શાહનામાની સુંદરીઓ: ગુસ્તાસ્પની બાનુ કએતાયુન

હવે જ્યારે લોહોરાસ્પ તખતે આવ્ો, ત્યારે તેણે કૌસનાં ખાનદાનના નબીરાઓ, જેઓનો હક બાજુએ મેલી તે ગાદી ઉપર આવ્યો હતો, તેઓ તરફ મેહેરબાની દેખાડવા માંડી. તેણે ધાર્યું કે “ગાદી ઉપર ખરો હક તો તેઓનો હતો, પણ જ્યારે તે હક બાજુ મેળી કએખુશરૂએ મને રાજ આપ્યું છે, ત્યારે મારે કાંઈ નહીં તો તેઓ તરફ, પાદશાહી ખાનદાનના નબીરાઓ તરીકે મેહેરબાની દેખાડવી જોઈએ.”

તેની એ વર્તણુંકથી તેનો પોતાનો બેટો ગુશ્તાસ્પ નારાજ થતો. તે ચીંતા રાખતો, કે જેમ કએખુશરૂએ પોતાના બપાવા કૌસનાં ખાનદાનના નબીરાઓનો હક બાજુએ મેલી બીજી શાખાના શાહાજાદાને રાજ આપ્યું, તેમ  રખેને મારો બાપ લોહોરાસ્પ મારો હક મેલી દઈ, કૌસનાં ખાનદાનના નબીરાઓ, જેઓ તરફ તે મારા કરતાં વધુ મેહેરબાની દેખાડે છે, તેઓને રાજ આપે. એવી ચિંતાથી, જ્યારે લોહોરાસ્પ, કૌસનાં ખાનદાનીઓ તરફ સભ્યતા ખાતર પણ મેહરબાની દેખાડતો, ત્યારે ગુશ્તાસ્પ તે નાપસંદ કરતો, અને બાપ તરફથી પોતાનો ગેરઈનસાફ થતો માનતો, જો કે લોહોરાસ્પનાં મનમાં રાજગાદી ઉપરથી ગુશ્તાસ્પનો હક દૂર રાખવાનો કાંઈ પણ વિચાર નહિ હતો.

એક દિવસ પાદશાહ લોહરાસ્પે પોતાના મહેલના બાગમાં ખુશીખુશાલીની એક મિજલસ – હાલના શબ્દોમાં બોલીએ તો એક ગાર્ડન પાર્ટી બોલાવી હતી. ત્યાં શરાબનો દોર ચાલતો હતો. શાહના બેટા ગુશ્તાસ્પે શરાબ જરા વધારે લીધો હતો. તેની ખુરમીમાં તેને પોતાની ઉપલી ચીંતાનો ખ્યાલ આવ્યો. તેને લાગ્યું કે પાદશાહ તેનાં કરતાં કૌસનાં ખાનદાનીઓ તરફ વધારે મેહેરબાની દેખાડે છે, તેથી તેણે શરાબની ખુમારીમાં ત્યાં ને ત્યાંજ બાપ પાસે રાજ્યગાદીની તેની હૈયાતીમાંજ નીચે મુજબ માંગણી કીધી –

(ક્રમશ)

Similar Posts

  • પીર-એ-સબ્ઝ તીર્થયાત્રાનું યઝદમાં અવલોકન

    પીર-એ-સબ્ઝ અથવા ચક-ચક, જે ઇરાન અને વિશ્ર્વના બીજા સ્થાનોથી આવેલા જરથોસ્તીઓની વાર્ષિક તીર્થ યાત્રા છે. જ્યાં પર્વતમાં છીછરી ગુફામાં આવેલ ફાયર ટેમ્પલમાં શાશ્ર્વત જ્યોત જીવંત રાખવામાં આવેલ છે જેની ઉજવણી 14મી જૂનથી 18મી જૂન સુધી કરવામાં આવે છે. જ્યાં પીર શબ્દનો અર્થ મંદિર થાય છે, સબ્ઝ શબ્દનો અર્થ લીલો થાય છે અને તેનું વૈકલ્પિક નામ…

  • સકારાત્મક રહો! ખુશ રહો!

    અમેરીકામાં એક કેદીને જ્યારે ફાંસીની સજા સંભળાવી, ત્યારે ત્યાંના થોડાં વૈજ્ઞાનિકોએ વિચાર કર્યો કે આ કેદી પર કંઈક પ્રયોગ કરવામાં આવે. ત્યારે તે કેદીને કહેવામાં આવ્યું કે તને ફાંસી દ્વારા મોતની સજા આપી દેવાની છે! ફાંસીમાં તો તું તડપી તડપી ને મરીશ, આમ પણ તારે મરવાનું તો છેજ,પણ આપડા દેશનાં વિજ્ઞાનિકો તારા પર એક પ્રયોગ…

  • |

    ખુશ રહેવાનું રહસ્ય!

    એક સમયની વાત છે એક ગામમાં મહાન બાબાજી રહેતા હતા. લોકો તેમની પાસે તેમની મુશ્કેલી લઈને આવતા હતા ને બાબાજી તેમનું માર્ગદર્શન કરતા. તે ગામનો સરપંચ મનસુખ શેઠ ઘણોજ સમજદાર હતો. તે લોકોને મદદ કરતો. લોકોમાં તે ઘણો માનીતો હતો. તેણે પણ આ બાબાજી વિશે સાંભળ્યું હતું પણ પ્રત્યક્ષ કોઈ દિવસ મલવા નહોતો ગયો. એક…

  • જીવનમાં શિસ્ત અને હકારાત્મક અભિગમ

    ગમેતેમ કરીને ખુશરૂ ઓફિસે પહોંચ્યો. આજ તેનો ઇન્ટરવ્યુ હતો. મનોમન નકકી કર્યું હતું કે જો નોકરી મળી જાય તો બીજે રહેવા જતું રહેવું છે. મમ્મી, પપ્પાની રોજ-બરોજની નાની વાતો જેવી કે રૂમમાંથી બહાર નીકળું તો પંખો કેમ બંધ નથી કરતો, નાહીને બહાર નીકળું તો રૂમાલ સૂકવી દે. ચાદર સરખી કરી દે, નળ બંધ કરી દે…

  • સ્વર્ગ અને નરક વચ્ચેનો તફાવત

    એક બાળકને સ્વર્ગ અને નરક જોવાની ખુબ જ ઇચ્છા હતી. એ રોજ આ માટે ભગવાનને પ્રાર્થના કરતો. એક દિવસ ભગવાન તેના પર રાજી થયા અને બાળકને સ્વર્ગ તથા નરક બતાવવાનું વચન આપ્યુ. કોઇ એક ચોક્કસ દિવસે ભગવાનને થોડી ફુરસદ મળી એટલે એ પેલા બાળક પાસે આવ્યા અને કહ્યુ, ચાલ બેટા, આજે તને સ્વર્ગ અને નરકની…

  • શિરીન

     ‘હલો શું છે શિરીન?’ ‘તમો…તમો આયા તેથી થેન્કસ, પણ તમારા મધરની તબિયત ઘણી બગડી આવવાથી તમને હમણાં જ બોલાવે છે. ‘શું થયું મંમાને?’ ‘છાતીમાં ઘણી પેન મારેછ તેથી પ્લીઝ… પ્લીઝ ફીલ, તમો જલ્દી આવો કારણ મને એકલી હોવાથી બીક લાગે છે. તે કકળતો આરજુ કરતો અવાજ બોલતો બંધ પડયો કે ફિરોઝ ફ્રેઝરે મકકમતાથી જણાવી દીધું….