ખજૂરની ઘારી

સામગ્રી: ૫૦૦ ગ્રામ ખજૂર, ૨૦૦ ગ્રામ ખાંડ, ૨૫૦ ગ્રામ માવો, ૫૦ ગ્રામ નાળિયેરનું ખમણ, અખરોટનો ભૂકો ૧ ટેબલ સ્પૂન, ચારોળી, ૧ ટેબલ સ્પૂન મેંદો, ૨૦૦ ગ્રામ ઘઉંનો લોટ, ૧૦૦ ગ્રામ ઘી, રોઝ એસેસન્સ, દૂધ.

રીત: સૌ પ્રથમ ખજૂરનાં ઠળિયાં કાઢી, બારીક કટકા કરવા એક વાસણમાં ઘી મૂકી, ગરમ થાય એટલે ખજૂરના કટકા નાંખવા. લોચો થઈ જાય એટલે ખાંડ નાખવી તેમાં થોડું દૂધ છાંટવુ. ઘટ્ટ થાય એટલે તેમા માવો, નાળિયેરનું ખમણ, અખરોટ-ચારોળીનો ભૂકો નાખવો, ઘટ્ટ થઈ જાય એટલે ઉતારી. રોઝનો એસેન્સ નાંખવો.

મેંદાના લોટમાં ઘઉંનો લોટ અને ઘીનું મોણ નાખી, દૂધથી કઠણ કણક બાંધવી. એકાદ કલાક ઢાંકીને રહેવા દેવી પછી ખાંડી થોડું ઘી લઈ સુંવાળી બનાવવી. પછી તેની પૂરી વણી તૈયાર કરેલું પૂરણ ભૂરી. મોં બંધ કરી, દાબીને ઘીમાં તળી લેવી. બધી ઘારી થઈ જાય અને ઠંડી પડે પછીથી ઘીમાં બોળવી. ઉપર થોડીક પિસ્તાની કતરી અને ગુલાબની પાંદડીથી સજાવટ કરવી

ઘીમાં બોળવાની રીત: ધીમેથી ઘાર નાખી દાઝવું નહીં.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *