શિરીન

તે બેટો પોતાની નજર નીચે જમીન પર રાખી, પોતાના હાથની અદબવાળી કશું જ બોલી શકયો નહીં કે ફરી તે માતાએજ ઝનુનથી બોલવા માંડ્યું.

‘દીકરાના આવા બાદશાહી મહેલ કરતા મારા ગરીબડા ધણીની ઝુપડીમાં હું ઘણી સુખી હતી, કારણ ત્યાં માન ને ઈજ્જત હતા.’

ને પછી તે માતા વધુ બોલી શકીજ નહીં. એકદમ હાર્ટમાં દુખાવો થઈ આવી તેવણની છાતી ધમણ મિસાલ હાંફવા લાગી કે તે બેટાએ કાળજીથી તેવણને પલંગ પર લેટાડી મોટા ડોકટરને ગભરાઈને ફોન કરવા દોડી ગયો.

થોડીક વારમાં જ તે મોટો ડોકટર આવી પુગો. પછીથી તપાસી તેને ફરી પાછું પોતાનું મોહ કુમલાવી દીધું.

‘મી. ફ્રેઝર, ઘણોજ સખત પાછો હાર્ટએટેક થઈ આયોછ, ને બનતાં સુધી એવણને શાંત રાખવાની કોશિશ કરજો, નહીં તો કેસ સિરિયસ થઈ જશે.’

તેટલામાં ઝરી જુહાકે ઉશ્કેરાટથી કહી સંભળાવ્યું

‘ડોકટર, હું કાલે મારે ગામ જનાર હોવાથી મને સાથે કંઈ ગોલી ગોલા આપી રાખજો કે દુખાવો જો મુસાફરી વેળા થઈ આવે તો તરત ગાડીમાં લઈ લેવું.’

‘તમારી હાલત જરાકબી મુસાફરીને લાયક છેજ નહીં, મિસિસ ફ્રેઝર.’

તે મોટા ફિઝિશિયને કપાળનો ચીલ્લો ચઢાવતાં જણાવી નાખ્યું કે ફિરોઝ ફ્રેઝરે તેને બાજુમાં લઈ જઈ સમજાવી દીધું.

‘ડોકટર, ચોકકસ કારણસર મંમા ઘણા એકસાઈટ થઈ ગયા છ.’

‘તો મિ. ફ્રેઝર એવણને પાછાં સમજાવી લેવાની કોશેષ કરજો, નહીં તો એવણની જિંદગી જોખમમાં આવી જશે.’

પછી તે મોટા ડોકટરે કંઈ ચોકકસ ઈન્જેકશન આપી, વરી પાછા કંઈ દવા ચીતરી કાઢી તે મોટી ફીનું એનવલપ પોતાનાં ગજવામાં મૂકી, થોડીક સુચનાઓ શિરીન વોર્ડનને આપી, ત્યાંથી વિદાય થઈ ગયો, પણ તે છતાં ઝરી જુહાકનો ગુસ્સો હજુ ઉતરેલો નહીં હોવાથી તેવણે બોલવાનું ચાલુ જ રાખ્યું.

‘ધણીના ગયા પછી ગરીબાઈ વેઠી, હલ્લા ઘસી, સીવીને દીકરાને પોસ્યો ને કેળવ્યો ને હવે આજે એજ છોકરો પોતાની માયને ઘેરમાંથી બહાર કાઢવા તૈયાર થયોછ.

‘મંમા હું કહાં તમોને જવા કહેવુંછ, પ્લીઝ…પ્લીઝ મંમા, જરા શાંત પડો. હું મારે હાથે પપ્પાની છબી એની જગા પર પાછી લટકાવી દેવશ. હું તમોને તેને માટે વચન આપુછ, પણ મારે ખાતર પ્લીઝ એટલા શાંત થાવ.’ પછી તે બેટો પોતાની માતાના પલંગ આગળ ગુથણ માંડી ને એક બાળક મિસાલ રડી પડયો કે એ દેખાવ જોતાં શિરીન વોર્ડનનું જીગર ચુંથાઈ પીખઈ ગયું.

કેવું તેણીને મન થઈ આયું કે પોતાનાં હાથોમાં તે વહાલાને પકડી તેને સધ્યારો આપી શકે!

પણ અફસોસ કે તેમ કરવા તેણી હવે કશો હક ધરાવતી હતી કયાં જે? હવે તો તે આખો મોલી કામાનો હતો.

