હસો મારી સાથે

હસો મારી સાથે

જંગલમાં એક સિંહ અને આખલા એ વાતોનો ડાયરો જમાવ્યો… વાતો કરતાં કરતાં રાત પડી ગઈ, સિંહ ઉભો થઈ ગયો ‘ચાલ હવે હું ઘરે જાઉં છું.’ આખલો કહે ‘અરે બેસ ને યાર, મહેફિલ ખુબ સરસ જામી છે.’ સિંહ કહે ‘તારે ઠીક છે તારા ઘરે ગાય છે, મારા ઘરે તો સિંહણ છે….છોતરા કાઢી નાખે.’ *** લાલુભાઈ હજામની…

ઈરાનના રાજકુંવરે બંગાળની રાજકુંવરીનું મન હરી લીધું!

ઈરાનના રાજકુંવરે બંગાળની રાજકુંવરીનું મન હરી લીધું!

બન્ને કરામતી ઘોડાપર બેસી અઢી કલાકમાં ઈરાન આવ્યા!! શાહજાદાને આમ સવાર સુધી આરામ લેવાની વિનંતી કરી, રાજકુંવરીએ પોતાની બાંદીઓને જગાડી તેમને હુકમ આપ્યો કે આ રાજકુમારને માટે, સર્વે પ્રકારના આરામની અને ખાવા પીવાની સુંદર ગોઠવણ કરો. રાજકુંવરીના કહેવા પ્રમાણે તેની દાસીઓએ શાહજાદા ફિરોજશાહ માટે બધી ગોઠવણ કરી. શાહજાદાને તેનો ઓરડો બતાવ્યો, ત્યાં તેને માટે ખાવાનું…

દસ્તુરજી કુકાદારૂ સાહેબના જન્મદિવસના પ્રસંગે તેમના દ્વારા થયેલા કાર્યોની અદભુત ઝલક

એમના જીવન દરમ્યાન તેમણે ઘણાજ ચમત્કારો કરેલા હતા. એમનો જન્મ 26મી મે 1831માં જમીઆદ રોજ અને આવાં મહિનાના દિને સુરતમાં થયો હતો. તેઓ ભારપૂર્વક પ્રાર્થનામાં રહેલી શક્તિમાં માનતા હતા. તેઓ એકદમ સાદુ જીવન જીવતા હતા. તેઓ પોતાનું જમવાનું પોતેજ રાંધતા હતા. તેઓ ખીચડી સુર્યના તાપ તથા મંત્રોશક્તિથી બનાવતા હતા. તેઓ એક સન્યાસીનું જીવન જીવતા હતા….

નીરંગદીનનો ઈજેલો નીરંગ

નીરંગદીનનો ઈજેલો નીરંગ

હવે આ બરજીસી (ભ્રેસ્પતી)ના ગૃહના શ્રેષ્ઠ આદર ફ્રોબાની અશોઈના બ્લુ સ્તોતથી ભરપુર ખાસ્તર (વીજળીક શક્તિ)ને લાંબો વખત એમની એમ આબેઝરમાં (ગઓ-મએચમાં)મર્જ થયેલી યાને સચવાયેલી અને જળવાયેલી રાખવાને વાસ્તે તથા બરશ્નુમ તથા નાહાન જેવી ક્રિયાઓ વખતે પીવાના ઉપયોગમાં લેવાને વાસ્તે વરસ્યાજીના આબેઝર ઉપર નીરંગ-દીનના નામે ખાસ ક્રિયા જે ઘણી મોતેબર ક્રિયા છે તે કરવામાં આવે છે,…

આપણી પુંજી આપણા સંસ્કાર

આપણી પુંજી આપણા સંસ્કાર

એક  દિવસ દોરાબજી ઘરે આવી એક મહત્વનો નિર્ણય કર્યો મનોમન. કોઈને પણ ખબર ન પડવા દીધી અને એમણે એમના નિર્ણયને શબ્દ રૂપ આપ્યું. પત્ર સ્વરૂપે. દીકરો રૂસી અને વહુ પેરિનને રૂમમાં બોલાવીને આ પત્ર આપી દીધો. ઘરમાં દીકરો અને વહુ હતા ત્રીજી વ્યક્તી દીકરી તેહમી હતી અને રૂમમાંથી પોતે બહાર નીકળી ગયા. પત્રમાં લખ્યું હતું…

હસો મારી સાથે

હસો મારી સાથે

કાલે એક ચોપડીમાં વાંચ્યું હતુ કે ખુશ રહેવું છે તો પત્ની જોડે વાત કરો.. આજે બે લોકોની પત્ની જોડે વાત કરી. સાચે બહુ મજા આવી.. *** પત્ની: કહો જોઈએ આપણા બે માંથી મૂર્ખ કોણ છે…??? હું કે તમે? પતિ: (શાંતિથી) બધાને ખબર જ છે કે … તું એકદમ ચબરાક ને ચતુર છે, તું કદાપિ મૂર્ખ…

શાહજાદાનું શું થયું?

