કાળા ટાપુના જવાન પાદશાહની વાર્તા
ખરેખર તેજ ઘડીએ તે ગઈ અને જ્યારે તે તળાવના કિનારા ઉપર આવી પહોચી ત્યારે તેણીએ પોતાના હાથમાં થોડું પાણી લઈ આસપાસ છાટયું તથા તેની સાથે કાઈ મંત્ર ભણી જેથી તે શહેર પાછું સજીવન થયું તે તળાવ માહેલા માછલા આદમીઓ, સ્ત્રીઓ, અને બાળકો બની જયા જે મુસલમાન હતા તે મુસલમાન દેખાયા જે કિશ્ર્ચિયન હતા તે ક્રિશ્ર્ચિયન…
