નાટક ઉત્તેજકના મૂળ માલેકો

મરહુમ ફરામજી ગુસ્તાદજી દલાલ, મરહુમ કાવસજી ન. કોહીદા‚ અને મરહુમ હોરમસજી ધ. મોદી એ ત્રણ સાહેબોએ, એક નવી નાટક ટોળી ઉંચા ધોરણ ઉપર ઉભી કરવાની પોતપોતામાં મસલત ચલાવી હતી. એ બનાવ લગભગ ઈ.સ. ૧૮૭૪-૧૮૭૫ના સાલથી શ‚ થયો હતો. એ વરસોમાં ગ્રાન્ટ રોડ ઉપર હિન્દુસ્થાની ભાષામાં નાટકો થવા લાગ્યા હતા. એટલે નાટક તખ્તા ઉપર શુધ્ધ ગુજરાતી ભાષામાં નાટકો થાય તે તો એક નવાઈ જેવું જ લાગ્યું! કુંવરજી નાઝરે ગુજરાતનો છેલ્લો રાજા ‘કરણ ઘેલો’વાળો નાટક સ્ટેજ કરાવ્યો હતો પણ તે વખતે તે કેવળ નિષ્ફળ ગયો હતો.

પાછા આ ત્રણ સાહેબો કેખશ‚ની મદદ માંગવા દોડયા હતા! એ ત્રણે સાહેબોનો આ એક મુદ્રાલેખ હતો કે ‘કેખશ‚ વગર કોઈ નાટક ફત્તેહમંદ થઈ શકે જ નહીં.’ કેખશ‚ને નાટક લખવાનું અને સારા પાયા ઉપર નાટકો કરાવવાનું જનમથી ચેટક લાગેલું હોવું જોઈએ! કેમ કે બચપણથી જ મરહુમે એ હુન્નરને ખીલવવાની નેમથી જુદી જુદી કલબવાળાઓને પોતાની મદદ આપવી શ‚ કરી હતી અને તે પ્રમાણે આ ત્રણ સાહેબોની નવી યોજનાને સાંભળી લઈ પોતાથી બનતી દરેક મદદ આપવા કબુલી હતી. આગલા સાલમાં જેમ વિકટોરિયા કલબને બનતી દરેક મદદ આપવા કબુલી હતી. આગલા સાલમાં જેમ વિકટોરિયા કલબને ઉભી કરી તેને માટે એક ધરખમ કમિટી ગોઠવી હતી, તેમ આ નવી કલબને માટે પણ તેવણે એક તેવીજ ધરખમ કમિટી ગોઠવી અને કાબરાજીએ જેમ પોતાની માનીતી ગાયન ઉત્તેજક મંડળીને ઉભી કરી તેનું નામ આપ્યું હતું, તેમ આ નવી નાટક કલબનું નામ પણ તેવણે નાટક ઉત્તેજક મંડળી આપી તેનું કામ શ‚ કીધું હતું.

(વધુ આવતા અંકે)

Similar Posts

  • ગ્લોબલ ઇરાનશાહ પહેલ

    ‘ગ્લોબલ ઇરાનશાહ પહેલ’ (ગુજરાત)માં ઉદવાડા ગામે આપણા પવિત્ર, પાક ઇરાનશાહ પ્રત્યેના પ્રેમ અને ભક્તિનો વિશ્ર્વવ્યાપી પ્રયાસ છે, જેનો હેતુ આપણા અમૂલ્ય અને અનંત વારસાને ટેકો અને ટકાવી રાખવાનો છે. ગ્લોબલ પહેલ પહેલીવાર સત્તાવાર રીતે 24મી ડિસેમ્બર, 2017 ના રોજ બીજા ઇરાનશાહ ઉદવાડા ઉત્સવ (આઈયુયુ) પર શરૂ કરાઈ હતી, અને તેની ગતિશીલ, ઇન્ટરેક્ટિવ વેબસાઇટ 27 ડિસેમ્બર,…

