મા નવદુર્ગાના નવસ્વ‚પ એટલે નવરાત્રીના નવદિવસ

નવરાત્રી આદ્યશક્તિ મા જગદંબાની પૂજાનું મંગલમયં પર્વ છે. હિન્દુ ધર્મશાસ્ત્રમાં આસો, મહા, ચૈત્ર અને અષાઢ એમ ચાર નવરાત્રિનો મહિમા ગવાયો છે. એમાં આસો નવરાત્રિનું મહત્વ અધિક ફળદાયી મનાયું છે. આસો સુદ એકમથી આસો સુદ નોમ સુધી નવરાત્રિના આ નવલા દિવસોમાં શ્રદ્ધાપૂર્વક ઘટ સ્થાપન સહિત માતાજીની પૂજા થાય છે. ઘરમાં પણ ઘટસ્થાપના કરવામાં આવે છે અને ગરબા ગવાય છે. આસો સુદ એકમથી આસો સુદ નોમ સુધી નવરાત્રિના આ દિવસોમાં માતાજીની પૂજા-આરાધના-સાધના થાય છે. નવરાત્રિ ઉપાસના માટે મા દુર્ગાનાં નવસ્વ‚પો જાણીતાં છે. અને તેમની પૂજા કરતા મનગમતું ફળ મળે છે.

શૈલપુત્રી નવ દુર્ગાનું પ્રથમ સ્વ‚પ: હિંદુ ધર્મનાં શાસ્ત્રોમાં દર્શાવ્યા પ્રમાણે શૈલપુત્રી એ નવદુર્ગાનું પ્રથમ સ્વરૂપ છે. જે હિમાલયની પુત્રી પાર્વતી તરીકે અવતરેલ. તેમના જમણાં હાથમાં ત્રિશુળ અને ડાબા હાથમાં કમળપુષ્પ તેમજ મસ્તક પર ચંદ્ર ધારણ કરેલો છે. તેમનું વાહન ગાય છે.

બ્રહ્મચારિણી નવ દુર્ગાનું બીજું સ્વ‚પ: નવરાત્રીના પર્વના બીજા દિવસે નવદુર્ગાનાં બીજા સ્વ‚પ એવા બ્રહ્મચારિણી માતાની પૂજા-અર્ચના કરવામાં આવે છે. બ્રહ્મનો અર્થ છે તપસ્યા અને ચારિણીનો અર્થ છે આચરણ કરનારી. એમના જમણા હાથમાં જપ કરવાની માળા તેમ જ ડાબા હાથમાં કમંડળ રહેલું હોય છે.

ચન્દ્રઘંટા નવ દુર્ગાનું ત્રીજું સ્વ‚પ: ચન્દ્રઘંટા એ નવદુર્ગાનું ત્રીજું સ્વ‚પ છે. જેમના મસ્તક (ઘંટા) પર ચંદ્ર ધારણ કરેલો છે. વર્ણ સુવર્ણ જેવો છે. તેમને દશ ભુજાઓ છે જેમાં ખડગ, ધનુષ-બાણ વગેરે શસ્ત્રો ધારણ કરેલાં છે. તેમનું વાહન વાઘ છે.

કુષ્માંડા નવ દુર્ગાનું ચોથું સ્વ‚પ:  કુષ્માંડા એ નવદુર્ગાનું ચોથું સ્વ‚પ છે. કુષ્માંડાનો અર્થ કુત્સિત ઉષ્મા, કુષ્માંડા ત્રિવિધ તાપયુક્ત એવાં એવો થાય છે. તેમને આઠ ભુજાઓ છે જેમાં તેમણે કમંડળ, ધનુષ-બાણ, કમળ, અમૃતમય કળશ, માળા, ગદા અને ચક્ર ધારણ કરેલાં છે. તેમનું વાહન વાઘ છે. આ દેવીને “સિદ્ધિદાત્રી” તરીકે પણ ઓળખાવાય છે.

