જવ કેટલા ઉપયોગી છે?
જવ એક પ્રકારનું ધાન્ય છે જેનો ઉપયોગ રોજિંદા આહારમાં હવે લગભગ નામશેષ થઈ રહ્યો છે. ભાગ્યે જ કોઈ વ્યક્તિ જવનો ઉપયોગ કરતી હશે! જવ આજના જમાનામાં બિયર બનાવવા માટે કે પશુઓના ખોરાક બનાવવા માટે વપરાય છે. કદાચ, કોઈ વિરલ વ્યક્તિ ઔષધના દ્રષ્ટિકોણથી કવચિત જવનો ઉપયોગ કરતી હશે. બાકી ઘઉં કરતા જવ પચવામાં સરળ હોવાથી માંદી…
