બીજા બધા દેશાગમનો નિષ્ફળ ગયા હતા
ઈતિહાસીક ટેકો કીસ્સે સંજાનના બ્યાનને કેટલો બધો છે તે જાણવા મળે છે. હિન્દમાં પારસીઓની આમદ દસ્તુરે દસ્તુરાન દહયુપત નૈરયોસંઘની સરદારી હેઠળ થઈ તે વિશેની ઈલ્મે ક્ષ્નુમ પ્રમાણેની બાબદો ઘણીજ ઉત્તમ છે. બુનક પાસ્બાની અને દિનની હીફાઝત બહેરામે વરઝાવંદ આવે ત્યાં સુધી થઈ શકે તે માટે તો પારસીઓ હિન્દમાં આવ્યા હતા. જેઓના શરીરના અણુએ અણુમાં પારસીપણું…
