દુષ્ટતાના વિવિધ સ્વરૂપો જણાવવામાં આવ્યા છે.
ભૌતિક સ્તરે પ્રદૂષણ, ભ્રષ્ટતા અને રોગોને વિવિધ દ્રુષ્ટતાના સ્વરૂપે જોવા મળે છે. ભૌતિક પ્રદૂષણનો કોઇ પણ પ્રકારના હોય છે, એક સારો જરથોસ્તી તેને દૂર કરવાનો પ્રયત્ન કરે છે. સરેરાશ પારસીઓ સ્વચ્છતા પર ભરપુર ધ્યાન આપે છે. જરથોસ્તીઓ માટે સ્વચ્છતા ભક્તિભાવનો એક ભાગ છે. જરથોસ્તીઓ માને છે કે પ્રદૂષણ મુક્ત વાતાવરણ હોય ત્યાંનું પર્યાવરણ ભક્તિભાવ અને સારી ઊર્જાથી પ્રભાવિત થાય છે જે સ્વાસ્થ્ય, સુખ, શાંતિ અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપે છે. ઝોરાસ્ટ્રિયન લખાણોમાં ક્રોધ, ઈર્ષ્યા, લોભ, ધિક્કારને દુષ્ટ દૂતો તરીકે જણાવવામાં આવ્યા છે અને તેમને પરાજિત કરવાની જરૂર છે, દરેક જરથોસ્તીઓએ આ દુષ્ટ દૂતોને ઓળખવાની જરૂર છે જે આપણે રોજિંદા જીવનમાં પાયમાલીને આમંત્રણ આપે છે તેને દૂર કરવાની જરૂર છે.
સામાજિક સ્તરોમાં અનિષ્ટ અજ્ઞાન, ગરીબી, ભૂખમરો વગેરે જોવા મળે છે. જ્ઞાન આપવા જ્ઞાન હોવું જરૂરી છે. અજ્ઞાનતા એક રાક્ષસની જેમ છે જેનો નાશ કરવો જરૂરી છે.
ધાર્મિક રીતે જરથોસ્તીઓના દ્રષ્ટિકોણ પ્રમાણે પોતાના જીવનના દરેક ક્ષણને જીવવાનું હોય છે. ધર્મ રોજિંદા જીવનનો એક ભાગ હોવો જોઈએ. ધર્મ દરેક જરથોસ્તીઓ સાથે જોડાયેલી દિવ્યતાની કડી સમાન છે. તે એક ધર્મ છે, તે એક એવો ધર્મ છે જે સકારાત્મક અને મૈત્રીપૂર્ણ છે. તે સુખનો ધર્મ છે તે સમૃધ્ધિને પ્રોત્સાહન આપતો ધર્મ છે તે સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપતો એક ધર્મ છે. પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે, તે ધર્મ સકારાત્મક છે અને કદાચ, ‘પારસી તારૂં બીજું નામ સખાવત’ છે અને સાથે ‘પારસી તારૂં બીજું નામ સકારાત્મકતા’ છે.

Similar Posts

  • Kayishmand Chothia Receives ‘The Covid Classic Award’ For Visual Arts

    Kayishmand Hormuzd Chothia, from Halton Hills, Ontario, Canada was recently awarded ‘The Covid Classic Award’ for Visual Arts by the Halton District School Board. She becomes the first recipient to receive this newly instated award, given for the first time this year from the Halton District School Board and will be given every year moving forward. Kayishmand…

  • Beyond Love…

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”]The bond between soul-mates is magical, inexplicable and impossible to replicate or substitute. When souls are united spiritually, then human bonds are not the reserve of mortal realms. When companionship, friendship, selflessness and fun form the essentials of a love story, it becomes immortalised as a surreal experience embodied in love that is…

  • Albless Baug Celebrates 150th Anniversary With Inauguration of Renovated Hall

    The 150th Anniversary celebrations of our community’s iconic wedding and navjote venue, ‘Sir Eduljee Albless Baug’, witnessed the inauguration of its renovated hall, amidst a grand turnout on 13th October, 2018. Organised and conceptualised by Managing Trustee, Roshan Lentin (nee Albless), and Trustees Navaz Lentin, Erach Billimoria, Dr. Jamshed Dalal, Tosher Govadia and Gool Kalyaniwalla,…

  • નાતાલની શીખ

    મેરી અને જોસેફ મુંબઈના બાન્દરા નામના પરામાં બે બાળકો વિલિયમ અને વિકટોરિયા સાથે ખ્રિસ્તી સમુદાય સાથે સંપથી રહેતા હતા. તહેવારોની ઉજવણી પણ બધા ભેગા મળીને કરતા કયારેક ઝગડા-ટંટા થતા મારા મારી પણ થતી પરિણામે ગલીની પ્રતિષ્ઠા એ ઈલાકામાં બહુ સારી તો નહોતી જ ત્યાં નાની મોટી અનેક પ્રકારની દુકાનો હતી. લોકો જરૂરિયાતની વસ્તુઓ ત્યાંથીજ ખરીદતા…

  • એલર્જીક શરદીમાં હળદર

    અમુક વ્યક્તિઓને ખરેખર શરદી નથી હોતી, પરંતુ એલર્જીક શરદી હોય છે. એટલે કે એવા અમુક પ્રતિકૂળ પરિસરમાં આવવાથી અથવા પ્રતિકૂળ પદાર્થોના સેવનથી શરદી થઈ આવે છે. જે એલર્જીક શરદી કહેવાય છે. એલર્જીક શરદીમાં ફરિયાદ વખતે દરરોજ 1-1 ચમચી હળદરનું ચૂર્ણ દિવસમાં 3 વાર સવાર, બપોર, સાંજ પાણી સાથે ફાંકતા રહેવાથી ફાયદો થતો જોવા મળે છે….