મહુવા પારસી અંજુમનની સાલગ્રેહ અગિયારીના દાતાઓ તથા શૈક્ષણિક સિધ્ધિ પ્રાપ્ત કરનાર યુવા પેઢીનું સન્માન
રોજ સરોશ, માહ અરદીબહેસ્તનો શુભ દિવસ મહુવાની પટેલ અગિયારીનો સાલગ્રેહનો દિવસ હોવાથી અંજુમન તે દિવસે જશન કર્યા બાદ મહુવાની યુવા પેઢીના સન્માનનો કાર્યક્રમ રાખે છે. આ વરસે આ શુભ અવસર તા. ૨જી ઓકટોબરના દિવસે હતો કે જે દિવસ ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મતિથિ તરીકે સમગ્ર દેશમાં ઉજવાય છે. આ શુભ દિને સવારના સ્ટે.ટા. ૧૦.૦૦ કલાકે…
