અમર ઈરાન: યાદગાર પાર્સી યોદ્ધો આર્તાચીઈસ – પૂરાતન ગ્રીક લોકોથી દેવતાઈ માન પામેલા એક મહાન પારસીને લગતી ટુંક નોંધ

પ્યારી સરજમીન ઈરાનના ભૂલાઈ ગયલા મહાન પારસી યોદ્ધાઓમાંના એક યાદગાર યોદ્ધા આર્તાચીઈસને લગતી ટુંક નોંધ આજે આપણે રજુ કરીશું. આ નામાંકિત પારસી નરને લગતી અતિશય ટુંકી નોંધ તવારિખનો પિતા નામિચો ગ્રીક તવારિખનવેશ હીરોડોટસ પોતાનાં પ્રસિદ્ધ પુસ્તકમાં લખી ગયો છે તે ઉપરથી નિચલો હેવાલ ઉપજાવી

કાઢ્યો છે:-

અમર આર્તાચીઈસ હખામનીશના નામિચા પારસી પાદશાહી ખાનદાનનો એક વનામાંકિત નબીરો હતો અને તે જગમશહુર ખાનદાનનું ઉંચુ બ્લુ લોહી તેની રગોમાં વહેતું હતું. તેનું શારીરિક બંધારણ કોઈ પણ માણસને અદેખાઈ ઉપજાવે તેમ હતું. તેનું કદ રાક્ષસી હતું. અને ઉંચાઈમાં તો તેની બરાબરી તે જમાનામાં કોઈ પણ કરી શકતું નહિ.હીરોડોટસના કહેવા મુજબ તેની ઉંચાઈ પાંચ ક્યુબિટમાં ફકત ચારજ આંગળ કમી હતી યાને હાલની ગણત્રી પ્રમાણે 8 ફીટ 2 ઈંચની તે રાક્ષસી ઉંચાઈ ધરાવતો હતો. તેની પછી ઉંચાઈમાં બીજે નંબરે હખામની શાહાનશાહ મહાત્મા ક્ષયાર્શા (ઝર્ક્ષીઝ) પોતે આવતો હતો. વળી કહે છે કે આખી દુનિયામાં તેના જેવો મોટો અવાજ કોઈનો પણ હતો નહિ.

શારીરિક બળ અને બંધારણમાં જ્યારે તે બિનહરિફ હતો ત્યારે તેનું માનસિક બળ પણ હયરત કરનારૂં હતું. તે અત્યંત અક્કલમંદ અને ઘણોજ બાહોશ હતો. તેણે પોતાના હાથ હેઠળનાઓનો પ્યાર જીતી લીધો હતો.

મહાત્મા ક્ષયાર્શાનો તે અતિશય માનિતો હતો. તેથી તે નામદારે એથોસની નેહેરનાં મહાભારત બાંધકામ ઉપર દેખરેખ રાખવાનું જોખમભર્યું કામ તેને સોંપ્યું હતું. તે ઉંચો ઓધ્ધો તેણે થોડાંક વરસો સૂધી ભોગવ્યો. પરંતુ જ્યારે પોતાની ગ્રીસ ઉપરની મહાભારત ચઢાઈ દરમ્યાન મહાત્મા ક્ષયાર્શા કુચ કરતો છેક એકેન્થસ શહેર સૂધી આવી પહોંચ્યો ત્યારે તે પ્રસિદ્ધ સરદાર થોડા દિવસની માંદગી ભોગવી મરણ પામ્યો. તેનાં મોતથી તે તાજદારને ભારે ગમ ઉપજ્યો. કારણ કે તે તે રાજકર્તાનો સર્વથી વફાદારમાનિતો સપેહસાલાર હતો. તેની લાશને દફનાવી ઠેકાણે પાડવા તે નામદારે એક ભપકામંદ અસ્તોદાન બંધાવ્યું હતું. કહે છે કે તેની પાયદસ્તની ક્રિયામાં આખા ઈરાની લશ્કરે ભાગ લઈ તેને મોટું માન આપ્યું હતું.

પરંતુ યાદગાર આર્તાચીઈસની બાબદમાં પારસીઓને મગરૂરી કરનારો જે બનાવ બન્યો તે તો નિચે મુજબ છે:  કહે છે કે તે જગપ્રસિદ્ધ યોેધ્ધો પોતાના ગ્રીસ ખાતેના ટુંક અમલ દરમિયાન ગ્રીક લોકોનો ઘણોજ માનિતો થઈ પડ્યો હતો. તેની હયાતીમાં તેનું રાક્ષસી કદ જોઈ ગ્રીક લોકો તેને એક પહેલવાનના જેટલું મોટું માન આપતા હતા. પણ તેનાં મૃત્યુ પછી તો એકેન્થિયન ગ્રીકો તેને એક દેવતા સમજી તેની આરાધના કરવા લાગ્યા અને જ્યારે પણ તે વહેમીઓ પોતાની કોઈ ધારણા પાર પાડવા માંગતા ત્યારે તેઓ તેને યાદ કરી તેની મદદના તલબગાર થતા. પારસીઓ માટે આ બનાવ ખચિતજ મગરૂરીભર્યો ગણાવો જોઈએ.

