પારસી પ્રજાનો ઉદય, પૂરાતન પારસીઓએ મચાવેલા જગપ્રસિધ્ધ જંગો

મહાત્મા કુ‚શે મંદાના રાજ્યના ભટકતા જંગલી તુરાની (સ્કિથ્યિન) ટોળાના પાદશાહ ઈસ્તુવેગૂને હરાવી, કેદ કરી, તેનું પાયતખ્ત એકબેતાના ફત્તેહ કીધું અને બીજા પાંચેક વરસમાં તો તેણે મીડિયા (મદા, માદ)ના તે જમાનાના આખી દુનિયાના સર્વથી બળવાન અને મોટા જરથોસ્તી શહેનશાહને જબરી જંગોમાં જબરા ફટકાઓ લગાવી તે વખતની સર્વથી મોટી મીડિયન શહેનશાહતની આ યાદગાર ફત્તેહથી પારસીઓ પૂરાતન પશ્ર્વિમી એશિયાની લીડિયા અને બેબિલોનની નામીચીન શહેનશાહતોના સંબંધમાં આવ્યા. લીડિયાનો શૂરવીર શહેનશાહ ક્રિસસ મીડિયન શહેનશાહનો સગો થતો હોવાથી તેણે તેનું વેર લેવા પારસી વિરલાઓએ તેનો મોટો સંહાર કીધો અને તેઓ હવે ખૂદ કિસસના પાયતખ્ત સાર્દિસ ઉપર ધસી ગયા. સાર્દિસના જગપ્રસિધ્ધ જંગમાં કુ‚શની હેરતભરેલી લશ્કરી કુનેહકારસાજીએ લિડીયન સૈનાનો સંહાર કીધો અને સાર્દિસના કિલ્લાના શરણ થવા બાદ આખી લીડિયન શહેનશાહતના પારસીઓ માલેક બન્યા. આ પછી પેકત્યાસ નામના દગલબાજ લીડિયને ઉઠાવેલો બળવો કુ‚શના મીડિયન સરદાર માજારીસે બેસાડી દીધો. લીડિયાની ફત્તેહ બાદ કુ‚શના બીજા મીડિયન સરદાર હાર્પેગસે ઈયોલ્યાને લગતા-ફોશિયા, ટીઓસ, માયુસ, પ્રાએન,ઈફીસસ, કોલોફોન, લેબેડસ, કલેજોમીની, ચીઓન, ઈરીથ્રી અને સ્પર્નોનાં ગ્રીક સામ્રાજ્યો સર કીધાં. તેણે ઈયોલ્યાને લગતાં બીજાં ૧૧ રાજ્યો પણ ફત્તેહ કીધાં અને કારિયન, કોન્યન અને ડોરિયન પ્રજાઓને તે શરણે લાવ્યો. આ યાદગાર ફત્તેહો બાદ જેન્થસના જબરા જંગમાં તેણે લડાયક લીશિયન પ્રજાને જમીનદોસ્ત કીધી. જ્યારે એક તરફથી હાર્પેગસ પશ્ર્વિમ એશિયામાં પારસી નામનો પુકાર ફેલાવી રહ્યો હતો ત્યારે બીજી તરફથી તેમનો મહાત્મા મહાવીર એશિયા ખંડના બીજા ભાગો ખાતે પારસી ઝુંડાનો જેબદાર જલેહ ઝળકાવી રહ્યો હતો. બાખ્ત્રિશ (બેકત્રિયા)નો અસલી ઈરાનીઓનો માનીતો મુલ્ક ફત્તેહ કરતાં તેને વખ્ત લાગ્યો નહિ; સકા (સ્કીથ્યા)ના બળિયા પાદશાહ પાસે પોતાની આણ મનાવતાં તેણે ઝાઝો વખત ખોહ્યો નહિ, હિર્કેન્યા (વેહેરકાન)ની પ્રસિધ્ધ પ્રજા કે ઉવાર્જમ (ખોરાસ્મિયા)ના લડાયક લડવૈયા એક તડાકે તેની કદમબોશી કરવા તૈયાર થયા; પત્રર્વ (પાર્થ્યા)ના પહાડી તીરંદાજો કે શુઘુદ (સોગ્દિયાના)ના શુધ્ધ આર્યો તેની શમશેરના સપાટામાંથી બચવા પામ્યા નહિ; હરઈવ (આર્યા)ના હિમ્મતવાન લોકો કે દ્રાન્જિયાના જોરેમંદ જોદ્ધાઓ તેના મુબારક કદમોને વધાવી લેવા જરા પણ અચકાયા નહિ અને હરઉવતિશ (એરેકોશિયા), ગદાર (ગંદાર્યા) અને તુરાનના તોફાની ટોળાઓ કુ‚શની લશ્કરી કુનેહના ભોગ થઈ પડયા.