 (ક્રમશ)

Similar Posts

  • |

    ભારતના બંધારણમાં પારસીનું યોગદાન

    15 ઓગસ્ટ, 1947ના રોજ ભારતની આઝાદી પછી કોંગ્રેસની આગેવાની હેઠળની નવી ભારત સરકારે ડો. બી. આર. આંબેડકરને દેશના પ્રથમ કાયદા મંત્રી તરીકે સેવા આપવા આમંત્રણ આપ્યું. ત્યાર બાદ તરત જ 29 ઓગસ્ટ, 1947ના રોજ તેમને બંધારણ મુસદ્દા સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા અને એસેમ્બલી દ્વારા તેમને ભારતનું નવું બંધારણ લખવાનું સોંપવામાં આવ્યું. પરંતુ, આપણે…

  • ઉદવાડામાં ચોરીઓ ચાલુજ…

    ઉદવાડામાં 10મી ડિસેમ્બર, 2019 ના રોજ લૂંટફાટ અને ઘરફોડ ચોરીના પ્રયાસની ઝડપી ગતિને ધ્યાનમાં રાખીને, ઉદવાડાના જીમખાના રોડ પર સ્થિત સી વ્યૂ કાપડિયા બંગલા ખાતે હજી એક અન્ય નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ બંગલો, જે મેહેરનોશ કાપડિયાનો છે, હાલમાં ટાટા ગ્રુપના કર્મચારીઓ માટે હોલીડે હોમ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. હોલિડે હોમ હોવાને કારણે…

  • ભારતને અંગ્રેજીમાં ઈન્ડિયા કેમ કહે છે?

    ભારત દેશ એક ખાસ અને અનોખો દેશ છે. અહી જેટલી સંસ્કૃતિ, સંસ્કાર અને ભાષાઓ મળે છે એ કોઈ અન્ય દેશમાં જોવા મળતી નથી. ભારતને હિન્દુસ્તાનનાં નામથી પણ ઓળખવામાં આવે છે. પણ ભારતને અંગ્રેજીમાં ઈન્ડિયા કહેવામાં આવે છે. શુ તમે ક્યારેય વિચાર્યુ છે કે ભારતને અંગ્રેજીમાં ઈન્ડિયા કેમ કહેવામાં આવે છે અને આ શબ્દ કોણે નક્કી…

  • રોગચાળાના સમયમાં મુકતાદ

    મુક્તાદ અથવા ફ્રવરદેગાનના દિવસો જરથોસ્તી કેલેન્ડરના છેલ્લા દસ દિવસ હોય છે અને દરેક ધર્મપ્રેમી જરથોસ્તીના જીવનમાં ખૂબ મહત્વ ધરાવે છે. આ વર્ષે મુકતાદ 6ઠ્ઠી ઓગસ્ટથી શરૂ થયા છે અને પતેતીએ એટલેકે 15મી ઓગસ્ટ શહેનશાહીએ સમાપ્ત થશે. 16મી ઓગસ્ટે નવું વર્ષ છે જેનો પહેલો દિવસ (રોજ હોરમઝદ) અને પહેલો મહિનો માહ ફરવરદીન 1390 યઝદેઝરદી શહેનશાહી કેલેન્ડર…

  • જીન પાછો તે વાસણમાં ભરાયો

    કહેવત છે કે ‘ગરજ આપણને કાંઈ પણ યુક્તિ શોધી કાઢવાના કાંટા ભોકે છે.’ તેમ આ માછીએ મોતના પંજામાંથી છટકવાની કાંઈ યુક્તિ શોધવાની મહેનત લીધી. તે માછીએ કહ્યું કે ‘ઓ અબલીશ જ્યારે મને મરવા વિના છુટક નથી ત્યારે ખોદાની મરજીને હું શરણ થાઉં છું હું પણ હું કયા પ્રકારે મોતને આધીન થાવું? કેવી રીતે મરવું પસંદ…

  • ડો. ઝુલેકા અને ડો. માલ્કમ હોમાવઝીરને સન્માનિત કરવામાં આવ્યા

    16મી ઈન્ટરનેશન કોમર્સ અને મેન્જમેન્ટ કોન્ફરન્સમાં 5મી ઓક્ટોબર, 2018 ના રોજ, મુંબઇ યુનિવર્સિટી દ્વારા ડો. ઝુલેકા અને ડો. માલ્કમ એફ. હોમાવઝીરનું ‘ગ્લોબલ ઈકોનોમી, ઈનસોલ્વન્સી અને બેન્કરપ્ટસી કોડ’ના રીસર્ચ માટે સન્માન કરવામાં આવ્યું હતું. મુંબઈ યુનિવર્સિટીના કોમર્સ વિભાગના ડીન ડો. વિવેક દેવોલંકર દ્વારા વિલ્સન કોલેજ ખાતે મેનેજમેન્ટ સ્ટડીઝ વિભાગના અધ્યક્ષ ડો. ઝુલેકાને હુકમપત્ર પ્રદાન કરવામાં આવ્યું…