જિંદગીમાં સુખ થોડું અને દુ:ખ વધારે!!

પયગમ્બર સાહેબની જિંદગી પરથી આપણને વિચાર આવે છે કે પહેલી પંક્તિના વ્યક્તિ તરીકે તેમનું જીવન ગુલાબના બીછાના જેવું નહોતું. આપણા વિચાર પ્રમાણે આપણને લાગે કે તેમનું જીવન ઘણું સરળ અને સુંદર હોવું જોઈએ. તેમના જન્મથી આપણું વ્યક્તિત્વ હસ્તીમાં આવ્યું છે તો તેવણ કેટલા મોટા માણસ હોવા જોઈએ. આપણે આપણા ધર્મ પ્રમાણે તેમને મોટા ગણીએ છીએ પરતું જુદા જુદા દેશોના તથા જુદા જુદા જમાનાના વિદ્વાન લોકો પણ આપણા પયગમ્બર સાહેબને એક મોટો ફીલસુફ માને છે. આજે વિચાર કરીયે કે આપણા આ દાદારે પોતાના માટે કેવું જીવન પસંદ કર્યુ હશે? શું તેઓ સુખી હશે? જવાબ મળશે ના તેવણ ચિંતા, ફિકર, મહેનત સાથે સાથે દુશ્મનાવટ, અદેખાઈ અને ઈર્ષાથી ભરેલું જીવન વ્યતિત કર્યુ હતું. સાત વર્ષની ઉંમરે તેઓએ પોતાનો અભ્યાસ શ‚ કર્યો હતો અને ૨૦ વર્ષની ઉંમરે તેઓ આ દુનિયનો એશઆરામ ત્યુજીને એક પહાડમાં એકાંતવાસ થયા હતા.  ૧૦ વર્ષ ત્યાં અભ્યાસ કરી, શાંતમને ચિંતન કરી ખુદ દાદારથી બીસારત મેળવી તેવણ પહાડી એકાંતવાસમાંથી વસ્તીવાળા શહેરમાં પાચા આવ્યા હતા અને પોતાના એકાંતવાસથી જે જ્ઞાન પ્રાપ્ત થયું તે લોકોને શીખાડવા લાગ્યા હતા. તેનું પરિણામ શ‚આતમાં ઘણું જ ખરાબ આવ્યું હતું તેવણે કરપ નામના પોતાના ખેશી કુટુંબ આગળ અને તેઓમાંના અઉર્વઈતદંગ નામના શખ્સ આગળ દીન સમજાવવા માંડી ત્યારે તેમની કોશિશ બેકાર ગઈ હતી. પહાડ પરથી ઉતર્યાના દસ વર્ષની મહેનત પછી તેઓએ મેદીઓમાહને પોતાનો પહેલો શાગેર્દ બનાવી શકયા હતા. એટલે કે ફકત એકજ જણને માજદયસ્ની જરથોસ્તી બનાવી શકયા. ‘માજદયસ્તો અદ્મિ માજદયસ્નો જરથુસ્ત્રીશ’ એટલે ‘હું માજદયસ્નાન છું, હું જરથોસ્તી માજદયસ્નાન છું.’ એવા દીનના એકરારના સુખુન ફકત મેદીઓમાહ પાસ તેવણ બોલાવી શકયા. ત્યારબાદ ફરી બે વર્ષે તેવણ શાહ ગુશ્તાસ્પને પોતાનો ચેલો એટલે જરથોસ્તી બનાવી શકયા. એ તેવણની ફત્તેહ હતી પણ તેવણને કેટલી હાડમારીમાંથી ગુજરવું પડ્યું હતું પણ છેવટે તેમને ફત્તેહ મળી હતી. બધાનું છેવટ સા‚ં આવ્યું હતું. તે વખતના લોકો તેમને સમજી નહીં શકયા પણ આજના જમાના લોકો તેવણની પીછાણ સમજી શકયા.

પયગમ્બરના જીવનથી આપણે શીખી શકીયે છીએ કે તેવણની સફળતા મેળવતા વર્ષો લાગ્યા તો આજના જમાનાના આપણા જેવા લોકોને તરત ને તરત ફત્તેહ કેવી રીતે મળે છે. આપણને આપણું કામ કરવા માટે ફરજ બજાવવા માટે સુખ અને દુ:ખનો હમેશા શા માટે વિચાર કરવો જોઈએ દુ:ખની સાથે સુખ તો ભેળાયેલું હોય છે જિંદગીમાં સુખ થોડુ અને દુખ વધારે હોય છે.

