શિરીન

 ‘પણ હું તને એ બેમાંથી એક પણ રીતે લઈ જવા માંગતો નથી, શિરીન.’

‘ત્યારે કેવી રીતે, ફિલ?’

‘મારી વાઈફ તરીકે.’

ને ત્યારે ખુશાલીથી પોતાના બન્ને કોમળ કરો તે જવાનની ગરદન આસપાસ વીંટળાવી તેણી તે વહાલાના પાસામાં સુખથી થોડોક વાર પડી જ રહી, કે શિરીન વોર્ડનને બીજું કસાનું ભાન રહ્યું જ નહીં.

જો તે જ તક હાથમાં લઈ તેણી પોતાના વહાલા આગળ હાલમાં જોન સ્મીથ સાથની સવારની મુલાકાત, તથા સામ તલાટીના મેળાપ વિશે વાત કરી દેતે તો તેણીનાં કિસ્મતનાં પાસાને તેણી કંઈક રીતે ઉથલાવી શકતે.

પણ અફસોસ, કે તકદીરના લખ્યા લેખને કદી કોઈ ઈન્સાન ભુસાડી શકેછ, તો પછી શિરીન વોર્ડન તે કયાંથી કરી શકે?

પછી વખત થતાં ફિરોઝ ફ્રેઝર તેણીને ફરી અને ફરી વહાલ કરી મલી ભેટી પોતાની ભપકાભરી ગાડીમાં સેનચરી કલબ તરફ રવાના થઈ ગયો.

તે મોટા મોટા કમિટીનાં મેમ્બરોની મીટિંગ ખતમ થયા બાદ ફિરોઝ ફ્રેઝર તે ગંજાવર કલબમાં સામ તલાટીની શોધમાં નીકળી પડયો.

અંતે દસેક મિનિટની શોધખોળ કરતા સામ તલાટી કાર્ડ ‚મમાં એક ટેબલ આગળ બીજાની ગેમ વોચ કરતો માલમ પડયો, કે ફિરોઝ ફ્રેઝરે તે તક હાથમાં લઈ તેના કાન આગળ જઈ ધીમેથી કહી સંભળાવ્યું.

‘સામ તલાટી, મને તા‚ં કામ હોવાથી તું થોડીક મિનિટ સ્પેર કરશે?’

એ સાંભળતા સામ તલાટી ચમકયો, પછી તેને હીંમતથી ઉઠી ફિરોઝ ફ્રેઝર સાથ ચાલવા માંડયું.

અલબત્ત જો બીજા સંજોગ હતે તો તે બીકણો બાયલો, ફિરોઝ ફ્રેઝરના પીલતન જેવા આકાર તરફ નજર કરી કંઈક બહાના દેખાડી શકતે. પણ આજે સવારના શિરીન વોર્ડન તરફનાં ઈનસલ્ટ પછી તે બહાદુરીથી અંતે લડવા તૈયાર થઈ ગયો.

તે બન્ને મરદો બહાર બગીચાના તે પાછલા એકાંતમાં આવેલા ભાગ તરફ જઈ અંતે ઉભા રહી ગયા, કે ફિરોઝ ફ્રેઝરે દમામથી પહેલો સવાલ પૂછી લીધો.

‘સામ તલાટી, તે દિવસે તે મિસ વોર્ડનને મારે માટે જે ખરાબ શબ્દ વાપર્યા તેનો મિનિંગ શું?

એ સાંભળતાં જ પહેલાં સામ તલાટી ફૂંકી મારી ગયો પછી તેને હિંમતથી જુઠ્ઠું કહી સંભળાવ્યું.

‘તદ્દન જુઠી વાત છે, કારણ હું કંઈ પણ તારે માટે ખરાબ બોલ્યો જ નથી ફિરોઝ ફ્રેઝર.’

‘ત્યારે શું મિસ વોર્ડન જુઠું બોલેછ? શા હિસાબે તું એમ બોલ્યો કે હું તેણીને મારા કાસલમાં એક રખાત તરીકે રાખુંછ?’

‘હું તેમ બોલ્યો જ નથી, મારી સાથે મોલી પણ હતી ને તું તેણીને પૂછી શકશે.’

ત્યારે તું શું બોલ્યો કે જેથી મિસ વોર્ડન આટલા બધાં અપસેટ થઈ ગયાં?’

‘હા, હું તેણીને માટે બોલ્યો એ ખરી વાત છે.’