ખરેખર તેના જેવા વીરનરને ધરાવવા માટે તે જમાનાના પારસીઓ મગરૂર અને ભાગ્યશાળી હતા. તેને લગતી ઝાઝી નોંધ જો કે આપણને મળી નથી, તો પણ તેની જીંદગી આપણને એક ઉમદા ધડો શિખવે છે. કમનશીબે તેને લગતું બધું વર્ણન આપણને મળતું નહિ હોવાથી તેના જેવા બુદ્ધિશાળી નીતિમાન મહાન પુરૂષનાં બીજાં કીર્તીવંત કામોથી આપણે બિલકુલ બેખબર છીએ. એવા નામાંકિત નરને આજના મોજીલા પારસીઓ સદંતર ભૂલી ગયા છે. તે તેઓ માટે શોભાભર્યું કવચિતજ ગણાય. શું આ આર્તાચીઈસનું રૂડું નામ નામધરણની ટીપમાં લેવાને લાયક નથી?

આપણા એ વહાલા વડીલના અશો ફરોહરને મોટા માન સાથે યાદ કરી ખતમ કરૂં છું.

Similar Posts

  • રાજકુંવરના લગ્ન બંગાલની રાજકુંવરી સાથે

    મહારાજાના હુકમથી ભૂત કાઢવાની સર્વે તૈયારીઓ હકીમે કરી. એક ચોગાનમાં તેણે રાજકુંવરીને સારી રીતે ખવડાવી પીવડાવી, ઉત્તમ કપડાં પહેરાવી, ઉભી રાખી. પડખે પેલો ઉઠણ ઘોડો લાવી રાખ્યો. આસપાસ મોટાં કુંડાળામાં હકીમે અગ્નિ સળગાવ્યો અને તેની અંદર ખૂબ સુખડ, અગર વિગેરે નાખી ખુબ ધુમાડો વધારી દીધો. મહારાજા અને તેનો રસાલો તે અગ્નિવાળા કુંડાળાથી થોડા દૂર બહાર…

  • મા શક્તિની કૃપા પામવાનું પર્વ એટલે નવરાત્રી

    ગરબાપ્રેમીઓ જેની રાહ જોતાં હોય છે એ નવરાત્ર-ઉત્સવ શરૂ થઈ ગયો છે. નવરાત્રીના ગરબા દુનિયામાં સૌથી જાણીતા છે. માતાના ભક્તો અને યુવાપેઢી ગરબાની તૈયારી મહિનાઓથી શરૂ કરી દે છે. તેમજ બંગાળમાં બંગાળીઓનો મોટો તહેવાર એટલે દુર્ગાત્સવ-દુર્ગાપૂજાનો તહેવાર તેમજ ઓરિસ્સામાં પણ નવરાત્રી ખૂબ ઠાઠ-માઠ અને ભક્તિભાવથી ઉજવાય છે. આસો સુદ આઠમ જે માતાજીની આઠમ તરીકે વધુ…

  • શિરીન

    ‘તો પછી ફિલ, ખુદ તમારી બેનને તમો નહીં કરી શકો હેપી? ફકત પૈસાને ખાતર બીચારા નહીં પરણી શકતાં ને એક વાત જાણોછ ડાર્લિંગ, જાંગુ દલાલના માયને એટલી રીત જોઈએછ ને તેથી એવણ વાંધો ઉઠાવેછ.’ તે જવાને ખાતાં અટકી જઈ, એક વહાલભરી નજર તે મીઠી છોકરી પર ફેંકી પછી મજાકથી પૂછી લીધું. ‘તું ને હિલ્લાએ મારી…

  • આદિલ સુમારીવાલાના નેતૃત્વ હેઠળ 7 ઓલિમ્પિક મેડલ!

    ભારતે ટોક્યો ઓલિમ્પિક્સનો રેકોર્ડ સાત મેડલ સાથે અંત કર્યો, જેમાં ગોલ્ડ મેડલનો સમાવેશ થાય છે – એથ્લેટિક્સમાં ભારત પ્રથમ, જેવરિન થ્રોમાં નીરજ ચોપરાએ જીત્યો; રવિ કુમાર દહિયા (કુસ્તી 57 કિગ્રા) અને મીરાબાઈ ચાનુ (વેઇટ લિફ્ટિંગ – 49 કિગ્રા મહિલા) દ્વારા બે સિલ્વર; અને પીવી સિંધુ (મહિલા સિંગલ્સ બેડમિન્ટન), લવલીના બોરગોહેન (મહિલા વેલ્ટરવેટ બોક્સિંગ), ભારતીય હોકી…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    4th January – 10th January, 2020

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. રાહુની દિનદશા ચાલુ હોવાથી તમારા દિવસની ભૂખ અને રાતની ઉંઘ બન્ને ઉડી જશે. ખોટા વિચારોથી પરેશાન થશો. તમારા અંગત માણસો તમારો સાથ નહીં આપે તેનું દુ:ખ લાગશે. ખર્ચનું પ્રમાણ વધી જશે. તબિયત ખરાબ થવાના ચાન્સ છે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો. શુકનવંતી તા….

  • પાઈનેપલ અપસાઈડ ડાઉન કેક

    સામગ્રી: 1 1/2 કપ મેંદો, 3 ઈંડા, 1 કપ ખાંડ, 3/4 કપ માખણ, 1 1/2 ચમચી બેકિંગ પાઉડર, ચપટી મીઠો સોડા, ચપટી મીઠું, 6 અનાનસના ગોળ ટુકડા (ડબ્બામાંના), 3 ચમચા ખાંડ, 6 ચેરી. રીત: સોડા, મીઠું, બેકિંગ પાઉડર અને મેંદો ચાળી લો. ખાંડ, માખણ અને ઈંડાં બરાબર ફીણીને મેંદામાં મિક્સ કરો. પછી પાંચ-સાત મિનિટ બરાબર…