  • બેજનની બાનુ મનીજેહ

    તેનું માથું કાન અને પુછડી બેજનના શબરંગ ઘોડા જેવી હતી. તેની ગર્દન સિંહના જેવી હતી અને તેની દોડવાની ઝડપ પવનના જેવી હતી. તું કહેશે કે રખશની ઓલાદનું તે જાનવર હતું. તે ગુરખર બીજનની સામે આવ્યું અને બેજનને તેને પકડવા તેની ઉપર કમન્દ નાખી. કમન્દ નાખતા તે ગુરખર નાસવા લાગ્યું અને બેજન તેની પછવાડે દોડયો તે…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    15 May – 21 May, 2021

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 25મી જૂન સુધી ચંદ્રની દિનદશા ચાલશે. ચંદ્ર તમારા મગજને શાંત બનાવી રોજના કામ ને સરળ બનાવી દેશે. કોઈ અંગત વ્યક્તિને ધનની મદદ કરી શકશો. સગાસંબંધી તમારી સાથેના સંબંધને સુધારવાની કોશિશ કરાશે. મિત્ર-મંડલમાં માન-ઈજ્જત વધુ મલશે. ધનને બચાવી સારી જગ્યાએ ઈનેવસ્ટ કરી શકશો….

  • વાત્સલ્યની મૂર્તિ એટલે માં!!

    ઈશ્ર્વરે પ્રેમનું સર્જન કર્યું હશે ત્યારે સૌથી પ્રથમ માતા બનાવવાનું વિચાર્યું હશે! અનન્વય અલંકારમાં કહીએ તો વાત્સલ્યની મૂર્તિ એટલે મા, મા એટલે વાત્સલ્યની મૂર્તિ. એના જેવી વ્યકિત આ જગતમાં કયાંય મળે એમ નથી! બાળકને જન્મ આપનાર અને એનું લાલનપાલન કરી જીવનનું સુયોગ્ય ઘડતર કરનાર માતાની મૂલ્યવાન સેવાનો બદલો કોનાથી વાળી શકાય એમ છે? બાળક ઉદરમાં…

  • એનએસએસ મુજબ જરથોસ્તી સમુદાય, બિમારીઓ માટે સૌથી વધુ સંવેદનશીલ

    જુલાઈ, 2020માં પ્રકાશિત રાષ્ટ્રીય નમૂના સર્વેક્ષણ (એનએસએસ) ના 75માં રાઉન્ડના પરિણામો મુજબ, ભારતના ધાર્મિક સમુદાયોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને, જરથોસ્તી સમુદાય બિમારીઓ માટે સૌથી વધુ સંવેદનશીલ રહે છે. ભારત સરકારના ‘સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ અમલીકરણ મંત્રાલય’ એ ‘હેલ્થ ઇન ઈન્ડિયા’ શીર્ષકના સર્વેનો અહેવાલ બહાર પાડ્યો હતો, જેનો મુખ્ય ઉદ્દેશ ભારતના આરોગ્ય ક્ષેત્ર પર મૂળભૂત, જથ્થાત્મક માહિતી એકત્રિત…

  • મીથ્રનુ બળ 

    આજે તો બુરા જમાનાની આલુદગીને લીધે તરીકતમાં તો ખામી આવ્યા વગર રહેજ નહિં પણ આજે જે મુખ્ય ચીજ છે તે મીથ્ર છે. ભલા જમાનામાં મુખ્ય ચીજ યસ્ન હોય છે. ઉસ્તાદ સાહેબ ક્ષ્નુમ લાવ્યા અને તે અમુક જણાઓને તેહસીલ થયો તે કાંઈ ખાલી અકસ્માત નથી પણ વરજાવંદ સાહેબની આમદનો મીથ્ર ઉભો કરવા માટે બધું થયું છે….