‘શું બોલ્યો?’

ફિરોઝ ફ્રેઝરે પોતાના હાથની બન્ને મુઠ્ઠીઓ વાળી દળ ઝનૂનથી પૂછી લીધું કે સામ તલાટીએ પણ હિંમતથી જણાવી દીધું.

‘કે તેણી એક રખાત છે.’

(ક્રમશ)

Similar Posts

  • જીવનની પ્રેરણા આશા!!

    આશા એ આપણા બધા જીવનની પ્રેરણા છે, તે જીવવાનો આધાર છે. જો આ આશા સમાપ્ત થાય છે, તો પછી જીવવાનો હેતુ પણ દેખાતો નથી. જો કે વ્યક્તિના મગજમાં વિવિધ પ્રકારની આશા છે, માત્ર સકારાત્મક આશા તેના જીવનને સુંદર બનાવે છે, તેને જીવનમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કરે છે, તેના મનને ઉત્સાહથી ભરે છે. જો વ્યક્તિનું…

  • હસો મારી સાથે

    એક કાકા 106 વરસ પછી સ્વર્ગમાં ગયા જાતાવેત જ એક અતિ સુંદર અપ્સરા વેલકમ કરવા હાથમાં શુધ્ધ કેસર મંદીરાનો ગ્લાસ હાથમાં આપી કાકાને આલિંગન આપ્યું પછી કાકાનો હાથ પકડી આખુ સ્વર્ગ બતાવ્યું…. કાકા તો બધી રોનક જોઈ આભા જ થઈ ગયા પછી હૈયાવરાળ કાઢતા કહે ખોટા રામદેવ બાબાના રવાડે ચડી 20 વરહ મોડું કર્યુ.

  • સ્ત્રીનું જીવન: સ્ત્રીઓ વાંચવાનું ચુકતા નહિં

    એક સ્ત્રી કોઈની દીકરી હોય, ત્યાં સુધી જ પોતાના માટે કદાચ વિચારે લગ્ન બાદ એના જીવનનું કેન્દ્ર એનો પતિ બની જાય છે અને એ કારણે પતિનું આખું ફેમિલી પણ બાળકો થયા પછી તો એ પોતે પણ અસ્તિત્વ ધરાવે છે એ વાત પણ ભૂલી જાય છે અને પછી બાળકોને ડોક્ટરની એપોઇન્ટમેન્ટ, એમને સ્કૂલ ટાઈમ, ટ્યુશન, એમની…

  • આપવાવાળો કોઈ બીજો છે

    આપણે બધા એમજ ચાહતા હોઈએ કે આપણા માટે કોઈ કંઈ કરે. અગર આપણે કોઈને મદદ કરી હોય કે કંઈ વસ્તુ ભેટ આપી હોય તો આપણે ચોકકસ ચાહીયે છીએ કે ભવિષ્યમાં એ મારસ આપણી મદદ જ‚ર કરે. આપણે બધા જાણીયે છીએ કે ભગવાન છે પણ કેટલા લોકો તેના પર ભરોસે કરે છે. જો ભરોસો કરતા હોત…

  • શાહ ઝેના પાસે શેહરીયારે માગ્યો ખુલાસો

    શાહ ઝેનાનને જોયું કે તે પોતાના ભાઈની અરજ વધારે વાર થોભાવી શકતો નથી ત્યારે તેને જે કાંઈ કૌતુક મહેલની બારીથી જોયું હતું તે સઘળું વિગતવાર પોતાના ભાઈને કહી સંભળાવ્યું. શેહરીયારે કહ્યું કે ‘પ્યારા બીરાદર તમોએ કહ્યું તે હું બોલ બોલે ખરૂં માનું છું પણ આ બીના એટલી તો અગત્યની છે કે તે મને મારી નજરે…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    29 April – 05 May 2023

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. છેલ્લા 6 દિવસ સુર્યની દિનદશામાં પસાર કરવાના બાકી છે. સરકારી કામ કે સહી સિક્કાના કામ આ અઠવાડિયામાં કરતા નહીં. ઉતરતી સુર્યની દિનદશાને લીધે માથાનો દુખાવો કે હાઈ પ્રેશર જેવી બીમારીથી પરેશાન થશો. દવા લેવામાં આળસ કરતા નહીં. છેલ્લે દિવસે થોડી શાંતિ મલવાની…