તંત્રીની કલમે

Anahita Subedarતમારા એડિટર તરીકે છેલ્લા છ મહિના ખરેખર એક અદભુત મુસાફરી રહી છે, આ સમયગાળામાં, મને આપણા દીન, આપણી સંસ્કૃતિ, આપણી પરંપરાઓ અને સૌથી મહત્વની બાબત એટલે, આપણા લોકો વિશે વિસ્તૃત અને ઊંડાણપૂર્વકની જાણકારી મળી છે અને આ વાત ધ્યાનમાં રાખીને પારસી ટાઈમ્સની ટીમે અમારા બમ્પર સ્પેશિયલ ન્યૂ યર ઈશ્યુની આ વખતની થીમ રાખી છે પારસીપણું.

તો,  પારસીપણું એટલે શું? અમે અનેક પાસીઓને પૂછ્યું કે, આપણી કોમનું પ્રતીક બની ગયેલા આ શબ્દને તેઓ કઈ રીતે વર્ણવશે અને તેમાંના કેટલાક સામાન્ય જવાબ હતા સત્યનિષ્ઠા, પરોપકારવૃત્તિ, સહિષ્ણુતા, ઈમાનદારી, ખાણીપીણીના પ્રેમી, મનોરંજનના ચાહક લોકો, સાંસ્કૃતિક રીતે વિકસીત, હળવા મિજાજના અને રમૂજી. પારસીપણુંને શ્રેષ્ઠતમ રીતે વર્ણવતા બે જવાબ તમારી સાથે શેર કરતા મને ઘણો આનંદ થાય છે, અને તે એટલે દયાળુપણું અને ક્ષમાશીલતા.

સાવ સાચી વાત છે! આપણા ન્યાગાનોએ (પૂર્વજો)  તેમના શબ્દો અને કાર્યોમાં એ વાતની તકેદારી રાખી હતી કે તેઓ પોતાની પાછળ આપણને અન્ય લોકોથી જુદા તારવતા એવા આ બે સૌથી દિવ્ય ગુણોનો અપ્રતિમ વારસો મુકી જશે. આ ગૌરવશીલ વારસાના પ્રાપ્તકર્તા તરીકેનો ગર્વ આપણને હોવો જોઈએ તથા તેને આગળ વધારવો એ આપણી એક માત્ર ફરજ છે.

આવતા અઠવાડિયે આપણે નવા વર્ષમાં પગ મુકી રહ્યા છીએ ત્યારે, ચાલો વીતેલા વર્ષો પર એક નજર કરીએ. પણ સૌથી મહત્વનું એટલે કે, દયાળુપણું અને ક્ષમાશીલતા આ બે અદભુત ગુણો પર આધારિત રહીને આપણે નવું વર્ષ સુંદર બનાવવા પર તથા આપણે જેમને પ્રેમ કરીએ છીએ તેમના તથા આપણા માટે નવું વાતાવરણ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. અને આ જ બાબત આપણને વધુ બહેતર જરથોસ્તી બનાવશે, કેમકે દયાળુપણું અને ક્ષમાશીલતા જ સારા વિચાર, સારા શબ્દો અને સારા કર્મોનું સીધું ફળ છે!

પારસી ટાઈમ્સની ટીમની ખરા દિલની શુભેચ્છાઓ છે કે આ આવના‚ં નવું વર્ષ તમારા માટે તમામ ખુશી અને સફળતા લાવે! અમારા સૌ તરફથી સાલ મુબારક!