Similar Posts

  • આવાં યશ્ત 2-સમુદ્ર ખારો કેમ છે?

    બાળકો તરીકે, આપણે વાંચેલી એક ખૂબ જ આશ્ર્ચર્યજનક વાર્તાઓ તે હતી કે સમુદ્ર કેવી રીતે ખારો બને છે. તે વાર્તા અહીં તમારા માટે રજૂ કરી છે. વાર્તા શરૂ થાય છે, આશ્ર્ચર્યજનક રીતે, તે સમજાવીને કે સમુદ્રનું પાણી પહેલા ખારૂં નહોતું, તે પી શકાય તેટલું મીઠુ હતું! સમુદ્રનું ખારૂ-પાણી માટે જવાબદાર હતા એક મહાન રાજા. રાજા…

  • ભગવાનની કાબેલિયત

    એક ચર્ચની પાછળ આવેલ આસોપાલવ જેવા એક પાતળા ઊંચા ઝાડ પર બિલાડીનું સાવ નાનકડું બચ્ચું ચડી ગયું હતું. ચર્ચના પાદરી તેમ જ એમનો મદદનીશ માણસ એને ઉતારવાની કોશિશ કરી રહ્યા હતા, પરંતુ એમની કોશિશથી ગભરાઈ ગયેલું બચ્ચું વધારે ઊંચે ચડી જતું હતું. અચાનક પાદરીને એક વિચાર આવ્યો. ઝાડની સહેજ ઊંચેની ડાળી સાથે એક દોરી બાંધીને…

  • શિરીન

    સાંભળી શિરીન વોર્ડનને અજાયબી લાગી આવી, ને તેણીએ ઉલટથી પૂછી લીધું. ‘શું …શું ફિલ, તમોએ બધાને એમ નહીં જાણવા દીધું કે તમોએ મને ફોર્સ કરીને રખાવી?’ ‘અલબત્ત નહી, ને શિરીન તે દિવસે જ્યારે તું મારી ગાડી ધોતી હતી, ને બધાં મશ્કરી કરવા લાગા ત્યારે હું છેડાઈને તે લોક આગળ બોલ્યો કે મંમાને એક કમપેન્યન તરીકેનું…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    26 June – 02 July, 2021

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. આજથી મંગળની દિનદશા શરૂ થયેલી છે. નાની બાબતમાં ખુબ ગરમ થઈ જશો. નાના કામ પૂરા કરવામાં પણ મુશ્કેલી આવશે. હાઈ પ્રેશર હોય તો દવા લેવામાં આળસ કરતા નહીં. ભાઈબહેન સાથે મતભેદ થશે. આજથી ભુલ્યા વગર ‘તીર યશ્ત’ ભણજો. શુકનવંતી તા. 27, 28,…

  • 2022માં વિશ્ર્વાસ અને આશાની ઉજવણી!

    બે વર્ષ પહેલાં કોઈએ કલ્પના પણ કરી ન હતી કે આપણે રોગચાળાથી બચવા માટે યુદ્ધ લડીશું! દુર્ભાગ્યપણે ત્યારે જીવન અને આજીવિકાનું અપાર નુકસાન થયું હતું, પરંતુ અંધકારના આ કપરા સમયમાં પણ વિશ્ર્વાસ અને આશાનું કિરણ ખીલ્યું. લોકોને જીવનના આ વિશ્ર્વાસમાં પ્રોત્સાહહિત કરનાર વ્યક્તિ મળ્યો છે. આશામાં તેઓને તમામ પડકારોનો સામનો કરવાની હિંમત મળી છે. વિશ્ર્વાસ…

  • અમદાવાદના સુનામાઈ અને ફિરોઝ દાવર ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી શેરીનું જમણ

    પારસી સેનેટોરિયમના ગ્રાઉન્ડમાં તા 28મી એપ્રિલ 2019ના દિને અમદાવાદના સુનામાઈ અને ફિરોઝ દાવર ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી શેરીનું જમણનું આયોજન કરવામાં આવ્યું હતું. એપીપી (અમદાવાદ પારસી પંચાયત) ના ભૂતપૂર્વ ટ્રસ્ટી, પ્રોફેસર આરમઈતી ફિરોઝ દાવર દ્વારા 2017માં સ્થપાયેલા, તેમના માતા-પિતા, સુનામાઈ અને વિદ્વાન પ્રોફેસર ફિરોઝ દાવરની યાદમાં સ્થાપવામાં આવેલું ટ્રસ્ટ, પારસી અને કોસ્મોપોલિટન પરિવારોની જરૂરિયાતમંદ બાળકોને શૈક્ષણિક…