તમે શું લેવાનું પસંદ કરશો ઉદાસી કે ખુશી?

વિશ્ર્વ સ્વાસ્થ્ય સંગઠનના રિપોર્ટ અનુસાર વિશ્ર્વમાં દર ૪૦ સેક્ધડમાં એક વ્યક્તિ આત્મહત્યા કરે છે તેવી  જ રીતે ભારતમાં દર બે મિનિટમાં એક માણસ આત્મહત્યા કરી લે છે.

હૃદયરોગ જેવી બીમારીનું મુખ્ય કારણ છે ડિપ્રેશન હોવું! કોઈ વ્યક્તિ માનસિક રીતે સ્વસ્થ છે તો તે કોઈપણ પરિસ્થિતિનો સામનો કરી શકે છે જેમ કે મશહૂર ક્રિકેટર, યુવરાજ સિંહે કેન્સર સાથે લડીને કર્યો.

અગર લોકોને ડિપ્રેશનનું કારણ પૂછશું તો ૫ માંથી ૪ વ્યક્તિ એમજ કહેશે કે એમના તણાવ અને મુશ્કેલીઓનું કારણ કોઈ બીજી વ્યક્તિ છે. લોકોના તણાવનું મુખ્ય કારણ મનની ભાવનાત્મક અક્ષમતા અને સહનશીલતાની કમી હોય છે પરંતુ તેમને એમજ લાગે છે કે તેમના તણાવનું કારણ કોઈ બીજું વ્યક્તિ છે.

ભગવાન ગૌતમ બુધ્ધના જીવનની પ્રેરણાદાયક વાર્તા

એકવાર ગૌતમબુધ્ધ એક ગામમાંથી પસાાર થઈ રહ્યા હતા એ ગામના લોકોની ભગવાન ગૌતમ બુધ્ધના માટે ખોટી ધારણા હતી અને એના લીધે ગામના લોકો તેમને દુશ્મન માનતા હતા. જ્યારે ભગવાન ગૌતમ બુધ્ધ ગામમાં આવ્યા તો ગામવાળા ભગવાન ગૌતમ બુધ્ધને ગાળો તથા બદદુવાઓ આપવા લાગ્યા.

ભગવાન ગૌતમ બુધ્ધ ગામવાળાની વાતો શાંતિથી સાંભળતા રહ્યા. જ્યારે ગામવાળાઓ બોલતા બોલતા થાકી ગયા તો ભગવાન બુધ્ધએ કહ્યું ‘જો તમારી વાતો સમાપ્ત થઈ ગઈ હોય તો હું પ્રસ્થાન ક‚ં.’

ભગવાન ગૌતમ બુધ્ધની વાતો સાંભળી ગામવાળાઓને આશ્ર્ચર્ય થયું. તેમાંથી એક વ્યક્તિએ કહ્યું ‘અમે તમારી તારીફ નથી કરી બદદુઓ અને ગાળો આપી છે શું તમને કોઈ ફર્ક નથી પડતો?’

ભગવાન ગૌતમ બુધ્ધે કહ્યું ‘જાઓ હું તમારી ગાળો નથી લેતો તમારા દ્વારા આપવામાં આવેલી ગાળોથી શું થાય જ્યાં સુધી હું તમારી ગાળો સ્વીકારતો નથી ત્યાં સુધી કોઈ પરિણામ નહીં થાય.

થોડા દિવસ પહેલા એક વ્યક્તિએ મને ભેટ આપેલી પણ મેં તે ભેટ લેવાની ના પાડી દીધી તે વ્યક્તિ તે ભેટ પાછી લઈ ગયો જ્યાં સુધી હું લઈશ જ નહીં ત્યાં સુધી કોઈ મને કેવી રીતે આપી શકે છે.

ભગવાન ગૌતમ બુધ્ધે વિનમ્રતાથી પૂછયું ‘જો હું ભેટ નહીં લઉં તો ભેટ આપનાર વ્યક્તિએ શું કર્યુ હશે.’

ટોળામાંથી કોઈ વ્યક્તિ બોલ્યું: ‘એ ભેટ તે વ્યક્તિએ પોતાની પાસે જ રાખી લીધી હશે. ભગવાન ગૌતમ બુધ્ધએ કહ્યું ‘મને તમારા પર દયા આવી રહી છે કે કારણ તમારી ગાળો લેવા હું અસમર્થ છું અને તમારી ગાળો તમારી પાસે જ રહી ગઈ.

ભગવાન ગૌતમ બુધ્ધના જીવનની આ નાની વાર્તા આપણા જીવનમાં બદલાવ લાવી શકે છે કારણ વધારે લોકો એમ માને છે કે અમારા દુ:ખોનું કારણ બીજા વ્યક્તિઓ છે.

