શ્રી રતન તાતાને  જન્મદિનની શુભેચ્છાઓ!

શ્રી રતન તાતાને જન્મદિનની શુભેચ્છાઓ!

ભારતના અગ્રણી ઉદ્યોગપતિઓમાંના એક, રતન તાતા એ તાતા ગ્રૂપ ઓફ કંપનીઝના સૌથી મોટા ભારતીય જૂથના ભૂતપૂર્વ અધ્યક્ષ છે, હાલમાં તાતા ગ્રૂપ ઓફ કંપનીના ચેરમેન એમીરેટસનો હોદ્દો ધરાવે છે, જે કેટલીક મોટી કંપનીઓને જેવી કે તાતા સ્ટીલ, તાતા મોટર્સ, તાતા પાવર, તાતા ક્ધસલ્ટન્સી સર્વિસિસ, ઇન્ડિયન હોટેલ્સ અને તાતા ટેલિસર્વિસિસને નિયંત્રિત કરે છે. રતન તાતાનો જન્મ 28…

સોદાગર તથા જીનની વાર્તા

સોદાગર તથા જીનની વાર્તા

નામદાર શાહ! આગલા જમાનામાં એક સોદાગર હતો, જે મોટી જમીન, રોકડ તથા માલમત્તા મળી મોટી મીલકત ધરાવતો હતો. તે સાથે તેને ત્યાં ઘણાક નોકરો, કારભારી અને ગુલામો રાખવામાં આવતા હતા. એક દિવસે તેને લાંબી મુસાફરીએ જવાની જરૂર પડી તેથી તે ઘોડે સ્વાર થયો અને ખોરાક તરીકે નાન તથા ખજુર એક જોલામાં ભરી પોતાની ખાંધ પર…

નાતાલ 25 ડિસેમ્બરે જ શા માટે ઉજવવામાં આવે છે?

નાતાલ 25 ડિસેમ્બરે જ શા માટે ઉજવવામાં આવે છે?

નાતાલ એ પ્રભુ ઇસુ ખ્રિસ્તની જન્મ જયંતિ છે અને એ વિશ્ર્વભરમાં 25 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. જો કે, બાઇબલમાં 25 ડિસેમ્બરના દિવસે જ ઈસુનો જન્મ થયો હોવાનો કોઇ પ્રત્યક્ષ ઉલ્લેખ નથી. પરંતુ તેમાં એવી અનેક બાબતો મળી આવે છે કે જે એ સમયગાળાનો નિર્દેશ કરતી જણાય છે જેમકે, એ સમયે ઘેટાપાળકોની ઘેટાઓ સાથેની સીમોમાં…

શહેરજાદીએ વાર્તા શરૂ કરી!!

શહેરજાદીએ વાર્તા શરૂ કરી!!

તેણીએ સર્વેથી પહેલાં તો પોતાની બહેન દીનારજાદીએ ખુણામાં લઈ જઈ કહ્યું મારી પ્યારી બહેન જે જોખમ ભર્યુ મહાભારત કામ મેં માથે ઉઠાવ્યું છે તેમાં તારી મદદની મને અતિ ઘણી જરૂર છે અને મને પુરતી ખાતરી છે કે તેવી મદદ આપવાને તું પ્યારી બહેન મને કદીબી ના પાડશે નહીં. જેવી હું સુલતાનની હજુર જઈ પહોંચીશ તેવીજ…

મરહુમ એર માર્શલ અસ્પી મેરવાનને આજે તેમના 106 વર્ષના જન્મદિન પ્રસંગે યાદ કરતા ગર્વ અનુભવ થાય છે

મરહુમ એર માર્શલ અસ્પી મેરવાનને આજે તેમના 106 વર્ષના જન્મદિન પ્રસંગે યાદ કરતા ગર્વ અનુભવ થાય છે

એર માર્શલ અસ્પી મેરવાન એન્જીનીયરનો જન્મ 15મી ડિસેમ્બર 1912માં પાકિસ્તાનના લાહોર શહેરમાં થયો હતો. તેઓ ભારતીય હવાઈદળના અધિકારી હતા. એર માર્શલ અસ્પી મેરવાને પોતાની રેન્કમાં વધારો કરી ચીફ ઓફ એર સ્ટાફ બન્યા હતા. 17 વર્ષની ઉંમરમાં જીપ્સી મોથમાં લંડનથી દિલ્હી જવા માટેના પ્રથમ ભારતીય પાયલટ તરીકે તેઓ આગાખાન ટ્રોફી જીતી ગયા હતા તે સમયના તેઓ…

અહુરમજદનું ખોરેહ વધારવાનો  એક માર્ગ ફર્માનબરદારી

અહુરમજદનું ખોરેહ વધારવાનો એક માર્ગ ફર્માનબરદારી

આપણે કાયદાની બાજુએ ઉભું રહેવાની બાબત બાબે જરા વધારે અહીં બોલીશું. અહુરમજદની નકલ કરવાનો એક માર્ગ ફર્માનબરદારી છે. યાદ રાખવું કે ફર્માનબરદારી તે કાંઈ ગોલામગીરી નથી. ફર્માનદારી કંઈ છુટાપણાને આડે આવતી નથી. ફર્માનબરદારી એટલે કે કાયદા કાનુનોને માન આપી ચાલવું. કુલ કુદરત આપણને તે દાદારનો કાયદો શીખવે છે તે દાદાર પોતે પોતાની હકુમત કાયદા કાનુનોની…

સાચ્ચી બંદગી અને તેની સાથે થોડી વહેવારૂ દીની તરીકતનો જાણવાજોગ ખુલાસો

તન, મન અને ઉરવાનની બંદગીનું બળ ધરાવનાર શક્સ અણદીઠ રીતે આ દુનિયામાં પોતાની જન્મ લેવાની નેમ કેવી સરળ અને સરસ રીતે પાર પાડી પોતાને તેમજ કુદરતને કેટલો ફાયદો કરે છે તેનો ટૂંકમાં જ સાર આપ્યો છે. આપણી સૌથી ઉત્તમ અવસ્તા બંદગીની સાથે સાથે સચ્ચાઈ, ઉદારતા, નીતીરીતી, સંતોષ, નમ્રતા, સાદાઈ, પરમાર્થ, સાફ અંત:કરણ, નેક નીયત અને…

હું યે એકવાર ‘વહુ’ જ હતી ને!

હું યે એકવાર ‘વહુ’ જ હતી ને!

માધુકાકા અને માલુકાકી સાથે અમારે ઘર જેવો સંબંધ. અમારી પડોશમાં જ રહે. એમનો જયંત મારા જેવડો મારો દોસ્ત અમે સાથે ભણીએ એટલે એકબીજાના ઘરમાં જવા-આવવાનો, રમવા-જમવાનો નિકટનો સંબંધ. માલતીકાકી મારા પર બહુ પ્રેમ રાખે. પોતાના દીકરા જેવો જ માને. ભણી-ગણીને નોકરી નિમિત્તે હું બહારગામ રહેતો થયો એટલે મળવાનું ઓછું થઈ ગયું. છતાં, જ્યારે પણ ઘરે…

અહુરમજદ સાથના સંબંધનું પહેલું સાધન કાયદાની ફરમાનબરદારી

અહુરમજદ સાથના સંબંધનું પહેલું સાધન કાયદાની ફરમાનબરદારી

અહુરમજદ કાયદા પ્રમાણે કામ કરે છે અહુરમજદ પોતે કાયદા, કાનુન, નિયમ પ્રમાણે કામ કરે છે. કોઈ કહે કે અહુરમજદ સર્વોપરી છે, તે સર્વનો સાહેબ છે તે મુખત્યાર છે તે પોતાની મરજી પ્રમાણે કામ કરનારો છે, માટે તેને કાયદા કાનુનોને શરણ થવાની શી જરૂર છે? પણ આ વિચાર અહુરમજદની ચઢતી કરવાને બદલે ઉતરતી કરે છે. અહુરમજદ…

સાચ્ચી બંદગી અને તેની સાથે  થોડી વહેવારૂ દીની તરીકતનો જાણવાજોગ ખુલાસો

સાચ્ચી બંદગી અને તેની સાથે થોડી વહેવારૂ દીની તરીકતનો જાણવાજોગ ખુલાસો

ખરેખરી બંદગીના ત્રણ પ્રકાર છે 1) તનની 2) મનની 3) રવાનની બંદગી ઉરવાનની બંદગી: આ પ્રમાણે તનની તથા મનની બંદગીનો પાયો રચવાની સાથે અવસ્તા માંથ્રનૂહ ઘણુંજ મોતેબર ભણતર તથા દીની તરીકતોને અમલમાં લીધાં હોય યાને પાળ્યાં હોય તે જે આપણા રવાનનો ખરેખરો ખોરાક છે, તો પછી ખરેખર અવસ્તા કલામોની અને દીની તરીકતોની એજમતી અસરો તે…

સોદાગરે તેની ઓરતને માર માર્યો!

સોદાગરે તેની ઓરતને માર માર્યો!

આવો નજીવો ભેદ તે જ્યારે મને નથી કહેતો અને આવા બહાના કાઢે છે. ત્યારે મારૂ જીવવું નકામુ છે. કાં તો મારે એ ભેદ જાણવો, નહીં તો મારો જીવ કાઢી આપવો. આવી તેણીની હઠીલાઈ જોઈ પેલો સોદાગર તેણીને રાજી રાખવાને પોતાના જીવને જોખમે તે ભેદ કહેવા તૈયાર થયો. ખરેખર તે સોદાગર કોઈ દિવાનો આદમી હતો તેથી…