શિરીન
મોલી કામા ઘણીક વેળા ત્યાં આવી ધામો નાખી દેતી, ને કોઈક વાર તો રાતનાં મોડું થતાં ત્યાજ તે રાત પસાર કરી નાખતી. એ જોઈ એક દિવસ ઝરી જુહાક પોતાનાં દીકરા આગળ ઘણાં બખાળી ઉઠયા. ‘પેલી તારી મોલીએ શું નવા ઢંગ માંડયાછ? હમણાંથી શાંની રાતનાં અત્રે રહી પડેછ? નોકરો વચ્ચે સારૂં લાગેછ કે?’ કે તેનાં જવાબમાં…