શાહજાદાનું શું થયું?

હવે શાહજાદી જાગી ઉઠી. તેણે આંખો ઉઘાડી જોયું તો તેની મોટી અજાયબી વચ્ચે તેણે એક સુંદર ચહેરાના યુવકને, ભપકભર્યા પોષાકમાં પોતાના પલંગ આગળ બેટેલો દીઠો! તે તો થોડીવાર સુધી તેની સામે ટગર ટગર જોઈ રહી. રાજકુંવરી મનમાં વિચાર કરવા લાગી, કે તે સ્વપ્નુ જુએ છે કે ખરેખર કોઈ માણસને જુએ છે? તે જરાય ગભરાયેલી દેખાઈ…

‘મઝદયસ્ની-જરથોસ્તી ’  તે કોણ?

‘મઝદયસ્ની-જરથોસ્તી ’ તે કોણ?

પારસી પ્રજા મઝદયસ્નાન પ્રજાઓનો એક મૂળ ભાગ છે. મઝદયસ્નાન પ્રજાઓને બસ્તે-કુશ્તીઆન કહે છે. તેઓ પોતાને પેદા કરનારને ‘અહુરમઝદ’ને નામે ઓળખે છે. જે કોઈ પ્રજા ખલ્કતના સાહેબને અહુરમઝદને નામે ઓળખે તે પ્રજા મઝદયસ્નાનજ હોય છે. જે પ્રજા મઝદયસ્નાન હોય તે જરથોસ્તી ગણાય છે અને તે પ્રજા સુદરેહ-કુશ્તીવાળી બસ્તે-કુશ્તીઆન પણ હોય છે. તેઓની ધાર્મિક બંદગીઓને માંથ્રો કહે…

ઉદવાડા મફત વાઈફાઈ સુવિધા મેળવે છે!

ઉદવાડા મફત વાઈફાઈ સુવિધા મેળવે છે!

પારસી ટાઈમ્સ ગુજરાત સરકાર દ્વારા ઉદવાડાને એક મોડેલ ગામમાં ફેરવવાના વિવિધ પગલાં અને સુધારણા વિશે સમુદાયને હમેશા જ જણાવતું હોય છે. 2014માં વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલો ‘સાંસદ આદર્શ ગ્રામ યોજના’ કાર્યક્રમમાં દરેક સંસદ સભ્યે એક ગામ પસંદ કરી અને તેને એક મોડેલ ટાઉનમાં રૂપાંતરિત કરવાનું હોય છે. આ યોજના હેઠળ,…

ગુલકંદ

ગુલકંદ

ઉનાળામાં ગરમીના દિવસોમાં ગુલકંદનું સેવન ઘણું ઉપકારક નીવડે છે. ગુલકંદ કેવી રીતે બનાવશો? ગુલાબની પાંખડીઓ એક પાત્રમાં પાથરી દો. તેના ઉપર સાકર-એલચી-કેસર પાથરી દો. આમ સાત-આઠ થર કરીને એ પાત્રને પૂરો એક માસ સુધી તડકામાં મૂકી રાખો. પાત્રમાં બરાબર એક માસ પછી ગુલકંદ તૈયાર થઈ ગયું હશે. 1 માસને બદલે આ મુદત આવશ્યતાનુસાર ઓછી પણ…

સોહરાબ અને ગોર્દઆફ્રીદ

સોહરાબ અને ગોર્દઆફ્રીદ

ગોર્દઆફ્રીદે સોહરાબ ઉપર તીરોનો વરસાદ વરસાવવા માંડયો અને ડાબી અને જમણી બાજુએ લડાયક સવાર માફક તીરો ફેંકવા લાગી. સોહરાબને તે જોઈ ખેજાલત ઉપજી તે ગુસ્સામાં આવ્યો અને સેતાબ લડાઈ કરવા લાગ્યો. તેણે માથા ઉપર ઢાલ પકડી અને તેણીની તરફ ધસ્યો. ગોર્દઆફ્રીદે જ્યારે તેને આતશની માફક જોશમાં આવી પોતાના તરફ ધસી આવતો જોયો ત્યારે તેણીએ પોતાના…