ખાડો ખોદે તે પડે!
ત્રણ દિવસ રહી, આહમદે બાપની રજા લીધી. વળી પાછો મળવા જતો હતો. દર વખતે તે બહુ ઠાઠમાઠથી નવા પોશાકમાં તદ્દન નવા એવા ત્રીસ ઘોડે સ્વારો લઈને જતો. તેથી આહમદનો મોટો ઠાઠમાઠ જોઈ, બધા અમલદારો ઈર્ષાળુ થયા. તેઓએ સુલતાનને ચઢાવ્યો કે ‘આહમદ આવો ઠાઠમાઠ તે કયાંથી રાખી શકે છે તેની જરા તપાસ કરો. આપ તેને કશી…
