બાઈ મોટલીબાઈ માણેકજી વાડિયા

Motlibai૨૪મી મે ૧૮૯૭માં જ્યારે મોટલીબાઈ માણેકજી વાડિયા મરણ પામ્યા ત્યારે જરથોસ્તી સમુદાયના ઈતિહાસમાં પહેલીવાર પંચાયતે હેવાલ માટે બેઠક બોલાવી હતી.
૧૮૧૧ની ૩૦મી ઓકટોબરે મોટલીબાઈનો જન્મ થયો હતો. ઓગણીસ બાળકોમાં ફકત તેઓજ જીવંત રહ્યા હતા. એમણે યુવાન વયે તેમના પિતરાઈ માણેકજી સાથે લગ્ન કર્યા હતા. પરંતુ ઉંમરના ૨૬માં વર્ષે જ તે વિધવા બન્યાં હતાં. તેમના બે પુત્રો નવરોજી અને નશરવાનજી માટે તેમણે પોતાની જાતને સમર્પિત કરી દીધી હતી. તેઓ એક અલાયદું જીવન જીવી રહ્યાં હતાં. તે ભાગ્યે જ પોતાના નિવાસ સ્થાનને છોડીને જતા હતા.
તેવણનું જીવન એમ જ ચાલ્યા રાખ્યું હોત અગર એમના પિતા મૃત્યુ ન પામ્યા હોત. જ્યારે તે ૩૧ વરસના હતા ત્યારે તેમના પિતા મૃત્યુ પામ્યા અને ઘર સંભાળવાની જિમ્મેદારી તેમના માથા પર આવી ગઈ હતી. મોટલીબાઈએ ફકત પ્રાથમિક શિક્ષણ લીધું હતું પણ કામ કરવાની સૂઝ અને કરકસર તેમના ધંધા માટે ફળદાયી નીવડી હતી. વાડિયા સામ્રાજ્ય વિસ્તરી શકે તે માટે ૧૮૬૩માં એમણે પોતાના બન્ને સંતાનોને યુરોપ મોકલ્યા હતા. ૧૮૬૪-૧૮૬૫ દરમ્યાન જ્યારે શેર-મેનિયાના ઉદ્યોગો તૂટી પડયા હતા ત્યારે ભારે નુકસાન થતા પણ તેમનામા બિઝનેસ કરવાની કુશળતાને લીધે તે ટકી ગયાં હતાં.
તે ઘણાં જ ધાર્મિક મહિલા હતા. તેમના જીવનકાળ દરમિયાન બાજ-રોજગાર અને અન્ય વિવિધ કામગીરી માટે તેમણે નાણા સાચવી રાખ્યા હતા. ઘણી દરેમહેરની જાળવણી માટે એમણે મોટી રકમો આપી હતી, નવસારી ખાતે વડી દરેમહેર અને ફોર્ટ વિસ્તારમાંની એક દરેમહેર, એમના પિતા જહાંગીર નશરવાનજી વાડિયાની યાદમાં બનાવી હતી. ૧૮૯૪માં તેમણે ઉદવાડા આતશ બહેરામનું પુન:બાંધકામ કરાવ્યું હતું અને મકાનના ભાવિ નિભાવ માટે પણ નાણાઓ બાજુએ મૂકી રાખ્યા હતા. ઉદવાડા સ્ટેશનથી ત્રણ માઈલનો રસ્તો બનાવવાના પૈસા તેમણે ગર્વમેન્ટ પાસે જમા કરાવ્યા હતા. બીજી પણ સખાવતો કરી હતી. જેમાં માહિમ ખાતે એક દવાખાનું તથા બાઈ મોટલીબાઈ હોસ્પિટલની સ્થાપના કરી હતી.
તેમણે જે.એન. પીટીટ પારસી બોયઝ અનાથાલયને જમીન અને નાણાકીય રીતે મદદ કરી. સુરતના નાગરિકો જે આગ દ્વારા પીડિત હતા તે લોકોને ઉદારતાપૂર્વક ફાળો આપ્યો તથા પારસી પંચાયત ફંડ માટે પણ ફાળો આપ્યો હતો. તેમણે ઘણા ગરીબ પરિવારોને વેતન ચૂકવી ટેકો આપ્યો હતો.
મોટલીબાઈ પાસે જૂના સિક્કાનો સુંદર સંગ્રહ હતો અને તેમનું સ્વપ્ન હતું કે તે સિકકા રાણી વિકટોરિયાને ભેટ આપવાનો. પણ જીવતાજીવત એ સ્વપ્ન પૂ‚ં નહીં થયું અને એમના મૃત્યુ પછી એમના દીકરા નવરોજીએ તે સ્વપ્ન પૂ‚ં કર્યુ હતું.
સ્વીકૃતિ: કાવસજી ટોક્ષી, માસ્યાની પુત્રી, ‘હોલ ઓફ ફેમ’ ૭મી વર્લ્ડ ઝોરાસ્ટ્રિયન કોંગ્રેસ ડિસેમ્બર ૨૮, ૨૦૦૦જાન્યુઆરી ૧, ૨૦૦૧, ફરી છાપવા લેખકની પરવાનગી.

