જરથોસ્ત પયગંબરના જિંદગી ઉપરથી ઉપજતા વિચારો
જરથોસ્તની જિંદગીના અહેવાલ ઉપરથી જે પહેલી એક બાબત આપણને થોડાક વિચારો સૂચવે છે તે એ છે કે પોતાના માતાપિતા અને ગુ આગળની કેળવણી તમામ કરી તેવણ ૨૦ વર્ષની ઉંમરે એક પહાડ પર એકાંતવાસ થયા હતા અને ત્યાં ૧૦ વર્ષ સુધી શાંત અને ખોદાતાલાને યાદ કરી અભ્યાસ અને ચિંતનમાં વખત ગુજાર્યો હતો અને તેમ કરી તે…