Similar Posts

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    23rd November – 30th November, 2019

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 25મી ડિસેમ્બર સુધી ગુરૂની દિનદશા ચાલશે. તમારા દરેક કામ વીજળીવેગે પૂરા થઈ જશે. તમારી સાથે કામ કરનારના મદદગાર બની રહેશો. નાણાકીય મુશ્કેલી નહીં આવે. ફેમિલીના મતભેદ દૂર કરી શકશો. તમારા હાથથી ચેરીટીના કામ થઈ જશે. ચાલુ કામમાં નાણાકીય ફાયદો થશે. ફેમિલી સાથેની…

  • ધન તેરસની કથા

    દિવાળી 5 દિવસના તહેવારનુ મહાપર્વ છે. પાંચ દિવસ આ તહેવાર હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. આ પાંચ દિવસમાં ઘર અને બજારોમાં ઉત્સવી વાતાવરણ રહે છે.  દિવાળીના પાંચ અતિ શુભ પર્વ ધનતેરસથી શરૂ થઈને ભાઈબીજ સુધી ચાલે છે. આ પાંચ દિવસના પોતાના જુદા અને વિશેષ મહત્વ છે. ધનતેરસનું મહત્વ દર્શાવતી પ્રાચીન સમયની વાર્તા જે અવશ્ય જાણવા…

  • શિરીન

    તે ત્યારે એક અફસોસની હાય તે ચેરીઝ જેવા હોથોમાંથી સરી પડી ને ઉલટથી તેણીએ એક બીજો પાસો ફેંકી જોયો. ‘મારી…મારી જગ્યા પર નહીં તો કદાચ તમારા કાસલમાં તમો તેણીને કોઈ બીજી નોકરી અપાવી શકો?’ ‘તે પણ બનવું મુશ્કેલ છે કારણ કે એક વખતમાં મારા જેવા ભીખારડા સાથ તેણી વાત કરવા શરમાતી હતી, તેવી છોકરીને કદી…

  • વડા દસ્તુરજી કૈખુશરૂ નવરોજી દસ્તુરજી મહેરજીરાણાનું દુ:ખદ નિધન

    4થી જૂન 2019ને દિને ધર્મનિષ્ઠ, વહાલા, જ્ઞાની ભાગરસાથ અંજુમનના 17માં મહેરજીરાણાના દુ:ખદ નિધનથી સમગ્ર પારસી સમુદાય શોકમાં છે. 16મી જાન્યુઆરી 1927ને દિને જન્મેલા વડા દસ્તુરજી કૈખુશરૂ નવરોજી દસ્તુરજી મહેરજીરાણા નવસારીની ડી.એન. મહેતા હોસ્પિટલમાં 92 વર્ષની ઉંમરે નિધન પામ્યા હતા. છેલ્લા પાંચ વર્ષથી તેઓ નવસારીના ડબલ્યુઝેડઓ સિનિયર સિટીઝન સેન્ટરમાં રહેતા હતા. નવસારીમાં વડી દરેમહેરમાં નાવર અને…

  • દસ્તુરજી અસ્પંદિયાર દાદાચાનજીનું નિધન

    22મી ઓક્ટોબર, 2021ના રોજ, સમુદાયે તેના આદરણીય ધાર્મિક નેતા અને વિદ્વાન – દસ્તુરજી એરવદ અસ્પંદિયાર દાદાચાનજીને ગુમાવ્યા – જેઓ આપણા ગૌરવશાળી ધર્મ પ્રત્યે તેમની પ્રતિબદ્ધતા અને સેવા માટે જાણીતા હતા. પારસી વિદ્વાન અને ઇતિહાસકાર, નોશીર દાદરાવાલાએ શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું કે એરવદ અસ્પંદિયાર દાદાચાનજીનું નિધન પારસી જરથોસ્તી સમુદાય માટે દુ:ખદ ખોટ છે. તેઓ પારસી ધર્મના ઉચ્ચ…

  • A Tribute To Parsi Bravehearts

    PARSI FREEDOM FIGHTERS IN THE INDIAN INDEPENDENCE MOVEMENT: Bhikaiji Rustom Cama (1861–1936): was one of the foremost woman freedom fighters in the Independent Movement.Whilst in London she came in contact with Shyamji Krishna Varma who was famous for his fiery nationalist speeches in Hyde Park. He introduced her to Dadabhai Naoroji, the then president of…