Similar Posts

  • માલપુઆ

    માલપુઆ બે રીતે બનાવાય છે. એક ચાશનીવાળા અને બીજા વગર ચાશનીના બિહાર, ઉત્તરપ્રદેશ, ઝારખંડ, બંગાળમાં ચાશની સાથે માલપુઆ કરવામાં આવે છે જ્યારે છત્તીસગઢ, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં, તે ચાસણીમાં ડૂબાડીને પીરસવામાં આવે છે. અહીં આપણે ચાશણી વાળા માલપુઆની વાનગી જણાવી રહ્યા છે. સામગ્રી: મેંદો 1 કપ, માવો 1 કપ, દૂધ 2 કપ, દેશી ઘી 8 ચમચી,…

  • Your Moonsign Janam Rashi This Week –
    03 February, 2018 – 09 February, 2018

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. આજથી 70 દિવસ ચાલનાર શુક્રની દિનદશા શરૂ થયેલી છે તેથી તમારા મગજનો બોજો ઓછો કરી શકશો. જે પરેશાની હશે તે ઓછી કરવા સીધો રસ્તો મળી જશે. નાણાકીય મુસીબત ઓછી થવાથી તમારા મોજશોખ ખુબ વધી જશે. લગ્ન કરવા માંગતા હશો તો લાઈફ પાર્ટનર…

  • ગુડ ફુડ અને ગ્રેટ કમ્યુનિટી સર્વિસનો એક મહિનો અને એક અઠવાડિયું

    લાદવામાં આવેલા તાળાબંધીના થોડા અઠવાડિયામાં જ, બીપીપીની હેલ્પલાઇન સ્થાને આવી હોવા છતાં, બીપીપીએ સમુદાયના સભ્યોને સારું, સ્વાસ્થ્યપ્રદ ખોરાક આપવાના પડકાર સાથે સંઘર્ષ કર્યો, જેમાંથી કેટલાક ખોરાક માટે ચૂકવણી કરવા પણ તૈયાર હતા, કારણ કે તેઓ નિયમિત ખોરાક પૂરો પાડનારા અને ઘરેલુ સહાય અચાનક બંધ થવાથી મુંબઇ અભૂતપૂર્વ થંભી ગયું હોવાથી લાચાર બન્યું હતું. બીપીપીને સમુદાય…

  • ફિલ્ડ માર્શલ સામ માણેકશાને શ્રદ્ધાંજલિ

    27મી જૂન, 2022 ના રોજ, જે ફિલ્ડ માર્શલ સામ માણેકશાની પુણ્યતિથિ નિમિત્તે, મુંબઈમાં કોલાબા છાવણી ખાતે એચ કયુ એમ જીઅને જી એરિયા દ્વારા પુષ્પાંજલિ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં સામ બહાદુર (સામ ધ બ્રેવને) શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. તેઓ પ્રેમપૂર્વક જાણીતા હતા – ભારતના સર્વકાલીન યુદ્ધના મહાન અનુભવીઓમાંના એક. આ કાર્યક્રમનું સંકલન સામાજિક કાર્યકરો…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    26th October, 2019 – 1st November, 2019

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. આજ અને કાલનો દિવસ શનિની દિનદશામાં પસાર કરવાનો બાકી છે બહાર જાઓ તો સંભાળીને જજો. નાનું એકિસડન્ટ થવાના ચાન્સ છે. 27મીથી ગુરૂ જેવા શુભ ગ્રહની દિનદશા ચાલુ થવાથી તમારી દરેક પરેશાનીઓ દૂર થશે. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. મનની શાંતિ મેળવી…

  • પરદેશી ધરતી

    પૂર્વ આફ્રિકાની ધરતી ઉપર બુકોબા નામનું એક નાનકડું શહેર. ‘ટાઉન’ જ કહો ને! આપણાં ભારતીયો અને એશિયનોની વસ્તી પણ ત્યાં ઠીક ઠીક. રમા અને ચન્દ્રકાન્ત પણ ત્યાં આવી વસેલાં. ચન્દ્રકાન્ત શાહ વ્યવસાયે વકીલ અને અંગ્રેજો સાથે પેઢીમાં ભાગીદાર, ધીકતી પ્રેકટિસ, સુખી જીવન! એમાં વધુ સુખનો પ્રસંગ આવ્યો. રમાને પહેલી પ્રસૂતિ આવવાની હતી. ગામમાં ડોકટરો ખરા,…