અમર ઈરાન: ઈરાનના યાદગાર ઈતિહાસનો એક સોનેરી સફો – જંગી પારસી યોદ્ધા બહાદુર બોગીઝનો દેશહિતકાર. બળ્યા બોગીઝની પવિત્ર યાદ
ગયા અંકથી ચાલુ આ શૂરવીર સરદારને પ્રથમ કાઈમને શહેર છોડી, એશિયા ખાતે કુચ કરી જવાને અર્જ કરી પરંતુ પોતાને સોંપવામાં આવેલું શહેર જંગ મચાવ્યા વિના શત્રુઓને શરણ કરીને જગમશહુર ઈરાનની પ્રતિષ્ઠા કોઈપણ અંશે ઘટાડે, તેટલો તે હિચકારો હતો નહિ. એથીનિયનોનાં જબરાં બળ સામે ટકવું મૂશ્કેલ હતું. તે બિના તે દેશભિમાની વીર નર સારી પેઠે જાણતો…