સ્ક્ધદમાતા નવ દુર્ગાનું પાંચમું સ્વ‚પ: સ્ક્ધદમાતા કે સ્કંદમાતા એ નવદુર્ગાનું પાંચમુ સ્વ‚પ છે. સ્ક્ધદમાતાનો અર્થ કાર્તિકેયનાં માતા એવો થાય છે. કાર્તિક સ્વામી મહાદેવ અને ઉમાના પુત્ર છે. તેમને ચાર ભુજાઓ છે, તેમણે ઉપલા બે હાથમાં કમળ ધારણ કરેલાં છે અને અન્ય એક હાથ ખોળામાં બાળ કાર્તિકેય (દક્ષિણ ભારતમાં મુ‚ગન સ્વામી)ને પકડેલા તથા બીજો હાથ વરદમુદ્રામાં છે. તેમનું વાહન સિંહ છે.

કાત્યાયની નવ દુર્ગાનું છઠ્ઠું સ્વ‚પ: કાત્યાયની એ નવદુર્ગાનું છઠ્ઠુ સ્વ‚પ છે. તેમને ચાર ભુજાઓ છે, તેમણે એક હાથમાં કમળ ધારણ કરેલાં છે અને બીજા હાથમાં ચંદ્રહાસા નામક તલવાર ધારણ કરી છે. ત્રીજો અને ચોથો હાથ અભયમુદ્રા અને વરદમુદ્રામાં છે. તેમનું વાહન સિંહ છે.

કાલરાત્રિ નવ દુર્ગાનું સાતમું સ્વ‚પ: કાલરાત્રિ એ નવદુર્ગાનું સાતમું સ્વ‚પ છે. તેમને ચાર ભુજાઓ છે, તેમણે એક હાથમાં ખડગ અને બીજા હાથમાં તીક્ષણ લોહઅસ્ત્ર ધારણ કરેલું છે. ત્રીજો અને ચોથો હાથ અભયમુદ્રા અને વરદમુદ્રામાં છે. તેમનું વાહન ગદર્ભ છે. નવરાત્રીના સાતમા દિવસે નવદુર્ગાનાં આ સ્વ‚પનું પૂજન અર્ચન કરાય છે. દેવીનો વર્ણ કૃષ્ણ છે. પૌરાણિક કથા પ્રમાણે શુંભ અને નિશુંભ નામક અસુરોનો સંહાર કરવા માટે દેવી પાર્વતીએ કાલરાત્રી સ્વ‚પ ધારણ કરેલું હતું.

મહાગૌરી નવ દુર્ગાનું આઠમું સ્વ‚પ: મહાગૌરી એ નવદુર્ગાનું આઠમું સ્વ‚પ છે. તેમને ચાર ભુજાઓ છે, તેમણે એક હાથમાં ત્રિશુળ અને બીજા હાથમાં ડમ‚ ધારણ કરેલું છે. ત્રીજો અને ચોથો હાથ અભયમુદ્રા અને વરદમુદ્રામાં છે. તેમનું વાહન વૃષભ છે.

સિદ્ધિદાત્રી નવ દુર્ગાનું નવમું સ્વ‚પ: સિદ્ધિદાત્રી એ નવદુર્ગાનું નવમું સ્વ‚પ છે. તેમને ચાર ભુજાઓ છે, તેમણે એક હાથમાં ગદા અને બીજા હાથમાં ચક્ર ધારણ કરેલું છે. ત્રીજો હાથમાં શંખ અને ચોથા હાથમાં કમળ છે. તેમનું વાહન સિંહ છે પણ મહદાંશે તેઓને કમળ પર બિરાજમાન દર્શાવાય છે. નવરાત્રીના નવમા દિવસે નવદુર્ગાનાં આ સ્વ‚પનું પૂજન અર્ચન કરાય છે.