દુ:ખની જંજાળની સરખામણીમાં આપણે સુખ વધારે વહાલું લાગે છે. જીવનમાં સુખ જોઈતું હોય તો દુશ્મનાવટને છોડી દોસ્તીનો માર્ગ અપનાવો. લોકા એકસાથે સંપથી રહેતા માણસ સુખી થવા પામે છે.

Similar Posts

  • હસો મારી સાથે

    મે મારા મિત્ર જીગા ને ફોન કર્યો : ભાઈ તારી મેરેજ એનીવરસરી ક્યારે છે? જીગો : ઉભો રે, વાસણ જ ધોઉ છું, લોટા પર તારીખ લખી હશે, જોઇ ને કહું. **** પોતા માટે સમય કાઢો. જીવનમાં શાંતિ આવશે !! પત્નીએ કીધું, એકલા પોતા માટે શું કામ? વાસણ, કપડાં,અને કચરા માટે પણ સમય કાઢો! **** એક…

  • મુસાફરીની તૈયારી

    આ સાંભળીને તેજ વેળા મારી વખતાર મેં બંધ કીધી અને મારૂં સર્વે કામ એક કોરે રાખીને હમામખાનામાં તેને હું લઈ ગયો અને મારી સંદુકમાં જે સરસ કપડા હતા તે તેને પહેરાવ્યા. મેં મારો હિસાબ તપાસ્યો તે ઉપરથી માલમ પડયું કે મારૂં ભંડોળ બેવડુ થયું હતું અને મેય મારી માલ મીલકતની કીંમત બે હજાર અશરફ ગણી…

  • કોવિડ-19 દરમ્યાન ઝેડટીએફઆઈ રાહત પૂરી પાડે છે

    મુંબઈ શહેરમાં હાલનું લોકડાઉન, જે ઝડપથી ફેલાતા કોરોનાવાયરસ રોગચાળા માટે લાવવામાં આવ્યું છે, આપણા સમુદાયના વંચિત લોકો માટે ઝેડટીએફઆઈ (ભારતના ઝોરાસ્ટ્રિયન ટ્રસ્ટ ફંડ્સ) દ્વારા પૂરૂં પાડવામાં આવતું માસિક રાશન અને આર્થિક સહાય કરવાનું અશક્ય બન્યું છે. હમદીનોની તકલીફોને સરળ બનાવવા માટે સમર્પિત સમુદાયની અગ્રણી બિન-લાભકારી સંસ્થાઓમાંની એક તરીકે, ઝેડટીએફઆઈ હવે એક દાયકાથી સમુદાયના સભ્યોને તેમની…

  • વજીરે શુક્રાના કીધા!

    તે સોદાગરે જવાબ દીધો કે તે કાંઈ હું ના પાડતો નથી. તે જીને કહ્યું કે ત્યારે તે જ મારા દીકરાને મારી નાખ્યો છે અને તે એ રીતે ખજુરના ઠળિયા આજુબાજુએ નાખ્યા તે વેળા તે રસ્તેથી મારો છોકરો જતો હતો તેથી એક ઠળિયો તેની આંખમાં વાગ્યો કે જેથી તે તરત મરણ પામ્યો માટે હું તને મારી…

  • ક્ષમા શોધવી

    જ્યારે લોકો મરણ પથારીએ હોય છે ત્યારે તેઓ શું કરવાના હોય છે તે જાણતા નથી, પરંતુ એક વાત ચોક્કસ છે, માનવ હૃદય મૃત્યુના દરવાજા પર ક્ષમા માંગે છે. જીવન એક સ્વચ્છ સ્લેટ, એક ખાલી પુસ્તક તરીકે શરૂ થાય છે, ધીમે ધીમે તમારા પોતાના હાથથી તે ભરાય છે અને જે નસીબ ઉદારતાથી બહાર કાઢે છે અથવા…

  • સખાવત વીશે ટૂંક ખુલાસો

    કુદરતના રાદી કામોમાં સખાવત એક ઘણું જરૂરનું તેમજ ઘણું પુનનું કામ છે. સખાવત એટલે પૈસાવાલા માણસોએ પૈસાની મદદથી ગરીબ માણસો જેઓ કુદરતી કાયદે પોતાના ગયા ભવોનાં ખોટાં કર્મોને આધારે પૈસા તેમજ મોટી મુશ્કેલી તથા આફતોમાં આવ્યાં હોય, તેઓને લાયક વખતે ઘટતી મદદ કરી તેમાંથી બચાવવા તેને સખાવત કહે છે. સખાવત એટલે પારકાનું પોતાથી બને તેટલું…