ભેંસના દૂધ કરતાં ગાયનું દૂધ શા માટે?

આપણે સામાન્ય રીતે રોજ બરોજના જીવનમાં ભેંસનું દૂધ વાપરતાં હોઈએ છીએ. ગાયનું દૂધ આપણને સ્વાદમાં ભેંસના દૂધ જેટલું સા‚ં લાગતું નથી. પરંતુ મુખ્તત્વે ૩ બાબતો જાણી લેવી બહુ જ આવશ્યક છે. એક તો ગાય ભેંસ વગેરે પ્રાણીઓ જે ચારો ચરતાં હોય છે, તે ચારામાં ડીડીટીનો છંટકાવ થતો હોય છે. એવો ચારો ચરવાને લીધે દૂધમાં પણ ડીડીટીના તત્વો વિદ્યમાન રહે છે. ભેંસના દૂધમાં ગાયના દૂધ કરતાં ત્રણ ગણા વધારે આવાં દુષ્તત્વો જોવા મળે છે, વળી ગાયના દૂધ જેટલું પીળું ભેંસનું દૂધ નથી હોતું! દૂધમાં જે પીળાશ આવે છે તે દૂધમાં રહેલ ક‚ટિન તત્વને આભારી હોય છે. ગાયના દૂધમાં ક‚ટિન સારા એવા પ્રમાણમાં જોવા મળે છે, જે ભેંસના દૂધમાં નહિવત હોય છે. શરીરમાં ક‚ટિનની ઊણપથી કેન્સર જેવા મહાવ્યાધિની આશંકા રહે છે. ક‚ટિન શરીરમાં પ્રવેશી વિટામીન ‘એ’નું નિર્માણ કરે છે કે જે ત્વચા અને નેત્રો માટે ઘણું સ્વાસ્થયપ્રદ છે. તો ભેંસના દૂધ કરતા ગાયના દૂધની મહત્તા સમજીને ગાયના દૂધ પ્રત્યે આપણે અણગમો ન જ રાખવો જોઈએ.

Similar Posts

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    07 April, 2018 – 13 April, 2018

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. છેલ્લુ અઠવાડિયુંજ શુક્રની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. તેથી આ અઠવાડિયામાં અપોજીટ સેકસ સાથે સારા સારી રહેશે. લોકો તમારા ખરાબ સમયમાં સાથ આપશે. ઉતરતી શુક્રની દિનદશામાં તમારા ઘરવાળાની ડિમાન્ડ પૂરી કરી લેજો નહીં તો આવતા અઠવાડિયાથી સુર્યની દિનદશા તમારા કામ બગાડી નાખશે….

  • હસો મારી સાથે

    ટીનાની કામવાળી: શેઠાણી મને 10 દિવસની રજા જોઈએ છે. ટીના : જો તું આટલી લાંબી રજા પર જતી રહેશે,તો શેઠનો નાસ્તો કોણ બનાવશે, ટિફિન કોણ પેક કરશે, કપડાં કોણ ધોશે, તેમને સમયસર દવા કોણ આપશે. કામવાળી : જો તમે કહો તો હું શેઠને પણ મારી સાથે લઇ જાઉં. *** પતિ (દૂધ પીધા પછી): આ કેવું…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    18th April – 24th April, 2020

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 4થી મે સુધી સુર્યની દિનદશા ચાલશે. તેથી સરકારી કામ કરતા નહીં. તમારી અગત્યની ચીજ વસ્તુ તમારી સામેજ પડેલી હશે છતાં તમને નહીં દેખાય. કામનોે બોજો વધવાથી માથાનો દુખાવો અને એસીડીટીથી પરેશાન થશો. પ્રેશરની તકલીફ હોય તો બેદરકાર રહેતા નહીં. દરરોજ 96મુ નામ…

  • સંજાણ ડેની 102મી શુભ સાલગ્રેહની ઉજવણી

    સંજાણ ડે દર વર્ષે આપણા પૂર્વજો પ્રત્યે કૃતજ્ઞતાના દિવસ તરીકે અને સ્થાનિક શાસકો દ્વારા સ્વીકારવામાં આવે છે તે માટે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. જરથોસ્તીઓ મુખ્યત્વે મુંબઈ અને ગુજરાતમાંથી, સડક અને રેલ માર્ગે, સંજાણ ડેના પ્રસંગની ઉજવણી કરવા સારી સંખ્યામાં આવે છે. આ વર્ષે સંજાણના સ્થંભની 102મી શુભ સાલગ્રેહની ઉજવણી કરવામાં આવી. દિવસની શરૂઆત…

  • તંત્રીની કલમે

    પ્રિય વાચકો, અઢાર મહિનાથી, માનવ જાતિ જીવલેણ કોરોના વાયરસ રોગચાળાની ભયાનકતા સહન કરી રહી છે જેના લીધે જીવન અને આજીવિકાનો નાશ થયો છે જેણે આપણા પ્રિયજનો અને આપણી ખુશીઓ ચોરી લીધી છે. ભૂતકાળની ખોટ અને આપણે હજુ પણ જે ચિંતા સાથે જીવીએ છીએ તે ઘણાને નિરાશ કરે છે, અને કોવિડ પ્રતિબંધોને કારણે વધેલી એકલતા અને…