ગોડ અને ગુસ્તાદ

ગુસ્તાદ અને જ‚ રાતના જમ્યા પછી નીચે ફરવા નીકળે છે. સોલી અને શિરીન બાળકોને ચોપડીમાંથી વાંચીને વાર્તાઓ કહેતા હતા. શીરોય અને સીમોને આ રાતનો સમય ઘણો અનુકૂળ પડતો હતો. બન્ને બાળકો મા-બાપના પાસામાં ભરાઈને વાર્તા સમજતા સમજતા સૂઈ જતા હતા. શીરોયને વાર્તા સાંભળતા સાંભળતા જલ્દી ઉંઘ આવી જતી પરંતુ સીમોન વાર્તાને ઘણી ધ્યાન સાંભળતી અને પછી જ સૂતી હતી.

‘જયારે પણ ખોદાયજી અને બહેરામ યઝદ આપણી પાસે મળવા આવે ત્યારે તેમના તેજના પ્રકાશથી ચારે બાજુ ઉજાશ ફેલાઈ જતો અને જ્યારે પણ એ લોકો પાછા જાય ત્યારે મને ઘણું મન થાય કે હું પાછી એક વાર એ લોકો સાથે જઈ જન્નતના દર્શન કરી લઉં. મને હજી પણ યાદ છે જ્યારે એવણ મને પહેલીવાર હવામાં ઉડવા માટે રાજી કરતા હતા ત્યારે હું ઘણો શોક ખાઈ બેશુધ્ધ જેવી થઈ ગયેલી. પેલો માણસ જે કૂતરાના બચ્ચાંને લાકડીથી મારતો હતો તેને મેં પકડીને કેવો માર્યો હતો’ જ‚એ ગુસ્તાદને કહ્યું અને ગુસ્તાદે એને વહાલથી કોટી કરી બોલ્યો અને યાદ છે પેલા પન્નાલાલને તે કેવી રીતે ઉંચકીને ચોપાટી પર કેવો ફેંકી દીધેલો તે? કારણ એણે ઘોડાને ચાબુકથી મારી મારીને ઘાયલ કરી દીધો હતો. તે  હજી સુધી વિચાર કરતો હશે કે એની આવી દશા કોણે કરી હશે કારણ કે તું એને દેખાતી જ નહોતી.’

ગુસ્તાદ ઉંડો શ્ર્વાસ લઈને બોલ્યો, ‘આમ વાત છે.’ જ‚ કહે છે ‘કેમ દાદારજી આપણા ‚મ પર આવીને ત્યાં એક પૂરી ખુરશી પર બેસી જતા હતા અને આપણા સંસારને પસવારતા જાય ને વાત કરતા જાય. મારા હાથની આદુ ફુદીનાની ચાય એ લોકને ઘણી જ ગમતી’ એમ જ‚એ કહ્યું. બન્નેજણ પાર્કની બેન્ચ ઉપર બેઠા હતા એટલામાંજ અવાજ આવ્યો ‘કેમ છો જ‚ અને ગુસ્તાદ મને યાદ કરી રહ્યા છો?’ પાછળ ફરીને જોય છે તો બેન્ચ ઉપર સાક્ષાત દાદારજી બેઠેલા છે અને એવણના ચારે તરફના પ્રકાશથી એવું લાગ્યું કે જાણે તેઓ મેળામાં ઉભા હોય. ગુસ્તાદ અને જ‚ એમને નમવા માટે ઉભા થઈ જાય છે. ‘તમો બન્ને મને એટલા

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *