ગુશ્તાસ્પની બાનુ કયટાયુન કયસર કયતાયુનને ગુશતાસ્પને આપે છે
કયસરના મહેલમાંથી કયટાયુન અને ગુશ્તાસ્પ દુ:ખી દિલ સાથે બહાર નીકળ્યા તેઓ પેલો દેહકાન, જેને ત્યાં ગુશ્તાસ્પ ઉતર્યો હતો તેને ઘેર ગયા. તેણે તેઓને દિલાસો દીધો કે ‘ફીકર નહીં સંતોષ પકડો.’ એમ કહી તેણે તે ધણી-ધણીયાણી માટે બીસ્તરો પાથર્યો અને તેઓને બેસાડયા. ગુશ્તાસ્પે તે ઉપરથી તેની ઉપર ઘણી આફ્રીન કીધી. હવે કયટાયુન જો કે ઉપર મુજબ…
