છોકરો અસલ અવતારમાં આવ્યો!
ઓ જીનના નામદાર પાદશાહ તમેજ ખ્યાલ કરો કે આ શબ્દોથી મારા મનમાં કેટલી અચરતી ઉત્પન્ન થઈ હશે? તે હકીકત સાંભળતાને વાર હું તે વછેરા પાસે ગયો તેને સારી પેઠે પટાવ્યો, પસવાર્યો. અલબત્તે તે કાંઈ પોતાની ખુશાલી જણાવી શકયો નહીં પણ તેણે એવા તો ચેનચાળા દેખાડયા કે તે ઉપરથી મારી ખાતરી થઈ કે તે ખરેખર મારો…
