સંપુર્ણ જીંદગી માટેના ત્રણ સંબંધો યા ફરજો
આપણે જોયું કે સંપુર્ણ, ધાર્મિક, મીનોઈ યા ખરી નીતિવાન જીંદગી ગુજારવા માટે આપણે આપણા સંબંધો જાળવવા જોઈએ. આપણે જોયું કે એ સંબંધો ત્રણ પ્રકારના છે. તે સંબંધો ઉપરથી ઉભી થતી ફરજો પણ ત્રણ પ્રકારની છે. 1) અહુરમઝદ તરફની ફરજ. 2)આપણી આજુબાજુના જગત, માણસ, ભાઈબંદો, જાનદાર પેદાયશ વગેરે તરફની ફરજ. 3) આપણા પોતાના આત્મા યા રવાન…