Similar Posts

  • Your Moonsign Janam Rashi This Week –
    12 February – 18 February 2022

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 13મી એપ્રિલ સુધી મોજીલા શુક્રની દિનદશા ચાલશે તેથી તમારા મોજશોખને જેટલા ઓછા કરવા માગશો એના કરતા વધુ મોજીલા બની જશો. જેટલો ખર્ચ કરશો એટલા નાણાં કમાઈ લેવામાં મુશ્કેલી નહીં આવે. માથા ઉપરનો બોજો ઓછો કરવા વધુ કામ કરવામાં કોઈ અચડણ નહીં આવે….

  • સીઆવક્ષની બાનુ ફીરંગીઝ

    પોતાના રાજધાની શહેરના મુલકથી પેલી બાજુના છેક ચીનના દરિયા સુધીનો મુલક, એક રેશમી કપડાં ઉપર લખત લખી સીઆવક્ષને સોંપ્યો અને આખા મુલકને લગ્નની ખુશાલીમાં જયાફત આપી. નજદીક અને દૂરનાં જેબી કોઈ લોકો આવે, તેઓ માટે ખાણું અને શરાબ તૈયાર હતા. તેઓ ખાતાં અને પીતાં અને વળી પોતાની સાથે જેટલું લઈ જઈ શકાતું તેટલું લઈ જતાં….

  • ‘હેપ્પી ટીચર્સ ડે’

    તારીખ પાંચમી સપ્ટેમ્બર આપણે સર્વે આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણન નાં જન્મદિવસ ને ‘શિક્ષકદિન’ તરીકે ઉજવીએ છીએ. ડો. રાધાકૃષ્ણન એક મહાન ફિલોસોફર અને શિક્ષક હતા. તેમણે એકવાર કહ્યું હતું કે – ‘હું પહેલા શિક્ષક્ છું,અને પછી રાષ્ટ્રપ્રમુખ છું.’ રાધાકૃષ્ણનનો જન્મ 5મી સપ્ટેમ્બર, 1888ના રોજ તમિલનાડુના તિરુતાનીમાં થયો હતો. બાળપણથી જ રાધાકૃષ્ણન ભણવામાં હોશિયાર હતા. 1906માં…

  • |

    Your Moonsign Janam Rashi This Week – 4 June To 10 June

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”]સૂર્ય: વૃષભ ને મિથુનમાં, ચંદ્ર: સિંહથી તુલામાં, ૨.૩.૨ મંગળ: વૃશ્ર્ચિકમાં બુધ: વૃષભમાં, ગુ‚: સિંહમાં, શુક: વૃષભ ને મિથુનમાં, શનિ: વૃશ્ર્ચિકમાં, રાહુ: સિંહમાં અને કેતુ: કુંભમાં છે.[/otw_shortcode_info_box] મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી   ARIES | મેષ: અ.લ.ઈ. હાલમાં ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી તમે જેટલું મનને શાંત રાખીને કામ કરશો કામ એટલા જ…

  • વહુ નોકરી કરે છે કે હાઉસવાઈફ છે?

    (દરવાજાની ઘંટી વાગે છે) બેટા જો તો કોણ આવ્યો છે? સોફા પર સુતા સુતા ટીવી જોઈ રહેલા આવાંના સસરા બરજોરએ તેની વહુને કહ્યું. આથી આવાં રસોડામાંથી બહાર આવીને દરવાજો ખોલે છે. સામે જાણીતો ચહેરો ન હોવાથી, પૂછે છે તમે કોણ? સામેથી જવાબમાં એક મહિલા ઊભી હતી તે જણાવે છે કે મહિલાઓની સ્થિતિ ઉપર એક સર્વે…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    16 July – 22 July 2022

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 24મી જુલાઈ સુધી મંગળની દિનદશા ચાલશે. તમારા ગુસ્સા પર કાબુ નહીં રાખી શકો. નાની બાબતમાં ગરમ થઈ જશો. તમારી તબિયતની ખાસ સંભાળ લેજો. હાઈપ્રેશરથી પરેશાન થતા હો તો દવા લેવામાં બેદરકાર રહેતા નહીં. ઘરવાળા સાથે મતભેદ થતાં વાર નહીં લાગે. બીજાઓ તમારો…