આપણી મુશ્કેલીઓ અને દુ:ખોનું કારણ કોઈ બીજી વ્યક્તિ કઈ રીતે હોઈ શકે? જો આપણે એમ માનીયે તો આપણે આપણા પરનું નિયંત્રણ અને અક્ષમતાને જોતા નથી. આપણા ઉપર નિર્ભર કરે છે કે આપણે બીજાઓ દ્વારા પ્રદાન કરેલી નકારાત્મકતાને સ્વીકારીએ છીએ કે નહીં જો આપણે એ નકારાત્મકતાને સ્વીકારીએ તો આપણે સ્વયં જ આપણા પગ પર કુહાડી મારીએ છીએ.

Similar Posts

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    09th October – 15th October, 2020

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 27મી ઓકટોબર સુધી શનિની દિનદશા ચાલશે. જે પણ કામ પૂરૂં કરવા જશો તેમાં મુશ્કેલીઓ આવશે. જ્યાં ફાયદો થવાનો હશે ત્યાં નુકશાની આવશે. તબિયત ખરાબ થવાથી પરેશાન થશો. વડીલવર્ગ સાથે નાની બાબતમાં મતભેદ પડશે. દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો. શુકનવંતી તા. 11, 14,…

  • વડોદરાના ઉમરીગર આદરિયાનની 19મી સાલગ્રેહની ઉજવણી

    22મી માર્ચ, 2023 (રોજ આદર, માહ આવાં) એ વડોદરાના ફતેહગંજ ખાતે સ્થિત ઉમરીગર આદરિયાનની 19મી શુભ સાલગ્રેહની ઉજવણી કરવામાં આવી. પારસી પંચાયત ચેરીટેબલ ફંડ વડોદરા દ્વારા આયોજિત ઉજવણી સમારોહમાં ઈરાનશાહ ઉદવાડાના વડા દસ્તુરજી – ખુરશેદજી કેકોબાદ દસ્તુર મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને સમુદાયના ઘણા સભ્યોએ હાજરી આપી હતી. આદરિયાન ખાતે સાંજે માચી અર્પણ…

  • અર્દી બહેસ્ત-સત્યના મૂર્ત સ્વરૂપ, પ્રમાણિક અને ઈશ્ર્વરી કૃપા

    આ અઠવાડિયે સોમવારે 18મી સપ્ટેમ્બર 2017ને દિને અર્દીબહેસ્ત રોજ અને અર્દીબહેસ્ત માહ છે. જ્યારે રોજ અને માહ બન્ને સુસંગત-એકીસાથે આવે ત્યારે તેને પરબ કહેવાય છે. અર્દીબહેસ્ત એ જરથોસ્તી કેલેન્ડરનો બીજો મહિનો છે. આ મહિનાની ઉજવણી, સત્ય, ઈમાનદારી, ઈશ્ર્વર પ્રત્યે શ્રધ્ધા, દરદ મટાડનાર તરીકે થાય છે. અર્દીબહેસ્ત એટલે અમેસાસ્પંદ અથવા અમેસાસ્પેન્તા તરીકે પણ ઓળખાય છે. જે…

  • સૌદર્ય, શ્રદ્ધા, શાંતિ અને શક્તિ એટલે સ્ત્રી

    કોઈપણ રાષ્ટ્રના વિકાસનુ આકલન તે દેશની મહિલાઓ પરથી કરવામાં આવે છે. દરેક વ્યક્તિની પુષ્ઠભૂમિ મહિલાઓના હાથે લખવામાં આવે છે, દરેક વિકાસના પાયામાં સ્ત્રીની ભૂમિકા હોય છે અને દરેક ઉપલબ્ધિની પાછળ કોઈને કોઈ મહિલાનું યોગદાન હોય છે. દેશના પ્રથમ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નેહરુએ પણ કહ્યુ હતું, ‘તમે કોઈ દેશની મહિલાઓની સ્થિતિને જોઈને એ રાષ્ટ્રની પરિસ્થિતિનુ અનુમાન…

  • શિરીન

    ‘પણ…પણ ફિલ, તેમાં મારા ભાઈનો શું વાંક?’ ‘વેલ, હંમેશ એકની શિક્ષા બીજાને ખમવી પડતી હોવાથી, હું મારા પૈસાનાં જોરે તથા લાગવગથી જ‚ર જ એને પકડાવી આપી જેલમાં ધકેલી આપીશ તોજ રહીશ.’ તે ગરીબ બાળા ડચકાંઓ ખાઈ રહી. તેણીનું કોમળ જિગર જ જાણે ભાંગીને ભૂકો થઈ જતાં માલમ પડયું. હાલમાં તેણીનો વહાલો ભાઈ તેણીને હૈયે આવી…

  • નવજોત એટલે શું?

    સ) નવજોત એટલે શું? જ) પારસી જરથોસ્તી બાળકો સદરો અને કસ્તી ધારણ કરે તે ક્રિયા ને નવજોતની ક્રિયા કહેવામાં આવે છે. સ) નવજોત શબ્દનો અર્થ શું થાય છે? જ) જે વ્યક્તિ પ્રાર્થનાથી નવો પ્રારંભ કરે છે તેને નવજોત કહેવામાં આવે છે. સ) નવજોતની ક્રિયા પહેલા બાળકોએ નાહન અથવા પવિત્ર સ્નાન કેમ કરવું પડે છે? જ)…