ફકીર થયેલા ત્રણ શાહજાદા તથા બગદાદ શહેરની પાંચ બાનુઓની વાર્તા
જ્યારે તે ફકીરો બેઠા ત્યારે તે બહેનોએ તેઓને માટે જેટલું જોઈએ એટલું ખાણુંપીણું પુરૂં પાડયું અને ખુશાલીમાં આવેલી સફીયએ તેઓને અગત્ય કરી શરાબ આપ્યો. જેટલું તેઓને ભાવે એટલું ખાણું તેઓએ ખાધું તથા શરાબ પીધો. ત્યારે તેઓએ તે બાનુએ કહ્યું કે ‘તમારી પાસે જો સુંદર વાજીંત્ર તથા સાજ હોય તો અમને આપો! અમે તમારી આગળ ગાયન…
