નાટક ઉત્તેજકના મૂળ માલેકો

મરહુમ ફરામજી ગુસ્તાદજી દલાલ, મરહુમ કાવસજી ન. કોહીદા‚ અને મરહુમ હોરમસજી ધ. મોદી એ ત્રણ સાહેબોએ, એક નવી નાટક ટોળી ઉંચા ધોરણ ઉપર ઉભી કરવાની પોતપોતામાં મસલત ચલાવી હતી. એ બનાવ લગભગ ઈ.સ. ૧૮૭૪-૧૮૭૫ના સાલથી શ‚ થયો હતો. એ વરસોમાં ગ્રાન્ટ રોડ ઉપર હિન્દુસ્થાની ભાષામાં નાટકો થવા લાગ્યા હતા. એટલે નાટક તખ્તા ઉપર શુધ્ધ ગુજરાતી ભાષામાં નાટકો થાય તે તો એક નવાઈ જેવું જ લાગ્યું! કુંવરજી નાઝરે ગુજરાતનો છેલ્લો રાજા ‘કરણ ઘેલો’વાળો નાટક સ્ટેજ કરાવ્યો હતો પણ તે વખતે તે કેવળ નિષ્ફળ ગયો હતો.

પાછા આ ત્રણ સાહેબો કેખશ‚ની મદદ માંગવા દોડયા હતા! એ ત્રણે સાહેબોનો આ એક મુદ્રાલેખ હતો કે ‘કેખશ‚ વગર કોઈ નાટક ફત્તેહમંદ થઈ શકે જ નહીં.’ કેખશ‚ને નાટક લખવાનું અને સારા પાયા ઉપર નાટકો કરાવવાનું જનમથી ચેટક લાગેલું હોવું જોઈએ! કેમ કે બચપણથી જ મરહુમે એ હુન્નરને ખીલવવાની નેમથી જુદી જુદી કલબવાળાઓને પોતાની મદદ આપવી શ‚ કરી હતી અને તે પ્રમાણે આ ત્રણ સાહેબોની નવી યોજનાને સાંભળી લઈ પોતાથી બનતી દરેક મદદ આપવા કબુલી હતી. આગલા સાલમાં જેમ વિકટોરિયા કલબને બનતી દરેક મદદ આપવા કબુલી હતી. આગલા સાલમાં જેમ વિકટોરિયા કલબને ઉભી કરી તેને માટે એક ધરખમ કમિટી ગોઠવી હતી, તેમ આ નવી કલબને માટે પણ તેવણે એક તેવીજ ધરખમ કમિટી ગોઠવી અને કાબરાજીએ જેમ પોતાની માનીતી ગાયન ઉત્તેજક મંડળીને ઉભી કરી તેનું નામ આપ્યું હતું, તેમ આ નવી નાટક કલબનું નામ પણ તેવણે નાટક ઉત્તેજક મંડળી આપી તેનું કામ શ‚ કીધું હતું.

(વધુ આવતા અંકે)

Similar Posts

  • બેજનની બાનુ મનીજેહ

    બેજનનો અ વિલાપ અને જારી ખોદાતાલાએ સાંભળી તેની ઉપર મેહર કીધી. પીરાન વજીરનું તે જગ્યાએ આવવું થયું. તેણે કોઈને ફાંસી ચઢાવવાની તૈયારી જોઈ પુછયું કે ‘પાદશાહની ઈતરાજી કોણ પર ઉતરી છે? કસરેવજે જવાબ આપ્યો કે ‘આ બેજન છે, કે જે તુરાનના શાહનો દુશ્મન છે.’ એ સાંભળી પીરાને ઘોડાને એડ મારી અને તુરત બેજન આગળ આવ્યો,…

  • અરદીબહેસ્ત યશ્ત (2)

    આજે, આપણો દિવસ વહેલી સવારે ચાના ગરમ કપથી શરૂ થાય છે. તે આપણી સિસ્ટમમાં બનેલી એક રૂટિન છે અને લગભગ રોજ આપણે ગેસને પ્રકાશિત કરીએ છીએ, ચાની કીટલી મૂકીએ છીએ અને આપણી ચા તૈયાર થઈ જાય છે! હવે હું તમને એક હજાર વર્ષ પાછળ લઈ જાઉં છું અહીં સવાર જેવું દેખાશે. તમે ઉઠો, તમારી પાદયાબ…

  • કુડોઝ ટુ ડો. પર્સીસ દુધવાલા

    સુરત મહાનગર પાલિકા દ્વારા સુરતના તમામ ઝોનમાં તાજેતરમાં હાથ ધરવામાં આવેલા સ્વચ્છતા સર્વેક્ષણ સર્વેમાં, કડીવાલા મેટરનિટી હોમ એન્ડ અર્બન હેલ્થ સેન્ટર, ડો. પર્સીસ હોમી (મેવાવાલા) દુધવાલા દ્વારા સંચાલિત, 2020 સ્વચ્છતા સર્વેક્ષણ એવોર્ડ મેળવ્યો, આ એવોર્ડને જીતવાને પ્રશંસનીય બાબત એ છે કે, સુરતના મધ્ય ઝોનમાં, અન્ય બે ખાનગી હોસ્પિટલોની સાથે પ્રસૂતિગૃહ એક કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલ છે,…

  • મેરવાનજીના માયજી

    માયજી મેગેઝિન વાંચે છે અને એમાં ફ્રેન્ડશીની જાહેરાત છે તે વાંચતા વાંચતા માયજી: ગુલાબ, બાપરે કેટલું મોટું ગુલાબ આય તો મારી આંખમાંજ ઘુસી ગીયું, બીચારી એકલી છે મારી જેમ એને પન કોઈ દોસ્ત જોઈએ છે. નંબરપન આપ્યોચ લાવ ઉતારી લેવ. એટલે તો મેરવાનજી માયજી માટે આદુ, ફુદીનાની ચાય લઈને આવે છે. માયજી: મંચી, મેરવાનજી: તું…

  • કર્જતમાં લાયનોની ઉમંગ

    18 જુન, 2017 ના રોજ, લાયન્સ પર્સી માસ્ટર, કેટી પટેલ, સાયરસ સુરતી અને લાયનના 45 સભ્યોએ ઉમંગની મુલાકાત લીધી હતી. ઉમંગએ બાલ આનંદનું વિસ્તર છે અને વિશ્ર્વ ચિલ્ડ્રન કલ્યાણ ટ્રસ્ટ જે ભારત હેઠળ ચાલે છે. માનસિક રીતે અક્ષમતા ધરાવતા સોળ બાળકોનું આ ઘર છે જ્યા તેમને વિવિધ તાલિમ આપવામાં આવે છે.  

  • સીનિયર સિટિઝનોએ લક્ષમાં લેવા જેવું

    સાઈઠ કે પાંસઠ વરસની ઉંમર સુધી સરેરાશ માણસ પોતાના જીવનકાળમાં જે કંઈ બચત કરે છે એમની વિદાય પછી બધું એના સંતાનો માટે જ હોય છે એ પરંપરા છે. આમાં કશું ખોટું પણ નથી. પણ કેટલીક વાર એવું બને છે કે માણસ પરિવારજનો પ્રત્યેના સ્નેહને કારણે અથવા ક્યારેક જવાબદારીઓ અદા કરવાની ખોટી ગણતરીના કારણે પોતાની મુઠ્ઠીને…